Skip to main content

આટલુ કરવાથી કાયમી રહેશો સુખી...

1. "કેમછો” કહેવાની પહેલ દર વખતેઆપણે જ કરવી જોઇએ...

2.શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો, પછી ભલે તે વંચાય કે ન વંચાય...

3. કોઇએ લંબાવેલો(દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં...

4. બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો...

5. આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો...

6. કોઇને પણ આપણી અંગત વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો...

7. *કોઈને મહેણું ક્યારેય ન મારો...*

8. એક વિદેશી ભાષા શીખી લેવી સારી...

9. કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશોનહીં, શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય...

10. ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે છે, ઉધારી કરવા માટે નહીં...

11. રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખો...

12. નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો...

13. *દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ...*

14. દરેક વ્યકિતને બીજી તક આપો, ત્રીજી નહીં...

15. ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો...

16. સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું...

17. જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં...

18. જેને તમે ખુબ જ ચાહતા હો તેની સતત કાળજી લેતા રહો...

19. *તમને ન પોષાય તો પણ વારંવાર કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો...*

20. *કોઇપણ કોર્ટ કેસથી હજારો જોજન દૂર રહો...*

21.ગોસિપ, નિંદા, જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો...

22. જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં...

23. રવિવારે પણ થોડું કામ કરવાનું રાખો...

24. *પત્તા રમીને સમય વેડફો નહીં. નહિતર સમય તમને વેડફી નાખશે...*

25. રસોડામાં ધોયા વિનાના વાસણો મૂકીને રાત્રે ઊંધી જવું નહીં...

26. લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો...

27. *અફસોસ કર્યા વિનાનું જીવન જીવો...*

28. ક્યારેક હારવાની પણ તૈયારી રાખો પણ જીતવા માટે હમેશા પ્રયાસ કરો...

29. મા-બાપ, પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો...

30. ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિ ભર્યા અવાજે વાત કરો...

31. વાતચિતમાં શબ્દો વાપરતી વખતે કાળજી રાખો...

32. બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો...

33. બીજાની બુધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં...

34. દિવસની શરુઆત કરો ત્યારે હમેશા નીચેના ૫ વાક્યો બોલો...
1. *I am the BEST*
2. *I can do it*
3. *GOD is always with me*
4. *I am a WINNER*
5. *Today is my DAY*

35. *ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો...*

36. *તમારી ઓફિસે કે ઘરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો...*

37. મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે...

38. *ગંભીર બિમારીમાં ઓછામાંઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો...*

39. શારીરિક ચુસ્તી કોઇપણ હિસાબે જાળવો...

40. બચત કરવાની શિસ્ત પાળો...

41. *જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા ના કરો...*

42. ઉત્સાહી અને વિધેયાત્મકવિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્નકરો...

43. *સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેેને ઉષ્મા પૂર્ણ ભેટવાનું ભૂલશો નહીં...*

44. કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં...

45. ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં...

46. ધરમાં એક સારો જોડણીકોશ વસાવો...

47. વરસાદ પડતો હોય ત્યારે ગાડીની હેડલાઇટ ચાલુ રાખો...

48. ઘર પોષાય એટલી કિંમતનું જ લેવું...

49. બૂટ હંમેશા પોલિશ્ડ રાખવા...

50. મારામારી થાય તો પહેલો મુક્કો આપણે જમારવાનો અને જોરદાર મારવાનો...

51. ભાષણ આપતાં પહેલાં ભોજનકરવું નહીં...

52. મત તો આપવો જ...

53. સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ(વાજિંત્રમા વ્હીસલનો સમાવેશ થતો નથી)...

54. *જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો...*

55. જિંદગી ખુશી ખુશી થી જીવો, પ્રેમથી જીવો, *ગરીબ ની સેવા કરો...* ઈશ્વર રાજી થશે...🙏🙏🙏🙏🙏

Comments

Popular posts from this blog

કણ કણમાં કૃષ્ણ....

જય શ્રી રાધે કૃષ્ણ,
શુભ સવાર,
પૃથ્વીના કણકણમાં કૃષ્ણ સમાયેલ છે. પૃથ્વીની એક એક રજમાં તેનો અંશ સમાયેલ છે. જેવી રીતે વ્રજની ગોપીઓ, ગાયો, વાછરડાંઓ, બાલગોપાલ બધાં કૃષ્ણને એક નજર પામીને સુખની અનુભુતીનો અનુભવ કરતાં. પરંતુ મનમાં ઊંડે ઊંડે એક દુઃખ ડોક્યા કરતું. ગોપીઓ હંમેશા વિચારતી કે કૃષ્ણને અમે અમારી હાથે બનાવી જાત જાતના પકવાન ખવરાવીએ, અમારી જાતે માખણ ખવરાવીએ, હર હંમેશ અમારી સાથે જ રહે, તેને ખુબ વહાલ વરસાવીએ. ગાયો પણ મનમાં વિચાર કરતી કે કૃષ્ણ અમારા વાછરડાં સ્વરૂપે દર્શન આપે તો અમારું જીવન ધન્ય ધન્ય થઈ જાય. ઉપરોક્ત દરેક ઈચ્છાઓ કૃષ્ણભક્ત અને તે પણ પુર્ણ પણે પવિત્ર હોય જેમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નહી, કોઈપણ પ્રકારની લૌકિક ભાવનાનો અંશ માત્ર ના હોવો જોઈએ તો ભગવાન તે ભક્તની દરેક ઈચ્છા પુરી કરે છે. કૃષ્ણ ગાયો-વાછરડાંઓને અને બાલગોપાલ સાથે ગાયો ચરાવવા વૃંદાવનમાં ગયા. બ્રહ્માજીએ વાછરડાં અને બાલગોપાલને ઉપાડી ગયા. સંધ્યા સમયે ઘર જતાં જેટલા બાલગોપાલ અને વાછરડાંઓ દેખાતાં ન હતાં એટલા સ્વરૂપે કૃષ્ણ દરેક ગાયોના વાછરડાં અને બાલગોપાલના સ્વરૂપે હાજર થયા. ગોપીઓ અને ગાયોની કૃષ્ણભાવના શુધ્ધ અને પવિત્ર તેમજ પુર…

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૮

રાધા:હું પ્રાથના કરીશ કે તને જોઈ એ બધું જ પરમાત્મા આપે. ચાલ હવે હું જાઉં અને તારે પણ જવાનું હશે બધા તારી રાહ જોતા હશે.ફરી મળીશું ક્યારેક આવતા જનમમાં…..(અત્યારે રાધાના ચહેરા પર એક વ્યંગાત્મક હાસ્ય હતું કદાચ એ એના નસીબ પર, એના ભાગ્ય પર હસતી હશે.)

આટલું કહીં રાધા નીચું જોઈ ને ચાલવા લાગી એના ચહેરા અને ચાલમાં મક્કમતા હતી અને એક અદભૂત શાંતિ જણાતી હતી કદાચ એને સમયની ચાલ ને સ્વીકારી લીધી હતી એટલા માટે.એને એક વાર પણ પાછું વળીને નહતું જોયું. પરંતુ કૃષ્ણ નું મન હજુ અશાંત હતું એના મનમાં નવા  ઉદ્વેગોએ જન્મ લીધો હતો. એને પૂછવું હતું રાધાને કે “છેલ્લી વાર મને વળાવા નહી આવે?”  પરંતુ એનું મન સાહસ ના કરી શક્યું. રાધાએ હવે થોડું ગણું અંતર કાપી લીધું હતું પણ એ સ્પસ્ટ જોઈ શકાતી હતી કૃષ્ણ એક પલકારો પણ નહતો મારતો કદાચ એને જતી રાધાને મન ભરીને જોવી લેવી હતી છેલ્લી વાર. થોડી વાર પછી રાધા અસ્પસ્ટ થઇ હવે થોડીક જ નજીક માં એક વળાંક હતો ત્યાંથી એ વળી જવાની હતી,કૃષ્ણને હવે એને આપેલા ભોગ ની કિંમત સમજાઈ હતી એને મન થયું કે એ દોડી ને રાધાને રોકી લે પરંતુ ખબર નહી કેમ એના પગ ઉપડ્યા જ નઈ. શું હતું એનું કારણ?………

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૭

કૃષ્ણ રાધાની આંખો માં જોઈ ના શક્યા, એમણે પોતાની આંખો નીચી કરી લીધી કદાચ એ જવાબ શોધતા હશે. થોડી વાર પછી એમને રાધા સામે ભીખ માંગતા હોય એમ આજીજીવળી નજરોથી રાધા તરફ ફરીથી જોયું.

<script async src="//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script> <script> (adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-6566520096856573", enable_page_level_ads: true }); </script>
રાધા: રહેવા દે કાના નઈ મળે તને આ પ્રશ્નોના જવાબ અને મારે માગીને તને ક્ષોભમાં પણ નથી મુકવો. જા કાના તું જા અને કરીલે તારી ઇચ્છાઓ પૂરી અને હા મારી ચિંતા ના કરતો હું જીવી લઈશ તારા વગર તારી યાદોમાં.હું રડીશ નહિ કાના(રાધા એ આંસુઓ લૂછતાં કહ્યું) કારણ કે મેં પ્રેમ કર્યો છે તને સાચા દિલથી અને પ્રેમ કોઈ દિવસ દુ:ખી ના કરે. મેં તારી જોડે ગાળેલી એ યમુનાના કાંઠેની સવારો, તારા બાહુપાશ માં ગાળેલી એ સાંજો અને રાસ રમતા ગાળેલી એ રાતો પુરતી છે આ જીવન ગાળવા. તારી સાથેની પ્રત્યેક ક્ષણ મારી માટે જીવન હતી અને છે કાના. પરંતુ એટલું યાદ રાખજે કાના આ મારુ બલિ…