Skip to main content

લક્ષ્મીજી ને આવ્યું અભિમાન......



એકવખત લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુ ફરવા માટે નીકળ્યા. બંને પોતપોતાના કામમાં ખુબ જ વ્યસ્ત હોવાથી ઘણા સમય પછી બંનેને એકબીજા સાથે સમય વિતાવવાની તક મળી હતી.

ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને પોતાના કાર્યનો અહેવાલ આપી રહ્યા હતા.

બધી વાત સાંભળ્યા પછી થોડા અભિમાન સાથે લક્ષ્મીજીએ ભગવાનને કહ્યુ," પ્રભુ, આપ જે કંઇપણ વાત કરો છો તે બધુ બરાબર છે પણ આ જગતમાં લોકોને મારી જરુર છે તમારી નહી.

દુનિયામાં તમારા વગર ચાલે પણ મારા વગર ન ચાલે." ભગવાને જોયુ કે લક્ષ્મીજીને અભિમાન આવ્યુ છે એટલે એમણે કહ્યુ," દેવી મને સાબિત કરીને બતાવો કે બધાને તમારી જરુર છે પણ મારી નહી."

લક્ષ્મીજી ભગવાનને પોતાની સાથે લઇને એક નગરમાં ગયા. કોઇ માણસનું અવસાન થયેલુ હશે આથી તેની સ્મશાનયાત્રા નીકળી હતી.

લોકો ભગવાનનું નામ લઇ રહ્યા હતા.લક્ષ્મીજીએ કહ્યુ," પ્રભુ, જુઓ આ બધા તમારુ નામ લઇ રહ્યા છે અને હવે મારા પ્રભાવમાં તમારુ નામ ક્યાં ઉડી જાય છે એ જોજો."

આટલું કહીને લક્ષ્મીજીએ સોનામહોરનો વરસાદ ચાલુ કર્યો. બધા લોકો સ્મશાનયાત્રા ભૂલીને સોનામહોર ભેગી કરવા લાગ્યા.

લક્ષ્મીજીએ હસતા હસતા કહ્યુ," બોલો પ્રભુ, હવે કંઇ કહેવું છે?" ભગવાને કહ્યુ, " દેવી મારે એક જ સવાલ પુછવો છે આ બધા માણસો તમારી પાછળ દોડ્યા પણ નનામીમાં બાંધેલો કેમ ઉભો ન થયો?"

લક્ષ્મીજી કહે," પ્રભુ, આપ પણ ખરા છો, એ તો હવે મૃત્યુ પામ્યો છે એને હવે મારી શું જરુર"

ભગવાન ખડખડાટ હસી પડ્યા અને પછી બોલ્યા," દેવી હું જીવ પ્રાણી માત્રનો પ્રાણ છું. જો હું જ જતો રહું તો તમારુ કોઇ જ મૂલ્ય નથી."

મિત્રો, લક્ષ્મીજી સુવિધા છે અને ભગવાન શ્વાસ છે. શ્વાસ ચાલતા હોય ત્યારે સુવિધા ઉપયોગી થાય પણ શ્વાસ જ ન હોય તો સુવિધાને શું કરવાની ?

Comments

Popular posts from this blog

ક્રિષ્નાની પટરાણીઓ

ભગવાન શ્રીકૃષ્ણ વિશે એવું કહેવામાં આવે છે કે, તેમની સોળ હજાર એક સો આઠ પત્નીઓ હતી. કારણ એ છે કે, નરકાસુરની કેદમાં હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણે મુક્ત કરાવી ત્યારે બધી જ રાજકુમારીઓએ શ્રીકૃષ્ણને પોતાના પતિ માની લીધા અને શ્રીકૃષ્ણે પણ તે રાજકુમારીઓને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. આ માટે જ કૃષ્ણની પત્નીઓની સંખ્યા હજારોમાં છે. પરંતુ તેમની મુખ્ય રાણી આઠ હતી જે પટરાણી તરીકે ઓળખાતી હતી. આ આઠેય રાણીઓની અનોખી કહાણી છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શ્રીકૃષ્ણની આઠેય પટરાણીઓ વિશેની અનોખી વાત. રુકમણીઃ- દેવી રાધા ભગવાન શ્રીકૃષ્ણની પ્રેયસી બની રહી પરંતુ શ્રીકૃષ્ણની પ્રમુખ પટરાણીના સ્વરૂપમાં સૌથી પહેલાં રુકમણીનું નામ લેવામાં આવે છે. આ રાજકુમારી વિદર્ભ દેશની રાજકુમારી હતી અને મનમાંને મનમાં જ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માની ચૂકી હતી. પરંતુ તેમના ભાઈ રુકમી તેમના વિવાહ ચેદી નરેશ શિશુપાલ સાથે કરવા માંગતા હતા. આ માટે રુકમણિના પ્રેમ પત્રને વાંચીને શ્રીકૃષ્ણે રુકમણીનું હરણ કરી લીઘું અને તેમની સાથે વિવાહ કરી લીધા. કાલિંદીઃ- ભગવાન શ્રીકૃષ્ણની બીજી પટરાણી દેવી કાલિંદી માનવા...

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૧

( *અહીં જે રાધા અને કૃષ્ણની વાત કરી છે એ કઈ કોઈ પરમેશ્વરની કે ચારેય ભુવનના સ્વામીની નહી પરંતુ એક મહત્વકાંક્ષી યુવાન અને એક એવી છોકરીની કે જે એ યુવાનના પ્રેમ ને જ પોતાનું સર્વર્સ્વ માને છે, એની માટે જીવન નો પાર્યાય એનો પ્રેમ છે. એવા યુગલ ના છેલ્લા સંવાદ, છેલ્લા પ્રયત્ન અને છેલ્લી યાદ ની વાત છે.) રાધા કૃષ્ણના ગોકુળ છોડવાના સમાચાર સાંભળી ને યમુના કિનારે કદંબના વૃક્ષ નીચે મોં પર ગુસ્સોને મનમાં પારાવાર દુ:ખ લઇને બેઠી છે અને વિચારે છે ક્યારે કાનો આવે અને એને લડીને એના ગળે મળીને મન ભરીને રડીલે.અને ત્યાંજ કૃષ્ણ રાધા રાધાની બુમો પડતો આવી પહોંચે છે. કૃષ્ણ: રાધા! મને ખબર જ હતી તું અહીં જ મળીશ મને. આમેય ગામ નો ઉતાર ભાગોળે જ મળે. ખરું કે નઈ? (કૃષ્ણ એ એના એ જ મજાકિયા અંદાજ માં રાધાના મન ની વાત અને પરિસ્થિતિ જાણતો હોવા છતા કીધુ.) રાધા: હા અમે ઉતાર ને તું? મોટો રાજા નઈ? તો શું કામ આવ્યો છે આ ઉતાર પાસે બુમો પાડતો?(રાધા એ બીજી તરફ મો ફેરવી ને ઉત્તર આપ્યો)

કૃષ્ણ તારા સ્વપ્નમાં

હે કૃષ્ણ, તારા સ્વપ્નમાં, તારા સ્વપ્નમાં હોવું એટલે શું? તારી હાજરી ન હોવા છતાં તારી હયાતી ની મુલાકાત, એક એવી મુલાકાત કે જેમાં નથી સમાજનો ડર કે નથી કોઇ પરવા, જ્યારે સમાજના બંધનોને કારણે હું તને નથી મળી શકતી ત્યારે હું તને સ્વપ્નમાં રૂબરૂ થાવ છું. જ્યારે હું તને વિચાર કરતી કરતી તારામય થાઉં છું ત્યારે ત્યારે હું તને મારી પાસે પામું છું. લોકો કહે છેકે સ્વપ્નો જોવા માટે શાંતિ જરૂરી છે. જ્યારે મારો શાંતિનો સ્ત્રોત જ તું છે. મને શાંતિ અર્પે છે ત્યારે ત્યારે જ મને તારી સ્વપ્નમાં મુલાકાત થાય છે. અજીબ વાત છે ને તારી મુલાકાત કરવા માટે પણ તારી ઈચ્છા જોઈએ છે.જેમ ચકોરી ચંદ્રને કોઈ પણ ઇચ્છા કે પામવાની અપેક્ષા વગર ચાહે છે તેમ હું તને ઝંખું છું, કદાચ એ જ મારી ઝંખના મારો પ્રેમ છે.જેમ હું તને સ્વપ્નમાં ઝંખું છું એવી જ રીતે જાગ્રત અવસ્થામાં પણ ઝંખું એવી જ મારી મનથી તને પ્રાર્થના છે. અને જેમ તને અત્યારે ચાહું છું એવું હરજનમ તને ચાહું ચકોરી ની જેમ એવી મારી અપેક્ષા છે. ©કોપીરાઈટ આરક્ષિત <script data-ad-client="ca-pub-6566520096856573" async src="https://pagead2.goo...