Skip to main content

રાધે ક્રિષ્નાની હોળીઓ ભાગ-૨

વૃંદાવન માં આવા જ એક વિધવા આશ્રમ માં રહેતી વિધવાઓએ થોડા વર્ષો પહેલા આ કુરિવાજ ને જાકારો આપીને હોળી ઉત્સવ ઉજવવાની શરૂઆત કરી.અહીંયા તમને રંગો સાથે આનંદિત ચહેરાઓ નો સંગમ જોવા મળશે.
4.બાકે-બિહારી મંદિરની હોળી

દિવસ: હોળી નો મુખ્ય દિવસ
સ્થળ : બાકે-બિહારી મંદિર


શ્રીકૃષ્ણ જન્મસ્થળ તરીકે પ્રખ્યાત બાકે-બિહારી મંદિર જે હોળી નું મુખ્ય આકર્ષણ છે ત્યાં હોળી ના દિવસે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.પૂજારીઓ દવારા ૯ વાગ્યા ને સુમારે મંદિર ના દ્વાર ખોલવામાં આવે છે અને લગભગ બપોરના ૧:૩૦ વાગ્યા સુધી રંગો નો આ ઉત્સવ ઉજવાવમાં આવે છે.અબીલ-ગુલાલ અને સુગંધિત પાણી વડે ભક્તો ને ભીંજવી ને ભગવાન ના આશિર્વાદ અપાવવામાં આવે છે.અહીંયા ખાસ ભીડ હોય છે,જો તમે ફોટોગ્રાફી કરવા માંગતા હોય તો વહેલા પહોંચી ને ઉપર બાલ્કની ની જગ્યા શોધી લેવી જરૂરી છે.
5.મથુરા માં હોળી યાત્રા
દિવસ : મથુરા માં હોળી ના મુખ્ય દિવસે
સ્થળ : વિશ્રામ ઘાટ થી શરુ

ઝાંખી સાથે હોળી યાત્રા- મથુરા
વૃંદાવન ના બાકે-બિહારી મંદિર માંથી નીકળીને બપોરે ૨ વાગ્યા ની આસ પાસ જો તમે મથુરા પહોચી જાઓ તો તમે વિશ્રામ ઘાટ થી શરૂ થતી હોળી યાત્રા નો અકલ્પનિય આનંદ માણી શકશો.આ શોભાયાત્રા માં સુંદર ઝાંખીઓનો નજારો જોવાલાયક હોય છે.વિશ્રામ ઘાટ થી લઇ હોળી ગેટ સુધી ચાલતી આ શોભાયાત્રા તમને રંગીન તેમજ જોશ અને આનંદ થી તરબોળ કરી મુકે તો નવાઈ નહીં.
ધીમે ધીમે રંગ અને રાગ ની છોળો વચ્ચે આગળ વધતા આ શોભાયાત્રા દસ થી વધારે ઝાંખી ઓ સાથે હોળી ગેટ પર પુર્ણાહુતી પામે છે.અહીંયા સાંજના ૬ વાગ્યા ના સુમારે હોલિકા દહન નો કાર્યક્રમ ગોઠવવા માં આવે છે.જેમાં હોલિકાના પ્રતીકરૂપી પૂતળાનું દહન કરવામાં આવે છે.
આ સમયે વિશ્રામ ઘાટ પાર સ્ત્રીઓ દ્વારા થતી પૂજા પણ જોવાલાયક હોય છે.સાંજના સમયે તમે લોકલ માર્કેટ માં પણ લટાર મારી શકો છો ને પેઠા,શ્રીજી ચાટ જેવી બ્રાજવાસી વાનગીઓ નો સ્વાદ માણી શકો છો.
6.મથુરા માં ધુળેટી ની ઉજવણી
દિવસ : ધુળેટી ના દિવસે (તહેવાર નો મુખ્ય દિવસ)
સ્થળ : દ્વારિકાધીશ મંદિર મથુરા
સમય : સવાર ના ૮ -૯ વાગ્યાથી જવું જો તમે આગળ સ્થાન મેળવવા માંગતા હોય
ધુળેટી ના દિવસે મથુરા ના પ્રખ્યાત દ્વારિકાધીશ મંદિર માં થતી ઉજવણી જોરશોર થી થાય છે જ્યાં દરેક પ્રવાસી અને સ્થાનિક લોકો ભાગ લેતા જોવા મળે છે.આમ તો બાકે-બિહારી મંદિર ની જેમ અહીંયા પણ પૂજારીઓ દ્વારા ભક્તસમુદાય પાર રંગો ની વર્ષા કારી ને કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવે છે,પરંતુ અહીંયા મંદિર પરીશર સુંદર અને સરળ જણાય છે ઉપરાંત ભીડ પણ છૂટી છવાય જોવા મળે છે.બપોર સુધી ચાલતી આ ઉજવણી તમને રંગ અને અધ્યાત્મ નો અનોખો અનુભવ કરાવશે,જે કદાચ તમારો આજસુધી નો તમારો હોળી નો સર્વશ્રેષ્ઠ અનુભવ હશે.
અહીંયા ખાસ તમે તમારા ઈલેટ્રોનિક સાધનો નો ખાસ ખ્યાલ રાખશો તથા તમારા કપડાં આ ઉત્સવ પછી પહેરવા લાયક નહીં રહે તે ધ્યાન માં રાખજો.ભીડભાડ માં થતી ખેંચા ખેંચી માં આપના કપડાં ફાટવાનો પણ ભય રહે છે તો જો મારું માનો તો ફક્ત એક કપડું ના પહેરવું.બાકી તો પ્રભુ ઈચ્છા..
વિશ્રામ ઘાટ પર ભાંગ ની મજા
જો તમે વહેલી સવારે ૭ વાગ્યે ઉઠી શકો તો તમે વિશ્રામ ઘાટ પર પુજારીઓ દ્વારા જયારે ભાંગ બનાવવા માં આવે છે ત્યાર ની અનોખી ક્ષણોનો લાભ પણ ઉઠાવી શકો છો(કદાચ મારે કહેવાની જરુર નથી લાગતી કે એ લાભ કેમ ઉઠાવવો)..
7.હુરંગા – દાઊજી (બલરામ) મંદિર ઉત્સવ
દિવસ: ધૂળેટી નો પછીનો દિવસ
સ્થળ : બલરામ મંદિર (દાઉજી મંદિર મથુરાથી ૩૦ કી.મી દુર)
કેવી રીતે પહોચવું: મથુરાથી કેબ,ટેક્ષી,બસ  વગેરે મળી રહે છે.


જાણે એ માહોલ માં સમય પણ એક વાર રંગીન બની જાય છે જયારે ધૂળેટી ના પછી ના દિવસે મથુરાથી ૩૦ કી.મી. દુર બલરામ મંદિર ના પટાંગણ માં મહિલાઓ દ્વારા આક્રમક રીતે પુરુષો પર પ્રહાર કરી,તેમના વસ્ત્રો ને ફાડી ને હોળી ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.અહિયાં આ સૌથી પ્રિય ત્યોહાર છે જે ૫૦૦ વર્ષ પહેલા મંદિર ની સ્થાપના કરનાર પરિવાર ની મહિલાઓ દ્વારા ઉજવાવની શરૂઆત થઇ.આજે પણ એ પરિવાર ના ૩૦૦૦ જેટલા સદસ્યો બાજુ ના ગામ તથા દુનીયાની  દરેક જગ્યાએથી અહિયાં આ ઉત્સવ માં ભાગ લેવા ઉપસ્થીત રહે છે.સવારે થી બપોર સુધી ચાલતા આ ત્યોહાર માં દરેક લોકો ને જોરદાર મજા પડે છે.
આ ઉપરાંત ની મજા જે ના ભૂલવી …
ભાંગ જે અહિયાં લીગલ છે જેને ઠંડાઈ કહેવાય છે (કેશર મિશ્રિત દૂધ વડે બનાવાય છે) તેમજ કચોરી,ચાટ પૂરી,પાણી પૂરી,બ્રજ્વાસી વાળા ની કેટલીયે વાનગીઓ જે તમરા પેટને પણ મજા કરાવી દેશે.આ બધા માટે ફરી એકવાર પોસ્ટ મુકીશ પણ એ પછી..અત્યારે આટલુજ.  
તો,બસ થઇ જાઓ તૈયાર ત્યોહારો ની રખડપંથી માટે, હોળી માં સાવ ઘરે બેસી રહેવા કરતા ચાલો જરા રખડીએ…કદાચ આ તમારા જીવનની શાનદાર ને યાદગાર હોળી બની રહેશે.

Comments

Popular posts from this blog

કણ કણમાં કૃષ્ણ....

જય શ્રી રાધે કૃષ્ણ,
શુભ સવાર,
પૃથ્વીના કણકણમાં કૃષ્ણ સમાયેલ છે. પૃથ્વીની એક એક રજમાં તેનો અંશ સમાયેલ છે. જેવી રીતે વ્રજની ગોપીઓ, ગાયો, વાછરડાંઓ, બાલગોપાલ બધાં કૃષ્ણને એક નજર પામીને સુખની અનુભુતીનો અનુભવ કરતાં. પરંતુ મનમાં ઊંડે ઊંડે એક દુઃખ ડોક્યા કરતું. ગોપીઓ હંમેશા વિચારતી કે કૃષ્ણને અમે અમારી હાથે બનાવી જાત જાતના પકવાન ખવરાવીએ, અમારી જાતે માખણ ખવરાવીએ, હર હંમેશ અમારી સાથે જ રહે, તેને ખુબ વહાલ વરસાવીએ. ગાયો પણ મનમાં વિચાર કરતી કે કૃષ્ણ અમારા વાછરડાં સ્વરૂપે દર્શન આપે તો અમારું જીવન ધન્ય ધન્ય થઈ જાય. ઉપરોક્ત દરેક ઈચ્છાઓ કૃષ્ણભક્ત અને તે પણ પુર્ણ પણે પવિત્ર હોય જેમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નહી, કોઈપણ પ્રકારની લૌકિક ભાવનાનો અંશ માત્ર ના હોવો જોઈએ તો ભગવાન તે ભક્તની દરેક ઈચ્છા પુરી કરે છે. કૃષ્ણ ગાયો-વાછરડાંઓને અને બાલગોપાલ સાથે ગાયો ચરાવવા વૃંદાવનમાં ગયા. બ્રહ્માજીએ વાછરડાં અને બાલગોપાલને ઉપાડી ગયા. સંધ્યા સમયે ઘર જતાં જેટલા બાલગોપાલ અને વાછરડાંઓ દેખાતાં ન હતાં એટલા સ્વરૂપે કૃષ્ણ દરેક ગાયોના વાછરડાં અને બાલગોપાલના સ્વરૂપે હાજર થયા. ગોપીઓ અને ગાયોની કૃષ્ણભાવના શુધ્ધ અને પવિત્ર તેમજ પુર…

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૮

રાધા:હું પ્રાથના કરીશ કે તને જોઈ એ બધું જ પરમાત્મા આપે. ચાલ હવે હું જાઉં અને તારે પણ જવાનું હશે બધા તારી રાહ જોતા હશે.ફરી મળીશું ક્યારેક આવતા જનમમાં…..(અત્યારે રાધાના ચહેરા પર એક વ્યંગાત્મક હાસ્ય હતું કદાચ એ એના નસીબ પર, એના ભાગ્ય પર હસતી હશે.)

આટલું કહીં રાધા નીચું જોઈ ને ચાલવા લાગી એના ચહેરા અને ચાલમાં મક્કમતા હતી અને એક અદભૂત શાંતિ જણાતી હતી કદાચ એને સમયની ચાલ ને સ્વીકારી લીધી હતી એટલા માટે.એને એક વાર પણ પાછું વળીને નહતું જોયું. પરંતુ કૃષ્ણ નું મન હજુ અશાંત હતું એના મનમાં નવા  ઉદ્વેગોએ જન્મ લીધો હતો. એને પૂછવું હતું રાધાને કે “છેલ્લી વાર મને વળાવા નહી આવે?”  પરંતુ એનું મન સાહસ ના કરી શક્યું. રાધાએ હવે થોડું ગણું અંતર કાપી લીધું હતું પણ એ સ્પસ્ટ જોઈ શકાતી હતી કૃષ્ણ એક પલકારો પણ નહતો મારતો કદાચ એને જતી રાધાને મન ભરીને જોવી લેવી હતી છેલ્લી વાર. થોડી વાર પછી રાધા અસ્પસ્ટ થઇ હવે થોડીક જ નજીક માં એક વળાંક હતો ત્યાંથી એ વળી જવાની હતી,કૃષ્ણને હવે એને આપેલા ભોગ ની કિંમત સમજાઈ હતી એને મન થયું કે એ દોડી ને રાધાને રોકી લે પરંતુ ખબર નહી કેમ એના પગ ઉપડ્યા જ નઈ. શું હતું એનું કારણ?………

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૭

કૃષ્ણ રાધાની આંખો માં જોઈ ના શક્યા, એમણે પોતાની આંખો નીચી કરી લીધી કદાચ એ જવાબ શોધતા હશે. થોડી વાર પછી એમને રાધા સામે ભીખ માંગતા હોય એમ આજીજીવળી નજરોથી રાધા તરફ ફરીથી જોયું.

<script async src="//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script> <script> (adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-6566520096856573", enable_page_level_ads: true }); </script>
રાધા: રહેવા દે કાના નઈ મળે તને આ પ્રશ્નોના જવાબ અને મારે માગીને તને ક્ષોભમાં પણ નથી મુકવો. જા કાના તું જા અને કરીલે તારી ઇચ્છાઓ પૂરી અને હા મારી ચિંતા ના કરતો હું જીવી લઈશ તારા વગર તારી યાદોમાં.હું રડીશ નહિ કાના(રાધા એ આંસુઓ લૂછતાં કહ્યું) કારણ કે મેં પ્રેમ કર્યો છે તને સાચા દિલથી અને પ્રેમ કોઈ દિવસ દુ:ખી ના કરે. મેં તારી જોડે ગાળેલી એ યમુનાના કાંઠેની સવારો, તારા બાહુપાશ માં ગાળેલી એ સાંજો અને રાસ રમતા ગાળેલી એ રાતો પુરતી છે આ જીવન ગાળવા. તારી સાથેની પ્રત્યેક ક્ષણ મારી માટે જીવન હતી અને છે કાના. પરંતુ એટલું યાદ રાખજે કાના આ મારુ બલિ…