Skip to main content

Posts

Showing posts from February, 2018

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૮

રાધા:હું પ્રાથના કરીશ કે તને જોઈ એ બધું જ પરમાત્મા આપે. ચાલ હવે હું જાઉં અને તારે પણ જવાનું હશે બધા તારી રાહ જોતા હશે.ફરી મળીશું ક્યારેક આવતા જનમમાં…..(અત્યારે રાધાના ચહેરા પર એક વ્યંગાત્મક હાસ્ય હતું કદાચ એ એના નસીબ પર, એના ભાગ્ય પર હસતી હશે.)

આટલું કહીં રાધા નીચું જોઈ ને ચાલવા લાગી એના ચહેરા અને ચાલમાં મક્કમતા હતી અને એક અદભૂત શાંતિ જણાતી હતી કદાચ એને સમયની ચાલ ને સ્વીકારી લીધી હતી એટલા માટે.એને એક વાર પણ પાછું વળીને નહતું જોયું. પરંતુ કૃષ્ણ નું મન હજુ અશાંત હતું એના મનમાં નવા  ઉદ્વેગોએ જન્મ લીધો હતો. એને પૂછવું હતું રાધાને કે “છેલ્લી વાર મને વળાવા નહી આવે?”  પરંતુ એનું મન સાહસ ના કરી શક્યું. રાધાએ હવે થોડું ગણું અંતર કાપી લીધું હતું પણ એ સ્પસ્ટ જોઈ શકાતી હતી કૃષ્ણ એક પલકારો પણ નહતો મારતો કદાચ એને જતી રાધાને મન ભરીને જોવી લેવી હતી છેલ્લી વાર. થોડી વાર પછી રાધા અસ્પસ્ટ થઇ હવે થોડીક જ નજીક માં એક વળાંક હતો ત્યાંથી એ વળી જવાની હતી,કૃષ્ણને હવે એને આપેલા ભોગ ની કિંમત સમજાઈ હતી એને મન થયું કે એ દોડી ને રાધાને રોકી લે પરંતુ ખબર નહી કેમ એના પગ ઉપડ્યા જ નઈ. શું હતું એનું કારણ?………

જાણો કેમ કરી હતી ક્રિષ્નાએ માખણની ચોરી?

કૃષ્ણ એ ઘણી બધી  અદભૂત  લીલા ઓ કરી  છે તેમાં એક  વિખ્યાત માખણચોરી ની લીલા પણ  છે. વળી એમ પણ વિચાર થતો હશે કે ભગવાન ને ચોરીકરવાની જરૂર કેમ પડી?   આ લીલા નું વિસ્તારપૂર્વક વર્ણન  શ્રીમદ્  ભાગવત   નાં  દશમ  સ્કંધ  માં  આપેલું  છે. શ્રીમદ્ ભાગવત માં  આ આખી લીલા ફક્ત ૪ શ્લોક માં આપેલીછે.
        **********

        કૃષ્ણ બહુજ નટખટ છે.  કૃષ્ણ જયારે પાપા પગલી માંડતા હતા તેટલા નાના હતા, ત્યારે ગોપીઓ યશોદામાતા ને કહે છે કે “ તારો લાલન  ખુબ  જ નટખટ છે અનેઅત્યારે તો હજુ ચાલતાં  જ નથી શીખ્યો ત્યાં તો કેટલી કૂદમકૂદી કરે છે. પગલી માંડવાની ઉંમર નું બાળક ૨-૩ વર્ષ નાં બાળક ની જેમ વર્તે  છે .”
        **********

        આ માખણ ચોરીલીલા કેવળ ચોરીની વાત નથી. તેમાં કેટલાક ગૂઢ સિદ્ધાન્તો સમાયેલાં છે. જે દરેક માનવી એ પોતાના જીવનમાં લેવા જેવા છે. ભગવાન બધે જછે. તેમના માટે કશું પોતાનું કે પારકુ નથી.

        કૃષ્ણ એ જોયું કે વ્રજ ના પ્રજાજનો શારીરિક, નાણાંકીય અથવા આધ્યાત્મિક રીતે મજબુત નથી. તે માટે કૃષ્ણ એ લોકો ને સુધારવા  માટેનો  ઉપાય શોધ્યો.  વ્રજવાસીઓ મથુરા વાસીઓને અનાજ  આપતા  હતાં અને  ત્યાંથી રોજીરોટી કમા…

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૭

કૃષ્ણ રાધાની આંખો માં જોઈ ના શક્યા, એમણે પોતાની આંખો નીચી કરી લીધી કદાચ એ જવાબ શોધતા હશે. થોડી વાર પછી એમને રાધા સામે ભીખ માંગતા હોય એમ આજીજીવળી નજરોથી રાધા તરફ ફરીથી જોયું.

<script async src="//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script> <script> (adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-6566520096856573", enable_page_level_ads: true }); </script>
રાધા: રહેવા દે કાના નઈ મળે તને આ પ્રશ્નોના જવાબ અને મારે માગીને તને ક્ષોભમાં પણ નથી મુકવો. જા કાના તું જા અને કરીલે તારી ઇચ્છાઓ પૂરી અને હા મારી ચિંતા ના કરતો હું જીવી લઈશ તારા વગર તારી યાદોમાં.હું રડીશ નહિ કાના(રાધા એ આંસુઓ લૂછતાં કહ્યું) કારણ કે મેં પ્રેમ કર્યો છે તને સાચા દિલથી અને પ્રેમ કોઈ દિવસ દુ:ખી ના કરે. મેં તારી જોડે ગાળેલી એ યમુનાના કાંઠેની સવારો, તારા બાહુપાશ માં ગાળેલી એ સાંજો અને રાસ રમતા ગાળેલી એ રાતો પુરતી છે આ જીવન ગાળવા. તારી સાથેની પ્રત્યેક ક્ષણ મારી માટે જીવન હતી અને છે કાના. પરંતુ એટલું યાદ રાખજે કાના આ મારુ બલિ…

રાધે ક્રિષ્નાની હોળીઓ ભાગ-૨

વૃંદાવન માં આવા જ એક વિધવા આશ્રમ માં રહેતી વિધવાઓએ થોડા વર્ષો પહેલા આ કુરિવાજ ને જાકારો આપીને હોળી ઉત્સવ ઉજવવાની શરૂઆત કરી.અહીંયા તમને રંગો સાથે આનંદિત ચહેરાઓ નો સંગમ જોવા મળશે.
4.બાકે-બિહારી મંદિરની હોળી

દિવસ: હોળી નો મુખ્ય દિવસ
સ્થળ : બાકે-બિહારી મંદિર


શ્રીકૃષ્ણ જન્મસ્થળ તરીકે પ્રખ્યાત બાકે-બિહારી મંદિર જે હોળી નું મુખ્ય આકર્ષણ છે ત્યાં હોળી ના દિવસે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.પૂજારીઓ દવારા ૯ વાગ્યા ને સુમારે મંદિર ના દ્વાર ખોલવામાં આવે છે અને લગભગ બપોરના ૧:૩૦ વાગ્યા સુધી રંગો નો આ ઉત્સવ ઉજવાવમાં આવે છે.અબીલ-ગુલાલ અને સુગંધિત પાણી વડે ભક્તો ને ભીંજવી ને ભગવાન ના આશિર્વાદ અપાવવામાં આવે છે.અહીંયા ખાસ ભીડ હોય છે,જો તમે ફોટોગ્રાફી કરવા માંગતા હોય તો વહેલા પહોંચી ને ઉપર બાલ્કની ની જગ્યા શોધી લેવી જરૂરી છે.
5.મથુરા માં હોળી યાત્રા
દિવસ : મથુરા માં હોળી ના મુખ્ય દિવસે
સ્થળ : વિશ્રામ ઘાટ થી શરુ

ઝાંખી સાથે હોળી યાત્રા- મથુરા
વૃંદાવન ના બાકે-બિહારી મંદિર માંથી નીકળીને બપોરે ૨ વાગ્યા ની આસ પાસ જો તમે મથુરા પહોચી જાઓ તો તમે વિશ્રામ ઘાટ થી શરૂ થતી હોળી યાત્રા નો અકલ્પનિય આનંદ માણી શકશો.આ શોભાયા…

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૬

રાધા: પણ આ ગોવાળો જે રીતે તને માન-સન્માન આપે છે એ રીતે તને બીજે નહી મળે કાના, અને કદાચ તું જાય તો એમને માઠું લગાડે ને પછી તને નહી સ્વીકારે તો? અને કાના વડવાઓ કહી ગયા છે કે જ્યાં માન ના હોય ત્યાં એક ક્ષણ પણ ના રહેવું જોઈએ. તું આટલું માન છોડી ને જઈશ?(રાધા એ બધી તરકીબો લગાવી દેવા નો નિશ્ચય કરી લીધો હતો એને કૃષ્ણને લાચાવી ને કે ડરાવી ને પણ ગોકુળમાં રાખવો હતો.)

કૃષ્ણ:રાધા મેંતો ક્યારેય માન સન્માનની પરવા કરી જ નથી, મેં જે કર્યું એ મારું કર્તવ્ય હતું અને મારું કામતો કર્મ કરવાનું છે ફળતો ઉપરવાળાના હાથમાં છે.(અત્યારે પહેલી વાર કૃષ્ણનું સ્થિતપ્રજ્ઞ વાળું રૂપ રાધાની સમક્ષ પ્રસ્તુત થયું હતું)

રાધા: લાગે છે તે ગોકુળ છોડવાનો વિચાર કરી જ  લીધો છે કાના, તો હું તને નઈ રોકું પણ તે એક વાર પણ મારો વિચાર કર્યો હતો કાના? મારું શું? મારી ખુશીઓ નું શું? આપણે સાથે જોયેલા સપનાઓ નું શું જેને હું રોજ રાત્રે મારા મનમાં સેવતી હતી? કાના, આ આંખોનું શું જે રોજ બસ માત્ર કાનાનો ચહેરો જોવા જ જીવતી હોય એમ આખો દિવસ તને શોધતી હોય છે? કાના,આ કાન નું શું જે બસ કાનાનો અવાજ સાંભળવા માટે જ ખુલતા હોય છે? આ હાથ નું શું જે માત્ર …

રાધે ક્રિષ્ના નાં હોળી ઉત્સવો ભાગ-૧

આમ તો ભારત માં દરેક તહેવારો જોર શોર થી મનાવવામાં આવે છે.પરંપરા ની વાત કરીએ તો તહેવારો  માણસને સંસ્કૃતિ થી જોડી રાખે છે ને આજના મોર્ડન જમાના નું માનીએ તો ઇટ્સ ઓલ અબાઉટ ફન બડી.. તો મને લાગે છે કે આવી જ રીતે આપણે તહેવારો ને મોર્ડન ટચ અપીને પણ મજા લેવાનું અવનારા સમય માં પણ ચાલુ જ રાખીશું…
હવે એ મજા એમાંય જો ફાગણ માહિના માં આવતા હોળી ના તહેવાર ની હોય તો જલસો બમણો થઇ જાય.કારણકે હોળી એ ફક્ત એક રિવાજી તહેવાર નથી એ તો રંગો નો તહેવાર છે.હોળી એ ફક્ત પરમ્પરાઓની ઉજવણી જ નહીં પરંતુ મસ્તી ને ઉછાડવાનો તહેવાર છે.ઇટ્સ ઓલ અબાઉટ કલર પાર્ટી બડી…
કહેવાય છે કે,હોળી ની ઉજવણી અને રંગોનું આ મહત્વ દ્વાપરયુગ માં ભગવાન શ્રીકૃષ્ણ ના સમય થી પ્રચલિત થયું છે.
પ્રેમ અને ઉત્સાહ ના પ્રતિકરૂપી આ તહેવાર ને ઉજવવા નો જાણે ભગવાને લોકો ને સંદેશો આપ્યો હોય તેવું લાગે છે.એટલે જ કાદાચ આજે પણ કૃષ્ણ જન્મભૂમિ એવા મથુરા-વૃન્દાવન-નન્દગાઉ-બરસાના માં ભારત ની સર્વશ્રેષ્ઠ અને અનોખી હોળી ની ઉજવણી થાય છે, અને એપણ પુરા એક  અઠવાડિયા સુધી.
તમે કદાચ હોળી ફક્ત એક દિવસ માટે જ ઉજવી હશે  પરંતુ અહીંયા હોળી નો તહેવાર હોળી ના મુખ્ય દિવસ ના લગભગ એક અ…

હોળીની શરૂઆત....

આપણો ભારતદેશ કૃષિપ્રધાન દેશ છે, એટલે તન-મનને ઝકઝોળ કરનાર તહેવારો પણ ખેતર, ખેતી, ખેડૂત, ફસલ અને ગ્રામજીવનને કેન્દ્રમાં રાખીને ગોઠવાયા છે અને તે રીતે ઉમંગથી ઊજવાય છે. આમેય ભારત છે જ ઉત્સવ-આનંદપ્રિય દેશ. ઋતુવિષયક વાતાવરણ ઊભું થતાં હૈયાં હિલોળા લે અને દિલડાં દમકવા માંડે. ભારતીય તહેવારોમાં ધાર્મિક તહેવારો મોખરે છે અને તેમાંય ફાગણી પૂનમનો રંગરાજ તહેવાર હોળી-ધુળેટી અને આશ્વિની દિવાળીના દીવડા તન-મનને ડોલાવી જાય છે. ભારતમાં અતિ ઉમંગ અને મજામસ્તી સાથે ઊજવાતો હોળી-ધુળેટીનો તહેવાર શિરમોર છે. જય હો… હોળી-ધુળેટીનો જય હો…!
હોળી-ધુળેટીના તહેવારના મૂળમાં જ શ્રદ્ધા અને ઉલ્લાસ છે. મહા-ફાગણમાં કૃષિપેદાશ બજારમાં આવી જાય, ખેડૂતોનાં ખિસ્સાં ભરેલાં હોય, ખેતર-ખળાં ખાલી હોય, કિસાન તનાવમુક્ત હોય છે. શ્રમ પછીના આનંદની આંધી આવે હોળી-ધુળેટીના રંગરાગમાં! પરંતુ આ તહેવારનું સર્જન થયું નિર્દોષ બાલુડા પ્રહ્લાદના અગ્નિશિખાના બચાવથી, ધર્મવિજયથી હેમખેમ પ્રહ્લાદના સ્વાગત-સન્માનથી અને ઇશ-આશીર્વાદ મેળવવાની અભીપ્સાથી.

હિરણ્યકશ્યપ, પ્રહ્લાદ અને હોળિકાની ધાર્મિક કથા તો આપણે સૌ જાણીએ છીએ, જે બતાવે છે ‘અતિ સર્વત્ર વર્જયેત!’ હિરણ…

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૫

કૃષ્ણ: જીવનને તું પ્રેમ ના એક જ રંગથી ના રંગી શકે રાધા! એતો મેઘધનુષ છે સતરંગી એને એક રંગનું સીમિત કરી ને તું જીવનની સુંદરતાને નષ્ઠ ના કર. જીવન ના રંગો માણવા આપળે ભોગ આપવો જ રહ્યો. જે એક જ જગ્યા એ રોકાઈ જાય છે એનું જીવન કોળા કાગળ જેવું રંગહીન થઇ જાય છે રાધા. અને જ્યાં સુધી તારા પ્રેમ નો સવાલ છે એતો હિમાલય કરતા પણ ઉંચો ને સાગર કરતા પણ ઊંડો છે એટલું તો કોઈ ના કરી શક્યું છે ના કોઈ કરી શકશે.(કૃષ્ણ એ પોતાના મનમાં રહેલી  વાત આખરે કહી દીધી.)

રાધા:કાના લાગે છે તારા માટે મારા પ્રેમ કરતા તારી મહત્વાકાંક્ષા જ વધારે મહત્વની છે.(રાધા ને કદાચ કૃષ્ણ નો જવાબ ગળે ઉતાર્યો નહતો), તું ગોકુળવસીઓ નું તો વિચાર તને પણ ખબર છે એ તારા વગર ટકી નઈ શકે. અત્યાર સુધી જેટલી પણ આફતો ગોકુળ પર આવી છે એમાંથી તે જ તો એમને ઉગાર્યા છે તારા વગર એ કઈ નથી.(રાધાએ કૃષ્ણ ને રોકવા બીજા સંવેદનાભીના તીર કૃષ્ણ તરફ ફેંક્યા.)

કૃષ્ણ: રાધા, આ ખાલી મહત્વાકાંક્ષા નથી આ જીવન ની રીત છે. આ જ રીત છે જીવન ને માન આપવાની, એને જીવી લઇ ને. અને રાધા જ્યાં સુધી હું ગોવાળો ને બચાવતો રહીશ ત્યાં સુધી આ ગોવાળો પોતે પોતાનું રક્ષણ કરતા નહીં શીખે એમને બચાવા…

લક્ષ્મીજી ને આવ્યું અભિમાન......

એકવખત લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુ ફરવા માટે નીકળ્યા. બંને પોતપોતાના કામમાં ખુબ જ વ્યસ્ત હોવાથી ઘણા સમય પછી બંનેને એકબીજા સાથે સમય વિતાવવાની તક મળી હતી.

ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને પોતાના કાર્યનો અહેવાલ આપી રહ્યા હતા.

બધી વાત સાંભળ્યા પછી થોડા અભિમાન સાથે લક્ષ્મીજીએ ભગવાનને કહ્યુ," પ્રભુ, આપ જે કંઇપણ વાત કરો છો તે બધુ બરાબર છે પણ આ જગતમાં લોકોને મારી જરુર છે તમારી નહી.

દુનિયામાં તમારા વગર ચાલે પણ મારા વગર ન ચાલે." ભગવાને જોયુ કે લક્ષ્મીજીને અભિમાન આવ્યુ છે એટલે એમણે કહ્યુ," દેવી મને સાબિત કરીને બતાવો કે બધાને તમારી જરુર છે પણ મારી નહી."

લક્ષ્મીજી ભગવાનને પોતાની સાથે લઇને એક નગરમાં ગયા. કોઇ માણસનું અવસાન થયેલુ હશે આથી તેની સ્મશાનયાત્રા નીકળી હતી.

લોકો ભગવાનનું નામ લઇ રહ્યા હતા.લક્ષ્મીજીએ કહ્યુ," પ્રભુ, જુઓ આ બધા તમારુ નામ લઇ રહ્યા છે અને હવે મારા પ્રભાવમાં તમારુ નામ ક્યાં ઉડી જાય છે એ જોજો."

આટલું કહીને લક્ષ્મીજીએ સોનામહોરનો વરસાદ ચાલુ કર્યો. બધા લોકો સ્મશાનયાત્રા ભૂલીને સોનામહોર ભેગી કરવા લાગ્યા.

લક્ષ્મીજીએ હસતા હસતા કહ્યુ," બોલો પ્રભુ, હવે કંઇ કહેવું છે…

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૪

આ વાત કરતા કૃષ્ણ ના ચેહરા પર અજબ ની શાંતિ હતી અને હોઠો પર એનું મોહક સ્મિત રેલાવતા બોલ્યો.

કૃષ્ણ: તો તું શું ઈચ્છે છે હું રોકાઈ જાઉં અહીં ગોકુળમાં તારી જોડે? રાધા તને ખબર છે કેમ તું બીજી બધી ગોપીઓ કરતા મને સૌથી વધારે પ્રિય છે? કારણકે તારો પ્રેમ ખાલી મારા શરીર કે બાંસુરી સુધી સીમિત નથી. તારા પ્રેમને મારી બાંસુરી ની ગરજ નથી પણ સાચું કઉ તો આ બાંસુરી વાગતી જ તારા કારણે હતી હકીકતમાં આ બસૂરીને વાગવા માટે તારી જરૂર હતી. પ્રેમ નો સાચો સાક્ષાત્કાર જો કોઈ એ કર્યો હોય તો એ તું છે રાધા.

રાધા: તો પછી કેમ જાય છે તો મારા આ પ્રેમ નું અપમાન કરીને મને ઠેસ પહોંચાડીને કાના ?(રાધા નો ગુસ્સો કૃષ્ણ ની તારીફ સાંભળીને નરમ બન્યો એને કાના ને મનાવા માટે થાય એટલા નીચા અવાજે બોલી)

કૃષ્ણ: રાધા પ્રેમ નો અર્થ પામવું ક્યાં હોય છે? તું પ્રેમ ને પામવા સાથે જોડીને પ્રેમને કેમ સંકુચિત કરે છે?(કૃષ્ણએ પોતાનો બચાવ કર્યો)

રાધા: ના નથી જ! પણ એ વગર પણ જીવન શું છે કાના? બોલ તું મને છોડી ને સુખી રહી શકીશ? શું તું મારા સિવાય કોઈ બીજી ને આટલો પ્રેમ કરી શકીશ? શું કોઈ તને આટલો પ્રેમ આપી શકશે?(રાધાએ કૃષ્ણને મુંજવાત અને સંવેદના ભર્યા પ…

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૩

કૃષ્ણ: કેમ તું તો એવી રીતે વર્તે છે જેમ તને કઈ ખબર જ ના હોય? આમતો મારી રજે રજ ની ખબર રાખવા વાળી અને મારા કીધા પહેલા માત્ર આંખોથી મારી જોડે વાત કરવા વાળી મારી રાધા ને મારે કહેવું પડે છે આજે? (કૃષ્ણ એ આજે વાત પોતે નઈ કરે એવી પ્રતિજ્ઞા લીધી હોય એમ જવાબો આપતો હતો. કદાચ એ જવાબો આપવાથી ડરતો હતો.)

રાધા: મારી રાધા? મને જો તે તારી માની હોત તો આવી રીતે મને એકલી મૂકી ને ના જતો હોત આજે.(રાધાથી ના રેહ્વાયું)


એને આંખ ઉંચી કરી ને કૃષ્ણ સામે જોયું ને બસ જોતી જ રહી. કૃષ્ણે રાધાની આંખ માં આંખ નાખી એને સમજાયું નહી કે એ આંખોમાં શું હતું? ગુસ્સો કોઈ એનું નજીકનું એને છોડીને જઈ રહ્યું છે એનો કે પછી આજીજી હતી કૃષ્ણ માટે રોકાઈ જવા માટેની કે દુઃખ ફરીથી કાના ને નહી જોઈ શકે એનું? કે પછી ભય કૃષ્ણ વિનાનું જીવન કેવું હશે એનો? કૃષ્ણ એ સમજી ના શક્યા. આ પહેલી વાર હતું કે કૃષ્ણ રાધા ને સમજવા માં નાકામીયાબ રહ્યા હતા.

કૃષ્ણ: કોણે કીધું હું તને છોડી ને જાઉં છું? તું તો સાશ્વત છે જ મારા માં. માત્ર શરીર અલગ થાય છે મન ને આત્મા નહી.(કૃષ્ણ એ પોતાનો પાંગળો બચાવ કર્યો)

રાધા: મેં તને પેલા જ કીધું કે મારી જોડે આ શબ્દોની રમત રમવાન…

મૃત્યુ પછી જીવનું શું થાય?

અરુણ એક મહર્ષિ હતા. તેઓ અન્નદાન ખૂબ કરતા. તેમને ઉદ્દાલક નામનો પુત્ર હતો. મહર્ષિ અરુણના પુત્ર ઉદ્દાલકે એક વખત વિશ્વજિત નામના યજ્ઞનું આયોજન કર્યું. યજ્ઞ સંપન્ન થયા પછી તેમણે બ્રાહ્મણોને દક્ષિણા આપવા માટે ગાય મગાવી, પરંતુ એ ગાય અત્યંત દુર્બળ અને વૃદ્ધ હતી. કેટલીક તો સાવ હાડપિંજર જેવી થઈ ગયેલી હતી. એવી નિર્બળ ગાયોને જોઈ ઉદ્દાલકના નાનકડા પુત્ર નચિકેતાએ કહ્યું, “પિતાજી! દાન આપવાની ચીજ તો ઉત્તમ હોવી જોઈએ, તો તમે કનિષ્ઠ વસ્તુનું દાન કેમ આપવા માગો છો?”
ઉદ્દાલકે પૂછયું, “તો શાનું દાન આપવું જોઈએ?”
નાનકડા નચિકેતાએ કહ્યું, “જે વસ્તુ તમને સહુથી પ્રિય હોય તેનું દાન આપવું જોઈએ. એ જ દાન શ્રેષ્ઠ ગણાય.” નચિકેતાની ઉંમર નાની હોવા છતાં પોતાને સલાહ આપતો હોઈ પિતાનો અહં ઘવાયો. એમણે કહ્યું, “એમ તો તું મારો પુત્ર હોઈ તું જ મને સૌથી વધુ પ્રિય છે.”
નચિકેતા બોલ્યો, “તમારી પ્રિય વસ્તુ હું છું, તો તમે મને કોને દાનમાં આપવાનો વિચાર કર્યો છે?” પિતાથી પુત્રનું આ ડહાપણ સહન ન થયું. પિતા ઉદ્દાલક પણ એક ઋષિ હતા, પણ આવેશમાં આવી જઈને તેમણે કહ્યું, “જા, હું તને મૃત્યુના દેવ યમદેવતાને દાનમાં આપું છું.”
નાનકડો નચિકેતા સ્થિર રહ્ય…

પરમમિત્ર હોવાછતા પણ સુદામાએ શ્રીકૃષ્ણને દગો આપ્યો હતો.

સુદામા- કૃષ્ણની આ કથાનો ભાગવતપુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે

- જે વ્યક્તિ જેવા કર્મ કરે છે તે અનુસાર ફળ પ્રાપ્ત કરે છે

હિન્દૂ ધાર્મિક પુરાણોમાં કોઇને પણ દગો દેવો અથવા ખોટું બોલવાને સૌથી મોટા અપરાધોમાંથી એક માનવામાં આવે છે. આમ તો ગરુડપુરાણ અનુસાર જે વ્યક્તિ જેવા કર્મ કરે છે તે અનુસાર ફળ પ્રાપ્ત કરે છે.
પરંતુ અજાણતા અથવા તો નાનામાં નાના અપરાધનું ફળ પણ આ જીવનમાં ક્યારેક ને ક્યારેક મળે જ છે. એટલા માટે કહેવામાં આવે છે કે મનુષ્યે કોઇ પણ વ્યક્તિ સાથે કપટ ન કરવો જોઇએ. આપણા દ્વારા કરવામાં આવેલા ખરાબ વર્તનનું ફળ આપણને ભગવાન નહીં પરંતુ પ્રકૃતિ પાસેથી મળે છે.
શ્રીકૃષ્ણ અને સુદામાની આ જ કથાનું ભાગવતપુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં સુદામાએ બાળપણમાં અજાણતાં શ્રીકૃષ્ણને ખોટું બોલી ગયા હતા. કહેવામાં આવે છે મિત્રના રૂપમાં પોતાના પરમ સખા શ્રીકૃષ્ણ સાથે કપટ કરવાનું પરિણામ સુદામાને યુવાન થયા બાદ મળ્યુ હતું. કહેવાય છે કે શ્રીકૃષ્ણ સાથે અન્યાય કરવાનો દંડ સુદામાને ગરીબીના રૂપમાં મળ્યો હતો.
સુદામા અને શ્રીકૃષ્ણનું શિક્ષણ-દીક્ષા એક જ ગુરુકુલમાં મળી હતી. એક દિવસ ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો. આ દરમિયાન શ્ર…

આટલુ કરવાથી કાયમી રહેશો સુખી...

1. "કેમછો” કહેવાની પહેલ દર વખતેઆપણે જ કરવી જોઇએ...
2.શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો, પછી ભલે તે વંચાય કે ન વંચાય...
3. કોઇએ લંબાવેલો(દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં...
4. બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો...
5. આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો...
6. કોઇને પણ આપણી અંગત વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો...
7. *કોઈને મહેણું ક્યારેય ન મારો...*
8. એક વિદેશી ભાષા શીખી લેવી સારી...
9. કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશોનહીં, શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય...
10. ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે છે, ઉધારી કરવા માટે નહીં...
11. રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખો...
12. નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો...
13. *દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ...*
14. દરેક વ્યકિતને બીજી તક આપો, ત્રીજી નહીં...
15. ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો...
16. સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું...
17. જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં...
18. જેને તમે ખુબ જ ચાહતા હો તેની સતત કાળજી લેતા રહો...
19. *તમને ન પોષાય તો પણ વારંવાર કુટુંબના સભ્યો સ…

રાધાની ક્રિષ્ના માટેની ભાવના

કેમ મને ચાલતું નથી, તારા વગર...
તારી સાથે વાત કર્યા વગર....
તને બસ એકક્ષણ જોયા વગર....
ફોનમાં તારો મોકલેલો ફોટો સેવ છે
એને જ હું ટગર ટગર તાકી રહું છું,
શું છે એવું તારામાં ?
કયું ગુરુત્વાકર્ષણ બળ મને તારા તરફ ખેંચી રહ્યું છે ?
તારો મેસેજ કે ફોન ના આવે તો જાણે,
આખી દુનિયા સ્તબ્ધ થઇ ગઈ હોય એમ લાગે....
નથી ગમતું હવે તારા વગર,
પણ તું સમજે છે ક્યાં મારી વાત,
તું તારી દુનિયામાં મસ્ત છું,
અને હું તારી યાદો માં..
તને મળવાના, તારી સાથે વાત કરવાના
રોજે રોજ નવા નવા બહાના શોધું છું
પણ તોય તને એમ લાગે છે,
હું તારી પાછળ પડી ગયો છું,
પણ આ મારો પ્રેમ છે, ભલે તું માને કે ના માને,
હું તને પ્રેમ કરું છું..... હા હું તને પ્રેમ કરું છું....
હું આજે પણ પ્રેમ તો તને જ કરું છુ્ં
‪#લવ_યુ_પાગલ_ની_જેમ...😞

અને કાનો ચોધાર આંસુડે રડવા લાગ્યો....

ને...  કાનો" ....રડી પડયો
************************
કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારે રાધા ફકત  નવ વર્ષનાં હતા…!
એ પછી કૃષ્ણ રાધાને મળ્યા જ નથી…
ગયા તે ગયા જ
એક બહુ જ સરસ "રાધા કૃષ્ણ" મિલન સંવાદ છે
એકવાર સ્વર્ગમાં વિચરણ કરતા,કરતા રાધા અને કૃષ્ણ સામસામે આવી ગયા.
રાધા કૃષ્ણને પૂછે છે :
'કેમ છો દ્વારકાધીશ..?
આ સાંભળીને કૃષ્ણ કહે :
રાધા હું તને ખૂબ યાદ કરતો હતો.
તારી યાદમાં આંખમાંથી આંસુ આવી જતા હતા..!
રાધા જવાબ આપે છે
કાના મારે તને ક્યારેય યાદ કરવો પડ્યો નથી
જે ભૂલી જાય એને યાદ કરવું પડે..કાના
હું તો તને ભૂલી જ નથી ,
મે આંખમાં આંસુ પણ નથી આવવા દીધા .!
કારણ કે મારી આંખમાં તું જ હતો…કાના
મને બીક લાગતી કે આંસુ આવશે તો આંખમાંથી આસુ સાથે તું વહી જઈશ..
તને ખબર છે...કાના ?
કાના માંથી દ્વારકાધીશ તું બન્યો એમાં તારે કેટલું બધું ગુમાવ્યું પડયું છે,
તે એક આંગળી ઉપર ભરોસો મુકીને સુદર્શન ચક્ર તો ચલાવ્યું…
પણ કાના બીજી બધી આંગળીઓથી વાગતી વાંસળીને તું ભૂલી ગયો..
દ્વારકાધીશ અને કાનામાં શું તફાવત છે એ તને કહું..? કાના
તું કાનો  જ રહ્યો હોત ને તો સુદામા ને ઘેર તું દોડીને ગયો હોત…
પણ..

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૨

કૃષ્ણ: અરે લે! તું તો ગુસ્સે થઇ ગઈ. પણ તને ખબર છે તું ગુસ્સામાં પણ બઉં સારી લાગે છે. તારા ગોરા ચહેરા પર આ લાલ ગુસ્સો કઈ શણગાર થી સહેજેય ઓછો નથી લાગતો.( કૃષ્ણએ એના એ જ ટીપીકલ અંદાજ માં જવાબ વાળ્યો.)

રાધા: ખોટી ખોટી તારીફો નઈ કર આવું તો તું ગોકુળની બધી ગોપીઓ ને કહી વળ્યો છે મને ખબર છે એટલે તારા આ શબ્દોની રમત મારી જોડે ના રમ. જે કેવા આવ્યો છે એ કહી દે મારે મોડું થાય છે.(રાધાની ધીરજ હવે ખૂટી રહી હતી એને કાના ને લડવું હતું ને ગળે મળીને રડવું હતું  કદાચ એને અંદાજો આવી ગયો હતો કે આ એની છેલ્લી મૂલાકાત હતી)

કૃષ્ણ: ક્યાં તું એ ગોપીઓ જોડે તારી જાત ને સરખાવે છે રાધા? એ તો ગોપીઓ છે ને તું રાધા,મારી રાણી.(કૃષ્ણ રાધા ના દિલ ની પરિસ્થિતિ જાણતો હોવા છતાં આવી વાતોમાં સમય વેડફતો હતો ખબર નઈ કેમ કદાચ એ રાધા ની પરીક્ષા લેતો હતો કે પછી પોતે રાધા જોડે છેલ્લી મુલાકાત ને થાય એટલી વધારી ને એને પણ મનમાં યાદોંના પોટલા ભરી લેવા હતા? કે પછી કૃષ્ણ પણ પરિસ્થિતિનો સામનો કરવા કરતા એનાથી ભાગી રહ્યો હતો? )

રાધા: એ બધું છોડ શું કરવા આવ્યો છે એ બોલ.(રાધા નો સંયમ હવે ખૂટી રહ્યો હતો. એને હજુ કૃષ્ણ આવ્યો ત્યારનું એનું મોં નહ…

મૃત્યુનું રિહર્સલ

કાં તો મૃત્યુનું સ્વર્ગમાં
લાઈવ ટેલીકાસ્ટ થવું જોઈએ

ને કાં તો
જીવતા હોઈએ ત્યારે
મૃત્યુનું એક રિહર્સલ થવું જોઈએ.

કોણ આવશે પ્રસંગમાં ?
કોણ મને અડશે ?
કોણ કેટલું રડશે ?

એ સમયે જો હું જ નહિ હોઉં,
તો યાર મને ખબર કેમ પડશે ?

ઈશ્વરની બાજુમાં બેસીને
FULL HD માં
મારે મારું મૃત્યુ જોવું છે,

મારા જેવો માણસ મરી ગયો,
એ વાત પર
મારે પણ થોડું રોવું છે.

કેટલાક ચહેરાઓ
છેક સુધી ધૂંધળા દેખાયા,
એ ચહેરાઓ સ્પષ્ટ જોવા છે.

ચશ્માના કાચ,
કારની વિન્ડસ્ક્રીન
અને
ઘરના અરીસાઓ
મારે સાફ કરવા છે.

જેમને ક્યારેય ન કરી શક્યો,
એવા કેટલાક લોકોને
જતા પહેલા
મારે માફ કરવા છે.

મને અને મારા અહંકાર બંનેને,
મારે જમીન પર સૂતેલા જોવા છે.

મારે ગણવા છે કે
કેટલા કટકાઓ થાય છે
મારા વટના ?

મારે પણ જોવી છે,
મારી જિંદગીની સૌથી
મોભાદાર ઘટના.

આમ કારણ વગર
કોઈ હાર પહેરાવે,
એ ગમશે તો નહિ.

પણ તે સમયે
એક સેલ્ફી પાડી લેવી છે.

ગમતા લોકોની હાજરીમાં
કાયમ ને માટે
સૂતા પહેલા એક વાર
મારે મારી જાતને
જગાડી લેવી છે.

એક વાર
મૃત્યુનું રિહર્સલ કરવું છે.

બધા દુઃખની દવા પ્રેમ

આપણને દુઃખ મુક્ત કરનારી મહાન ઔષિધી પ્રેમ છે અને તે સ્વસ્થતાનું ઉમદા સ્વરૂપ હોવાથી શાંતિદાયક છે, એ વાતનું જ્ઞાન આપણને ક્યારે થશે, જ્યાં પ્રેમસામ્રાજ્ય સ્થપાયેલું હોય ત્યાં જરાપણ અસ્વસ્થતા રહેતી નથી. પ્રેમ એ સ્વસ્થતા, શાંતિ અને સુખનું સ્વરૂપજ છે. પ્રેમ એ મહાન શિક્ષક, ઉત્તમોત્તમ સુખદાતા અને સાચો શાંતિ સ્થાપક છે. વૈરભાવ, દ્વેષ તથા સઘળી પાશવવૃત્તિઓનો એ ઉત્તમ ઈલાજ છે. ગરમી વડે જેમ બરફ પીગળે છે તેમ માયાળુપણાથી ક્રૂરતા પીગળે છે અને ખરાબ વૃત્તિઓ નાશ પામે છે. તેથી પ્રેમથી સામે આસુરીવૃતિ હોય કે સમાજે લીધેલ કઠિન પરીક્ષા દરેકની હાર છે. પ્રેમની પરીક્ષા એટલે ભરોસાનો અભાવ. તો ચાલો સૌ સાથે મળીને હરીને પ્રેમથી બોલીએ જય શ્રી રાધે કૃષ્ણ જય શ્રી રાધે કૃષ્ણ 

રાધે ક્રિષ્ના પ્રેમની અદ્ભુત કથા...

રાધાકૃષ્ણના પ્રેમ પર લખવા બેસીએ તો જીવન ટુકું પડે. રાધાકૃષ્ણનો પ્રેમ ગહન પરંતુ અવર્ણનીય છે, મૌન તરંગોનો મેળાપ છે, એકબીજામાં સમાયેલો શ્રૃંગારથી તરબોળ છતાં પણ પવિત્રગંગા જેવો શુદ્ધ છે, બન્નેના મનનાં ઊંડા મહાસાગરમાં પરિણય પામતાં દિવ્ય મોતીરૂપી માળા છે, ફુલ જેવો કોમળ પારસ્પરિક ભાવ છે, પૂર્ણ સમર્પણ છે તે પણ પૂર્ણ સૂર્ય જેવું, જેમ સૂર્ય પોતે પ્રકાશ આપતાં આપતાં જ પોતે જ પ્રકાશ બની જાય છે, એમ એકબીજાના વિરહમાં પણ દુઃખ અહેસાસને જાણી લીધો છે, રાધાનો કૃષ્ણ માટે અને કૃષ્ણનો રાધા માટે પ્રેમ એટલે એક એવી પવિત્ર પ્રાર્થના છે કે જે આપણે વાંચીએ છીએ, જાણીએ છીએ, સમજીએ છીએ, છતાં પણ આ ભાવ સાથે ભક્તિ કરી શકતા નથી. પરંતુ પ્રભુ સુધી આપણી પ્રાર્થના પહોચાડવામાં ક્યાંય આપણું સમર્પણ,પ્રેમ, વિશ્વાસ બહુ કાચા છે. લી. કલ્પેશ ઉમરેટીયા
રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૧

(
*અહીં જે રાધા અને કૃષ્ણની વાત કરી છે એ કઈ કોઈ પરમેશ્વરની કે ચારેય ભુવનના સ્વામીની નહી પરંતુ એક મહત્વકાંક્ષી યુવાન અને એક એવી છોકરીની કે જે એ યુવાનના પ્રેમ ને જ પોતાનું સર્વર્સ્વ માને છે, એની માટે જીવન નો પાર્યાય એનો પ્રેમ છે. એવા યુગલ ના છેલ્લા સંવાદ, છેલ્લા પ્રયત્ન અને છેલ્લી યાદ ની વાત છે.)

રાધા કૃષ્ણના ગોકુળ છોડવાના સમાચાર સાંભળી ને યમુના કિનારે કદંબના વૃક્ષ નીચે મોં પર ગુસ્સોને મનમાં પારાવાર દુ:ખ લઇને બેઠી છે અને વિચારે છે ક્યારે કાનો આવે અને એને લડીને એના ગળે મળીને મન ભરીને રડીલે.અને ત્યાંજ કૃષ્ણ રાધા રાધાની બુમો પડતો આવી પહોંચે છે.

કૃષ્ણ: રાધા! મને ખબર જ હતી તું અહીં જ મળીશ મને. આમેય ગામ નો ઉતાર ભાગોળે જ મળે. ખરું કે નઈ? (કૃષ્ણ એ એના એ જ મજાકિયા અંદાજ માં રાધાના મન ની વાત અને પરિસ્થિતિ જાણતો હોવા છતા કીધુ.)

રાધા: હા અમે ઉતાર ને તું? મોટો રાજા નઈ? તો શું કામ આવ્યો છે આ ઉતાર પાસે બુમો પાડતો?(રાધા એ બીજી તરફ મો ફેરવી ને ઉત્તર આપ્યો)

ક્રિષ્નાની પટરાણીઓ

ભગવાન શ્રીકૃષ્ણ વિશે એવું કહેવામાં આવે છે કે, તેમની સોળ હજાર એક સો આઠ પત્નીઓ હતી. કારણ એ છે કે, નરકાસુરની કેદમાં હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણે મુક્ત કરાવી ત્યારે બધી જ રાજકુમારીઓએ શ્રીકૃષ્ણને પોતાના પતિ માની લીધા અને શ્રીકૃષ્ણે પણ તે રાજકુમારીઓને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. આ માટે જ કૃષ્ણની પત્નીઓની સંખ્યા હજારોમાં છે. પરંતુ તેમની મુખ્ય રાણી આઠ હતી જે પટરાણી તરીકે ઓળખાતી હતી. આ આઠેય રાણીઓની અનોખી કહાણી છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શ્રીકૃષ્ણની આઠેય પટરાણીઓ વિશેની અનોખી વાત.
રુકમણીઃ- દેવી રાધા ભગવાન શ્રીકૃષ્ણની પ્રેયસી બની રહી પરંતુ શ્રીકૃષ્ણની પ્રમુખ પટરાણીના સ્વરૂપમાં સૌથી પહેલાં રુકમણીનું નામ લેવામાં આવે છે. આ રાજકુમારી વિદર્ભ દેશની રાજકુમારી હતી અને મનમાંને મનમાં જ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માની ચૂકી હતી. પરંતુ તેમના ભાઈ રુકમી તેમના વિવાહ ચેદી નરેશ શિશુપાલ સાથે કરવા માંગતા હતા. આ માટે રુકમણિના પ્રેમ પત્રને વાંચીને શ્રીકૃષ્ણે રુકમણીનું હરણ કરી લીઘું અને તેમની સાથે વિવાહ કરી લીધા.
કાલિંદીઃ- ભગવાન શ્રીકૃષ્ણની બીજી પટરાણી દેવી કાલિંદી માનવામાં આવે છે. આ ભગવાન સૂર્ય દે…

રાધે ક્રિષ્નાની કલયુગ માં છે હયાતી

ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓમાં સૌથી સુંદર પ્રસંગ રાધા કૃષ્ણનું મિલન અને પ્રેમનો છે. શ્રીકૃષ્ણની લીલા એટલે પરમ કૃપાળુ પરમાત્માની લીલા, ધર્મને સ્થાપવા માટે, દુષ્ટનો નાશ કરવા, જગતમાં પ્રેમની નદી વહેતી રાખવા વિષ્ણુએ પૃથ્વી પર કૃષ્ણ અવતાર લીધો છે. નિર્મળ પ્રેમ એટલે રાધા-કૃષ્ણ જેવો પ્રેમ. રાધા કૃષ્ણનો પ્રેમ એટલે અમર આત્માનો પ્રેમ. રાધાને કાનાનો વિરહ રડાવે છે, છતાં નથી કહી શકતા કે નથી સહન કરી શકતાં. પ્રેમ નીત નવો વધતો જતો હોય આવા પ્રેમને રાધા-કૃષ્ણનાં પ્રેમ જેવો કહે છે. દ્વાપર યુગના આ પ્રેમને આજે પણ લોકો યાદ કરે છે. આ પ્રેમ અમર છે. આજે પણ આ પ્રેમની નિશાની વર્તમાન સમયમાં પણ જોવા મળે છે. વર્તમાન સમયમાં પણ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં રાધા-કૃષ્ણ આજે પણ મળે છે તેવી લોકવાયકાઓ જાણવા મળે છે. આજે આ લેખમાં તમે જાણી શકશો ભારતની એવી 10 જગ્યાઓ વિશે જ્યાં આજે પણ રાધા-કૃષ્ણ મળે છે.


ભંડીર વનઃ-

બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ અહીં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાની પહેલી અલૌકિક મુલાકાત થઇ હતી. એકવાર શ્રીકૃષ્ણને ખોળામાં લઇને વસુદેવજી અહીંથી પસાર થઇ રહ્યા હતાં. આ સમયે ત્યાં દેવી રાધા ત્યાં પ્રકટ થઈ અને બ્રહ્માજીને પુરોહિત (બ્રાહ્મણ…

૫૦૦૦ વર્ષ પછી પણ શ્રાપની સાબીતી

મહાભારત હિન્દુ ધર્મના સૌથી મોટા અને રસપ્રદ ગ્રંથોમાંનો એક છે. તેમાં એવા ઘણા રહસ્યો અને સત્યઘટનાઓ છે, જેનાથી હજુ પણ લોકો અજાણ છે. આજે, અમે તમને મહાભારતના 3 શાપ વિશે જણાવી રહ્યા છીએ, જેની અસર આજે પણ પૃથ્વી પર જોવા મળે છે. મહાભારતનાં 3 સૌથી મહત્વપૂર્ણ શાપ વિશે જાણો.પૃથ્વી પર કળિયુગના આગમનને કારણે શાપ-

મહાભારત યુદ્ધ પછી, જ્યારે પાંડવો સ્વર્ગ માટે પૃથ્વી છોડી ગયા, ત્યારે સમગ્ર રાજ્ય પરીિક્ષતની સોંપીને ગયા હતા. રાજા પરિક્ષીતના શાસન દરમ્યાન બધા લોકો ખુશ હતા. એક વખત રાજા જંગલમાં ગયા, ત્યાં તેણે શમિક નામના ઋષિને જોયા. તેઓ પોતાની તપશ્ચર્યામાં લીન હતા તેથી તેમણે મૌન વ્રત રાખ્યું હતું.  પરિક્ષીતે ઘણીવાર બોલાવ્યા છતાં ઋષિનું મૌન તોડા ન શક્યા. આથી પરિક્ષીત ગુસ્સે થયા, અને ઋષિનાં ગળામાં મૃત સાપને મૂકી ચાલ્યા ગયા.

 જ્યારે શમિક ઋષિના પુત્રને ખબર પડી, ત્યારે તેમણે રાજા પારિક્ષીતને શાપ આપ્યો કે આજથી 7 દિવસ પછી, રાજાનું સાપ કરડવાથી મૃત્યુ થશે. રાજા પરિક્ષીતના જીવતા, કળિયુગમાં એવી હિંમત નહોતી કે તે પ્રભુત્વ પામી શકે, પરંતુ તેમના મૃત્યુ પછી, કળિયુગ પૃથ્વી પર હાવી થઈ ગયો.

જેના કારણે સ્ત્રીઓ કોઈ રહસ્યો છુપ…