Skip to main content

Posts

Showing posts from June, 2018

આ કક્કો જો આવડી જાય તો જીવનમાં કોઈ તકલીફ ન આવે....

*.* *ક* - કંચન, કામિની ને કાયા          એ ત્રણેય સંસારની માયા. *ખ* - ખાતાં, ખરચતાં, ખિજાતા           શક્તિનો વિચાર કરજો. *ગ* - ગદ્ધો, ગમાર અને ગરજુ           એ ત્રણે સરખાં સમજુ. *ઘ* - ઘર, ઘરેણાં ને ઘરવાળી          એમાં જિંદગી આખી બાળી. *ચ* - ચોરી, ચુગલી અને ચાડી           એ ત્રણેય દુર્ગતિની ખાડી. *છ* - છોરુંની ભૂલ છાવરશો તો           લોહીનાં આસું સારશો. *જ* - જાગ્યાં તેનો જશ ગવાશે            ઊંઘ આવી તેનેે ભવ ભટકાશે. *ઝ* - ઝાઝું દ્રવ્ય, સત્તા ને જુવાની           એ ફેલને માર્ગે લઈ જવાની. *ટ* - ટોળ, ટપ્પા ને ટીખળ કરે          એ પુણ્ય બાળે ને પાપ ભરે. *ઠ* - ઠાઠ, ઠઠારો ને ઠકુરાઈ          એમાં અભિમાન ને અક્કડાઈ. *ડ* - ડાહ્યો જગતમાં એને ગણ્યો          જે નિજ નામને ભણ્યો. *ઢ* - ઢોલ ને નગારાં એમ ઉચરે છે          ભજન કરો ભાઈ કાળ ફરે છે. *ત* - તૃષ્ણાથી તરસતો તાવ          સંતોષની ગોળીથી જાય. *થ* - થોડું કરો પણ સતત કરો           સત્ભક્તિ માર્ગે ગતિ કરો. *દ* - દમી, દયાળુ ને દાતા          તે પામે સુખ ને શાતા. *ધ* - ધર્મ ધ્યાનમાં મગ્ન રહે          એ અમ