Skip to main content

Posts

Showing posts from March, 2018

યમલાર્જુન મોક્ષ (ભાગ-૧)

પરીક્ષિત રાજા પૂછે છે- હે મહારાજ ! એ નળકૂબર અને મણિગ્રીવને નારદજીએ શાપ દીધો તેનું કારણ કહો, એ લોકોએ કયું ભુંડું કામ કર્યું હતું ? અને નારદજીએ પોતે મહાવૈષ્ણવ થઇને કોપ શા માટે કર્યો ?

        શુકદેવજી કહે છે- રુદ્રનું અનુચરપણું મળવાથી બહુજ ગર્વ પામેલા એ બે કુબેરજીના પુત્રો છકેલા થઇને કૈલાસ પર્વતના સુંદર ઉપવનમાં ગંગાજીને કાંઠે ફરતા હતા. વારુણી નામની મદિરા પીવાને લીધે તેઓનાં નેત્રો મદથી ઘૂમતાં હતાં અને ફૂલવાડીમાં ફરતા હતા, ત્યાં તેઓની પાછળ સ્ત્રીઓ ગાતી આવતી હતી.

        કમળોના ઘણા વનવાળા ગંગાજીના પ્રવાહમાં પ્રવેશ કરીને હાથીઓ જેમ ક્રીડા કરે તેમ તેઓ જુવાન સ્ત્રીઓની સાથે ક્રીડા કરતા હતા.

          હે રાજા ! ત્યાં દૈવ ઇચ્છાથી દેર્વિષ નારદજી આવી ચડ્યા, તેઓને જોઇને આ બન્ને મદોન્મત્ત છે એમ જાણી ગયા.

         વસ્ત્ર વગરની સ્ત્રીઓએ નારદજીને જોઇને લાજ આવતાં તેમના શાપની બીકથી તુરત વસ્ત્ર પહેર્યાં, પણ નગ્ન ઊભેલા તે બે જણાએ પહેર્યાં નહીં.

        મદિરા પીવાથી મદોન્મત્ત બનેલા અને લક્ષ્મીના મદથી અંધ બનેલા એ બે દેવકુમારોને જોઇ તેઓના પર અનુગ્રહ કરવા સારુ શાપ દેવાનો નિશ્ચય કરીને નારદજી આ પ્રમાણે બોલ્યા.

 …

કૃષ્ણ અને વાંસળીઃ એક અલૌકિક પ્રેમની અદભૂત કથા

જે વાત કરવી છે કૃષ્ણ અને વાંસળી વચ્ચેના સંબંધની. કૃષ્ણને વાંસળી ખૂબ પ્રિય છે. ભગવાન કૃષ્ણ વાંસળીને પોતાનાથી ક્યારેય અલગ નહોતા કરતા. ક્યારેક કનૈયાના હાથમાં વાંસળી હોય અને ક્યારેક તેમના હોઠ પાસે હોય તો કોઈકવાર કમરમાં રાખેલી હોય. પણ આ વાંસળી અને કૃષ્ણના સંબંધની પાછળ એક પ્રસિદ્ધ વાર્તા છે.


દ્વાપર યુગની આ વાત છે. ભગવાન કૃષ્ણ વૃંદાવનના બગીચામાં ટહેલતા ટહેલતા દરેક વૃક્ષ પાસે જતા અને દરેક વૃક્ષને કહેતા કે હું તમને ખૂબ પ્રેમ કરૂં છું. વૃક્ષો ખૂશ થઈ જતા અને કૃષ્ણને કહેતા કે વ્હાલા અમે પણ તમને ખૂબ પ્રેમ કરીએ છીએ. એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ અચાનક દોડતા દોડતા બગીચામાં આવ્યા અને સીધાજ વાંસના વૃક્ષ પાસે ગયા. અચાનક શ્રી કૃષ્ણને આવેલા જોઈને વાંસના વૃક્ષને ખૂબ આશ્ચર્ય થયું. તેણે શ્રી કૃષ્ણને પૂછ્યું, “શું વાત છે કૃષ્ણ કે તમે આમ દોડતા મારી પાસે આવ્યા?” કૃષ્ણ બોલ્યા, “તને કહેતા બહુજ સંકોચ થાય છે.” વાંસે જવાબ આપ્યો, “પ્રભુ જો હું તમારા કામમાં કદાચ મદદરૂપ થઈ શકું તો હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનીશ.” વાંસનો લાગણી ભર્યો જવાબ સાંભળીને કૃષ્ણ લાગણીવશ થઈ ગયા અને તેમણે કહ્યું, “મને તારું જીવન જોઈએ છે. મારે તને …

કિષ્નાની ગોવર્ધનલીલા

શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધનો આ ચોવીસમો અધ્યાય અત્યંત મહત્વનો ગણાય છે. અહીં રૂઢિભંજક અને ક્રાંતિકારી શ્રી કૃષ્ણનાં દર્શન થાય છે. ગોવર્ધન પર્વતની પૂજા કરવાની અને પરંપરાથી ચાલી આવતી ઈન્દ્રપૂજાની અંધશ્રદ્ધામાંથી વ્રજવાસીઓને મુકત થવાની હાકલ કૃષ્ણે કરી.

        વ્રજમાં બળદેવની સાથે રહીને ભગવાન કૃષ્ણે જોયું કે ગોવાળિયાઓ તો ઈન્દ્રયાગ કરવા તત્પર થયા છે.

        ગોપબાળોને ઈન્દ્રયાગ કરતા જોઈને શ્રી કૃષ્ણે નંદરાયને પૂછ્યું, ‘આ શેનો ઉત્સવ ઊજવાય છે ? કયો યજ્ઞ કરાઈ રહ્યો છે ? એનું કયું ફળ મળશે ?’
        નંદરાયે કહ્યું, ‘હે લાલા, આપણા વ્રજની એક ચાલી આવતી પરંપરા છે, રૂઢિ છે, ક્રિયાકાંડ છે કે ઈન્દ્રનું પૂજન-અર્ચન અને ઈન્દ્રયાગ કરવાથી વરુણદેવ પ્રસન્ન થઈને વરસાદ વરસાવે છે. ઈન્દ્રની કૃપાથી જ વ્રજ હર્યુંભર્યું રહે છે તેથી પ્રતિવર્ષ ઈન્દ્રયાગ કરવામાં આવે છે.’

        નંદરાયનો મત જાણી સસ્મિત વદને કૃપાનિધાન શ્રી કૃષ્ણે કહ્યું, ‘હે બાબા, આ સંસારમાં જે કંઈ થાય છે તે સઘળું આપણાં કર્મોને આધિન છે અને નહીં કે કોઈ દેવની કૃપાથી થાય છે.

        કર્મ જ આપણો ગુરુ છે, કર્મની જ પૂજા કરો. ચાર વર્ણોની રચના પણ કર્મ કરવા માટ…

શ્રીમદ્દભગવદ્દ ગીતા વિષે રોચક તથ્યો જે તમને હજુ સુધી ખબર નહીં હોય…

શ્રીમદ્દભગવદ્દ ગીતા હિન્દુઓનો સૌથી પવિત્ર ગ્રંથમાંનો એક છે. આ ગ્રંથમાં જીવનનો સૂંપૂર્ણ સાર આપવામાં આવ્યો છે. આજે આપણે ગીતા વિષે એવી જાણકારી મેળવીશું કે તમને કામ લાગશે.
1. ગીતા મહાભારતમાં છંદોનો સૌથી મહત્વપૂર્ણ સંગ્રહ છે.
2. વિશ્વ હિન્દુ ભગવદ્દગીતાથી પરિચિત છે.
3. ગીતા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા યુધ્ધ અને જીવનનો અર્થ સમજાવવા માટે અર્જુનને આપવામાં આવેલા ઉપદેશની એક શ્રૃંખલા છે.
4. આ પાંડવ રાજકુમાર અર્જૂન અને ભગવાન શ્રીકૃષ્ણ વચ્ચેનો એક મહાકાવ્ય સંવાદ છે.
5. મહાભારત એ વાતનું સમર્થન કરે છે ભગવાન શ્રીકૃષ્ણએ 3137 ઇ. પૂ. કુરુક્ષેત્રના યુધ્ધના મેદાનમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. જ્યોતિષાના મતઅનુસારા 35 વર્ષ ચાલેલા આ યુધ્ધ બાદ કળિયુગનો જન્મ થયો હતો.
6. ભગવદ્દગીતામાં 18 અધ્યાય છે જેમાં 700 છંદ છે અને આ ત્રણ ભાગમાં વિભાજિત છે જેમાં પ્રત્યેક ભાગમાં 6-6 અધ્યાય છે.
7. ભગવદ્દગીતામાં 18 નંબરનો ઘણી જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 18 નંબરનો મતલબ સંસ્કૃતમાં જયા થાય છે. જેનો શાબ્દિક અર્થ બલિદાન થાય છે. 18 તહેવાર, ગીતામાં 18 અધ્યાય, જરાસંઘનું 18 વાર આક્રમણ, એવું કહેવામાં આવે છે કે પાંડવો પાસે 11 અક્ષૌહણી સેના હત…

જાણો,કૃષ્ણ પર કેમ આવ્યું હત્યા અને ચોરીનું આળ.?

સત્રાજિત યાદવ સૂર્યનો ભક્ત હતો અને સૂર્યદેવ તેના સ્વામી છતાં પણ પરમ મિત્ર થઇને રહ્યા હતા. સૂર્યે પ્રસન્ન થઇને તેને સ્યમંતક નામનો મણિ આપ્યો હતો. એક વખત એ મણિને ગળામાં બાંધી સૂર્યની પેઠે પ્રકાશિત તે સત્રાજિત દ્વારકામાં આવ્યો, ત્યાં તેજને લીધે તે ઓળખાયો નહીં. તેના તેજથી જેઓનાં નેત્રો અંજાઇ ગયાં, એવા લોકોએ દૂરથી તેને જોઇ, સૂર્યની શંકાથી ચોપાટ રમતા ભગવાનને તેમની સામે જઇને કહ્યું કે હે નારાયણ! સૂર્યદેવ તમારાં દર્શન કરવાને માટે આવે છે!! ત્રિલોકીમાં મોટા મોટા દેવતાઓ પણ આપના માર્ગને શોધે છે. હમણાં આપને યાદવોમાં ગૂઢ રીતે રહેલા જાણી, સૂર્યદેવ તમારું દર્શન કરવા આવે છે. આ પ્રમાણે અજાણ્યા માણસોનું બોલવું સાંભળી ભગવાને હસીને કહ્યું કે આ સૂર્યદેવ નથી, પણ મણિથી પ્રકાશી રહેલો સત્રાજિત છે. પછી સત્રાજિત યાદવે ઉત્સવને લીધે જેમાં મંગલ કાર્ય કર્યાં હતાં એવાં પોતાનાં ઘરમાં પ્રવેશ કરી પોતાના ઘરમાં રહેલ, દેવ મંદિરમાં બ્રાહ્મણોની પાસે તે મણિનું પ્રતિષ્ઠા વિધિથી સ્થાપન કરાવ્યું.
એ મણિ દિવસે દિવસે આઠભાર સોનું આપતો હતો. તેનું જ્યાં પૂજન થતું હોય ત્યાં દુર્ભિક્ષ, અકાળ મૃત્યુ, અકલ્યાણ, સર્પ, આધિ, વ્યાધિ કે બીજાં કોઇ …

જાણો,મહાપાપી અજામિલએ પોતાનો મોક્ષ કઈ રીતે કર્યો?

માનવનું કલ્યાણ કરનાર હરિનામ છે. દુ:ખ હરનાર પણ હરિ છે. હે પરીક્ષિત ! આ અજામિલની વાત તને કહું છું તે તું ધ્યાનથી સાંભળ. અજામિલ અઠ્યાસી વર્ષના બ્રાહ્મણ હતા.તેને એક દીકરો તેનું નામ નારાયણ. અજામિલનો અંતકાળ આવી લાગ્યો. તેની નાડી તૂટવા લાગી. અજામિલને દીકરો યાદ આવ્યો.
“નારાયણ-નારાયણ’- બોલતાં જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. યમરાજાએ કહ્યું,”આ પાપી બ્રાહ્મણ છે તેને નરકમાં નાખો.”
યમના દૂતો અજામિલના જીવને દોરડાથી બાંધવા આવ્યા. ભગવાનના પાર્ષદો જ્યારે વિમાન લઇ આવ્યા ત્યારે ભગવાને કહ્યું કે ચિત્રગુપ્તના ચોપડામાં અજામિલનું જીવન વૃત્તાંત કાઢો. ચોપડો ખોલ્યો, તેમાં લખ્યું હતું, અજામિલ વિદ્વાન બ્રાહ્મણ હતો. તેને પત્ની અને બાળકો હતાં. ચોવીસ વર્ષની વયે અજામિલ લાકડાં લેવા વનમાં ગયો, ત્યાં તેને એક અપ્સરા મળી. અપ્સરાએ અજામિલને પોતાની સાથે લગ્ન કરવા કહ્યું. અજામિલે હા પાડી. બન્નેએ લગ્ન કર્યાં. લોકો કહેવા લાગ્યા,” આ અજામિલ જાતે બ્રાહ્મણ-પરણેલો –ઘરે પત્ની –બાળકો હોવા છતાં કેમ પરણ્યો? તેને નાત બહાર મૂકો.”અપ્સરા કહે, “હું તમને પરણી છું, હું ક્યાં જાઉં?” અજામિલ અપ્સરા જોડે રહેવા લાગ્યો. અપ્સરાએ અજામિલને કહ્યું,”તમે વિદ…

જાણો, કૃષ્ણએ અર્જુનને શા માટે ભીષ્મ, દ્રોણ ,કર્ણને મારવામાં સાથ આપ્યો?

મહાભારત નું યુદ્ધ પુરું થયું
અને
ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યાં.
પટ્ટરાણી રુક્મિણી તેની પાસે આવ્યાં અને પૂછ્યું..
"હે માધવ, યુદ્ધમાં ગુરુ દ્રોણ અને ભીષ્મ પિતામહ જેવા જ્ઞાની, પુણ્યશાળી અને મહાન યોદ્ધાઓને દગાથી મારવામાં તમે કેમ સહભાગી બન્યાં ? એની મહાનતા ની કોઈ ગરિમા નહીં ? એની સારપ નું કોઈ મૂલ્ય નહીં ? આ પાપ તમે કેમ થવા દીધું ?"
પ્રથમ તો શ્રીકૃષ્ણ મૌન રહ્યાં અને ફક્ત સ્મિત આપ્યું.
પણ, રુક્મિણીએ લીધી વાત મૂકી નહીં અને ફરી ફરી આ જ પ્રશ્ન પૂછવા લાગ્યાં.
ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યાં :
'હે પ્રિયા, એ બન્ને ની મહાનતા અને સારપ વિશે કોઈ શંકા નથી પણ, એ બન્નેએ જીવનમાં ફક્ત એક જ એવું પાપ કર્યું હતું કે જેનાં કારણે એની આખી જીંદગીની તમામ સારપ અને પુણ્યકર્મો ધોવાય ગયાં..'
રુક્મિણી : કયું પાપ નાથ ?
શ્રીકૃષ્ણ : હે દેવી, એ બન્ને એ સભામાં ઉપસ્થિત હતાં કે જયાં દ્રૌપદીની લાજ લૂંટવાની કોશિશ થઈ..
એ બન્ને એ ઘટના રોકવા બધી જ રીતે સક્ષમ હતાં. પણ, એમણે મૂંગા રહીને જોયા કર્યું. જે સારાપણું એક નારીનું અપમાન થતું રોકી ન શકે તે શું કામનું ?
આ એક જ પાપ એ બન્નેની તમામ શ્રેષ્ઠતા ને ધોઈ નાખવા માટે પ…

વાહ,દોસ્તી હોય તો આવી.....

કૃષ્ણ-સુદામાની ભાઈબંધી ખૂબ જાણીતી છે.

        એક વખત તેઓ બંન્ને જણા જંગલમાં લાકડા કાપવા માટે ગયાં ત્યારે ત્યાં જબરજસ્ત તોફાન આવ્યુ. તે દરમિયાન તે બંન્ને છુટા પડી ગયાં.

        તે વખતે તેઓને સાંદિપની ઋષિની પત્નીએ ખાવા માટે ભાત આપ્યાં હતાં જે સુદામા પાસે હતાં અને તેઓને ખુબ જ ભુખ લાગી તો તેઓ બધા ભાત ખાઈ ગયાં.

        જ્યારે તોફાન શાંત થઈ ગયું ત્યારે તેઓ બંન્ને આશ્રમમાં પાછા ફર્યાં.

        ત્યાર બાદ કૃષ્ણને ખુબ જ ભુખ લાગી હતી તો તેમણે ગુરુમાતા પાસે જમવાનું માગ્યું, ગુરૂમાતાએ કહ્યું કે મેં તો તમારા બંને માટે ભાત આપ્યા હતા.

        જ્યારે તેમણે ખબર પડી કે સુદામા બધા ભાત ખાઈ ગયા તો તેમણે સુદામાને શ્રાપ આપ્યો કે કૃષ્ણના ભાગનું જમવાનું તુ ખાઈ ગયો છે તો તું હંમેશા દરિદ્ર જ રહીશ.

        સુદામાએ ગુરૂમાતા પાસે માફી માગી અને ખૂબ વિનતી કરી ત્યારે તેમણે કહ્યું કે જેને કારણે તને શ્રાપ મળ્યો છે તે જ તને તેમાંથી મુક્તિ અપાવશે.

        જ્યારે તેઓનું ભણવાનું પુરૂ થઈ ગયું ત્યાર બાદ તેઓ પોતપોતાના રસ્તે જતાં રહ્યાં.

        કૃષ્ણ ભગવાને રુકમણી સાથે લગ્ન કર્યા અને તેઓ દ્વારકાના રાજા બનીને ખુબ જ ખુશીથી પોતા…

રાધાના ક્રિષ્ના માટેનાં વિચાર -૨

હે કૃષ્ણ,
જીવનનો કેટલો બધો સમય મેં વેડફી નાખ્યો. તને મળવામાં બહુ સમય ગુમાવ્યો તેનું દુઃખ હંમેશા મારા હદયને પલ પલ કોરી ખાય છે. તું તો અણુએ અણુમાં બિરાજમાન છો. તું મારા જીવનની દરેક પળ પળમાં મારી સાથ જ છો. જયારે જયારે હું દુનિયાથી થાક્યો ત્યારે ત્યારે તે મારો હાથ થામ્યો. તું જ મારો તારણહાર, તું જ મારો સર્જનહાર, તું જ મારા જીવવનરૂપી રથનો સારથી.
હે કૃષ્ણ,
તારી દુનિયા દીવાને છે, પણ હું તો તારી જ દીવાની છું. મારો એક એક શ્વાસ તારા નામનું જ રટણ કરે છે. મારી સવાર પણ તારી સાથે અને મારી રાત પણ તારી સાથે મારી દુનિયા જ તું. મારા રગ રગ વહેતું એક એક કણ પણ તારા જ નામનું રટણ કરે છે. મારા મનમાં તું, મારી આસપાસ તું, મારી નજરમાં તું, ફૂલોની ક્યારીમાં તું, ચકલીઓની ચીં...ચીં... માં તું, ઉગતાં સુરજના કિરણોમાં તું, આથમતા સુર્યના ફેલાયેલા રંગમાં તું, મારી નજર જ્યાં પણ પડે સર્વસ્વ બસ તું....તું....તું...તું...તું...
હે કૃષ્ણ,
તારો પ્રેમ અજર અમર છે, જે હંમેશ મને તારામાં બાંધીને ઝકડી રાખે છે. સવારે ઉઠું તો તું મારી પાસે જ હોય છે. મારા દરેક કાર્યમાં તું અખંડ હોય છે, મારી પ્રિતમાં પણ તું છે તો મારા ગુસ્સામાં પણ તું …

ભગવાનની ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી.

ઈશ્વર ક્યારેક ક્યારેક એવાં કામ કરેછે કે માનવ તેની લીલાને સમજી શકતો નથી, શાસ્ત્રો, પંડિતો અને સંતોનાં મંતવ્ય પ્રમાણે ઈશ્વરની ઇચ્છા વિના એક પાંદડું પણ હલી શકતું નથી. સદાએ ભ્રમણ કરવાનો શ્રાપ બ્રહ્માજી દ્વારા મળ્યો હોવા છતાં કોઈ કારણસર નારદજી એક વખત સમાધિમાં બેસી ગયા. ઇન્દ્રને પણ શ્રાપ હતો કે તેને સદાએ પોતાનું ઇંન્દ્રાસન ઝુંટવાઇ જવાનો ડર રહેતો. જેવા નારદજી સમાધિમાં બેઠા કે ઇન્દ્રદેવ ગભરાયા, તેમણે કામદેવને નારદજીની તપસ્યા ભંગ કરવા મોકલ્યા, નારદજીની તપસ્યા તો ભંગ થઈ, પણ તેમણે કામદેવને ક્ષમા આપીને જવા દીધા. પણ મનમાં અભિમાન થયું કે મેં કામને જીત્યો, અને શંકર ભગવાને તો કામને બાળી નાખ્યો હતો, (જ્યારે કામદેવનાં પત્ની રતિ આક્રંદ કરવા લાગ્યાં ત્યારે ભગવાન વિષ્ણુએ રતિને વચન આપ્યું કે, કામદેવ અનેક જગ્યાએ સૂક્ષ્મ રૂપે વાસ કરશે, અને જ્યારે પ્રભુ કૃષ્ણ અવતાર ધારણ કરશે ત્યારે કામદેવ તેમના પુત્ર પ્રદ્યુમ્ન રૂપે પુનર્જીવિત થશે અને તમારું ફરીને મિલન થશે.) પણ મેં કામને જવા દીધો. અને પાછા આ ઘટના શિવજીને પણ પોતાની બડાઈ બતાવવા માટે વધારી ચડાવીને કહી અને વધારે ફુલાયા. ભગવાન પોતાના પ્રિય ભક્તનું અભિમાન રહેવા દે…

જાણો, શા માટે છે રાધે ક્રિષ્નાનો પ્રેમ અમર?

ત્રણે લોકોમાં રાધાજીની સ્તુતિ થતી જોઈને દેવર્ષિ નારદ ખીજાઈ ગયા. તેમની એક જ ફરિયાદ હતી કે પોતે કૃષ્ણને ખૂબ જ પ્રેમ કરે છે, તો પછી મારું નામ કોઈ કેમ નથી લેતું? દરેક ભક્ત ‘રાધે-રાધે’શા માટે કહે છે? તેઓ પોતાની આ વ્યથા લઈને શ્રીકૃષ્ણની પાસે પહોંચ્યા. નારદજીએ જોયું કે ભગવાન શ્રીકૃષ્ણ ભયંકર માથાના દુખાવાથી કણસી રહ્યા હતા. ભગવાનની આ પીડા દેવર્ષિથી ન જોઈ શકાઈ અને તેમણે પૂછયું, ‘ભગવાન! શું આ માથાના દુખાવાનો કોઈ ઉપચાર છે? મારા હૃદયના રક્તથી આ દુખાવો શાંત થઈ જાય તો હું મારું રક્ત દાન કરી શકું છું.’ આ સાંભળી શ્રીકૃષ્ણએ ઉત્તર આપ્યો, ‘નારદજી, મને કોઈના રક્તની જરૂર નથી, પરંતુ જો મારો કોઈ ભક્ત પોતાનું ચરણામૃત એટલે કે પોતાના પગ ધોઈને તે પાણી પીવડાવી દે તો મારો માથાનો દુખાવો શાંત થઈ શકે છે.’ નારદજી મનમાં વિચારવા લાગ્યા કે ભક્તનું ચરણામૃત, તે પણ ભગવાનના શ્રીમુખમાં. આમ કરનારને તો ઘોર નરક ભોગવવું પડશે. આ વાત જાણવા છતાં કોઈ નરક ભોગવવા શા માટે તૈયાર થાય?’ શ્રીકૃષ્ણએ નારજીને કહ્યું કે તેઓ રુક્મિણી પાસે જઈને આ બધી જ વાત કરે તો શક્ય છે કે રુક્મિણી પોતાનું ચરણામૃત આપવા તૈયાર થઈ જાય. નારદજી રુક્મિણી પાસે ગયા અને…

જાણો…પાંડવો અને કૌરવોના પૂર્વજોનો ઈતિહાસ

યમુનાના વહેણમાં એક નૌકા સરતી સરતી કિનારા તરફ જઈ રહી હતી. એ નૌકા ચલાવનારી શ્યામ આંખોવાળી (અસિતલોચના) મત્સ્યકન્યાનું નામ સત્યવતી હતું. એ માછીમારની પુત્રી હતી. સત્યવતીનું સૌંદર્ય અનુપમ હતું.પરંતુ એના શરીરમાંથી માછલીની ગંધ પ્રસરતી હતી. આ સત્યવતીની નાવમાં ઋષિ પરાશર બેઠા હતા. મહાભારત કાળમાં સ્ત્રીઓ આજીવિકા અર્થે કામ કરતી હતી. માછલીની ગંધ છતાં એ અનુપમ લાવણ્યમયી યુવતી પર પેલા મહામુનિ, જ્ઞાની, તપસ્વી એવા પરાશર મુનિ મોહી પડ્યા અને અત્યંત કામવશ બનેલા એ કહેવાતા ઋષિએ મધુર મધુર વાતો કરીને સત્યવતીને લલચાવી અને પોતાના વશ કરી લીધી. પોતે ના પાડશે તો ઋષિ શ્રાપ આપશે એવી બીકને લીધે સત્યવતી એ કહેવાતા ઋષિને ના ન પાડી શકી અને પરાશર મુનિ સાથે ચાલુ નાવે જ એકાકાર થઈ ગઈ. નાવ એક ટાપુ પર પહોંચી ત્યારે ઋષિએ સત્યવતીને કહ્યું કે- ‘મારા થકી પેદા થયેલા આ ગર્ભનું તું જતન કરજે અને તને ભવિષ્યમાં લગ્ન કરવામાં કોઇ જાતની તકલીફ ન પડે એ માટે તેં મારી સાથે સંબંધ કર્યો છે તે છતાં તું કૌમાર્યાવસ્થાને પ્રાપ્ત કરીશ અને તારા શરીરમાંથી આ જે માછલીની દુર્ગંધ આવે છે તેને હું દૂર કરી દઈને જીવનભર ટકે એવી અને દુર દુર સુધી ફેલાય એવી સુગંધન…

આજ રસીયો ખેલે ફાગ

આવ્યો આવ્યો ગોકુળનો ગીરધારી, એતો ખોબલીયે છાંટે ગુલાલ મારા વ્હાલા, આજ રસીયો ખેલે ફાગ હોળી...
લીધી હાથે કનક પિચકારી, વ્હાલો ચાલે ચટકતી ચાલ મારા વ્હાલા, આજ રસીયો ખેલે ફાગ હોળી...
રાધા જાતી'તી જમુના જળ ભરવા, વ્હાલે રંગ્યા છે રાધાજી ના ગાલ મારા વ્હાલા, આજ રસીયો ખેલે ફાગ હોળી...
ભિંજી ચોળી ને નવરંગ ચુંદડી, રંગ ઘેલો બન્યો છે ગોપાલ મારા વ્હાલા, આજ રસીયો ખેલે ફાગ હોળી...
રાધા વિનવે કાનની કર જોડી, મારો કેડો મેલો તમે નંદજીના લાલ મારા વ્હાલા, આજ રસીયો ખેલે ફાગ હોળી...
પ્રેમ પાછળ પાગળ છે શ્યામળો, એતો વૈષ્ણવના હૈયાનો હાર મારા વ્હાલા, આજ રસીયો ખેલે ફાગ હોળી...
વ્હાલા વલ્લભના સ્વામી ને વિનવુ, અમને દેજો વ્રજમા વાસ મારા વ્હાલા, આજ રસીયો ખેલે ફાગ હોળી...

રાધાના ક્રિષ્ના માટેનાં વિચાર-૧

હે કૃષ્ણ,
જીવનના સુપ્રભાતે ઉગતા સુર્યના સાંનિધ્યમાં એ તો નિશ્ચિત થઈ ગયું કે આપણે બન્ને એટલે કે તું અને હું બન્ને મૌનની એક જ સફરે એક સાથે નીકળીશું. તારા મૌનને હું વાંચી શકું છું, કોઈ ઉત્તર આપી શક્તિ નથી, તેથી જ આપણે આપણી યાત્રા કોઈ એવી જગ્યાએ કરીશું કે, જ્યાં ફક્ત તું અને હું ના કોઈ દિશા કે ના કોઈ દેશ કે ના કોઈ કિનારો ફક્ત નજર પહોચે ત્યાં સુધી ધૂધવતો સમુદ્ર, તારા સ્મિતરૂપી મૌનની ભાષા એજ મારું મધુર સંગીત. ફરી વિચારું છું કે, તું તો તારામાં લીન છો અને હું તો તારામાં સમાયેલ છું તો આપણે જ આપણી સફરે નીકળીશું.
હે કૃષ્ણ,
તને હું પુરા મનથી નમન કરું  છું. ભલે હું તને મારા મનથી નમન કરું પરંતુ તે સમયે મારી બધી ઈન્દ્રિયો ફક્ત તારા અને તારા જ વિચારો કરે, ફક્ત તારા અને તારા જ નામનું રટણ અને તને જ નમન કરે. જયારે હું તારા ચરણોને મારા હાથનો સ્પર્શ કરું છું ત્યારે હું જાણે પ્રકૃતિના એક એક કણમાં તારો સ્પર્શ પામું છે. મારા એક એક કાર્યમાં તું હરહંમેશ આશીર્વાદરૂપ મૌન બનીને હાજરી આપે છે તે તારી હાજરી જ મને હંમેશા તારી નજીક લાવે છે.કલ્પેશ ઉમરેટીયા