Skip to main content

Posts

Showing posts from July, 2018

શ્રાવણનું આગમન

જય શ્રી રાધે કૃષ્ણ,
શુભ સવાર,
આટલા દિવસના વાદળછાયા વાતાવરણ પછી આજ ફરી સુર્યએ ધરતીને પોતાના પ્રકાશરૂપી આલિંગન આપ્યું. થોડી જ વાર બસ થોડી વારમાં ફરી ઝરફર...ઝરફર... વર્ષા એ રીતે વરસતી હતી જાણે કૃષ્ણની નજર રાધે નીરખતી હોય. આ ઝરફર વર્ષા આજ કોઈને કોઈ આનંદના સમાચાર લાવ્યો હોય એવું લાગે છે. તારા માટે તો ખુશીની સાથે સંતોષની લાગણીઓનું આસમાન જેટલું સુખ લાવ્યો છે. આ ઝરફર... ઝરફર... વર્ષા નહી જાણે કોઈ રાજા મહારાજાની સવારી જેવું લાગે છે. તું જોને તેના સ્વાગત માટે તો વીજળી ઝબૂકી ઝબૂકીને નીલરંગી આસમાનના દર્શન કરાવી રહી છે. બસ બહુ નજીક, તું પણ તૈયાર રહેજે, હું પણ તૈયાર રહીશ, નીલરંગી શ્યામ સુંદર, નંદના દુલારા શ્રાવણનો રાજા નંદ ઉત્સવની મહેક ગોકુલથી આવી રહી છે. વરસતા વરસાદની મહેક, શ્રાવણના ઉત્સવની ઝાંખી તને યાદ છે વ્રુક્ષની ટચલી ડાળે બાંધેલ હિંડોળા, ગુલાબનો બગીચો, ગુલાબો પર રંગબેરંગી તીતલી, મારી પસંદના પારીજાતની ખુશ્બુ, ભમરાનો ગુનગુનાટ તે મને ધ્યાન દઈને સંભળાવ્યો હતો...યાદ છે ને ? વાતાવરણમાં પણ એક જ ગુનગુનાટ હતો રાધે રાધે..... રાધે રાધે..... રાધે રાધે.....
© કોપીરાઈટ આરક્ષિત  
જય શ્રી રાધે કૃષ્ણ
કલ્પેશ…

"શ્રી" કૃષ્ણ

https://www.facebook.com/profile.php?id=100010546632061 રાધા વગર તો કૃષ્ણ નામ પણ શક્ય નથી. કૃષ્ણનું નામ લેવા માટે સૌ પ્રથમ રાધાને સ્થાન આપવું પડે છે. રાધાનું નામ પહેલાં આવે છે પછી જ કૃષ્ણનું નામ લઈ શકાય છે. કારણકે "શ્રી" એટલે રાધા. રાધા વગર કૃષ્ણ શક્ય જ નથી. આમ પણ રાધા કૃષ્ણમાં એટલી હદે એક લીન છે કે તે અલગ છે જ નહી જેથી તેનો ઉલ્લેખ અલગ કરવો તે પણ પવિત્ર પ્રેમના અપમાન સમાન વાત છે. એક બીજાથી અલગ હોય તો કહી શકાય. અહીં તો બન્ને એક જ છે, એટલે કે રાધા તો કૃષ્ણમય છે. તે તો કૃષ્ણના રૂહમાં સમાયેલ છે, તો આપણા જેવા પામર વ્યક્તિઓ કેમ અલગ વિશે વિચાર પણ કરી શકીએ ? રાધા વગર તો કૃષ્ણની વાત કરવી પણ અશક્ય છે.
કૃષ્ણ માટે રાધા એટલે તેનો શ્વાસ છે, નિસ્વાર્થ લાગણી છતાં પણ પ્રેમમાં કોઈ માંગણી નહી, અને પીડાનું પૂર્ણરૂપે ભાગીદાર અને હરહંમેશ કૃષ્ણમાં તલ્લીન ,કૃષ્ણ માટે જ જીવતી, તેનો એક શ્વાસ કૃષ્ણમય છે, તેની એક એક પલ એટલે કૃષ્ણ. તેમ છતાં બન્ને હંમેશ એકબીજાને માટેની તલ્લપ છતાં પણ એક બીજાને ઝંખતા રહ્યા. એટલે તો કૃષ્ણ કહે છે કે, તું એક સંપુર્ણ સ્ત્રી છો જેને મને પૂર્ણપુરષોત્તમ બનાવ્યો.
એક મિનીટ માટે પણ આં…

દુર્લભ પ્રેમ

જય શ્રી રાધે કૃષ્ણ,
શુભ સવાર,

બુક: " #કૃષ્ણથી_દ્વારકાધીશ " (ભાગ-૧)
લેખક: કલ્પેશ ઉમરેટીયા


કરુણા એટલે રાધા. પ્રેમ એટલે કૃષ્ણ. રાધાકૃષ્ણ જેમ એકસાથે બોલાય, લખાય તેને અલગ કરી ના શકાય એ જ રીતે પ્રેમ હોય ત્યાં કરુણા હોય જ. કરુણા અને પ્રેમને અલગ કરવા એટલે પાણીમાં લીસોટા કરવા જેવી વાત છે. પ્રેમ અને કરુણા જો જીવનમાં ઉતરી ગઈ તો રાધાકૃષ્ણને સમજવા બહુ સરળ છે. રાધાકૃષ્ણ એટલે પ્રેમની પવિત્રતાનું ઉચ્ચ સત્તર કહી શકાય. શરીર અને શ્વાસ જેમ એક બીજા વગર અધુરો છે એજ રીતે પ્રેમ અને કરુણાને અલગ કરી શકાય નહી. જેવી રીતે પ્રેમ અને કરુણા વગરની પૃથ્વીની કલ્પના ના કરી શકાય એ જ રીતે રાધા અને કૃષ્ણને અલગ બોલવા માટે પણ કલ્પના કરવી શક્ય નથી. જ્યાં જ્યાં કૃષ્ણ છે ત્યાં ત્યાં રાધા હતાં છે અને હંમેશા રહેશે. આ તો રાધા કૃષ્ણના જીવનના પ્રસંગનો એક નાનો એવો અંશ માત્ર છે. કૃષ્ણની લીલા જેમ આપણા મનમાં ભક્તિ સાથે વિશ્વાસની જ્યોત જલાવે છે એ જ રીતે રાધાની પ્રેમભક્તિ વિશેની વિશેષતા અને ભાવ ભક્તિથી આંખોમાં આંસુ અને મનમાં શ્રધ્ધાની ગંગા જરૂર વહેશે.પરંતુ તે માટે “કૃષ્ણથી દ્વારકાધીશ”ને હસ્ત કરીને કૃષ્ણભક્તિના ભાગીદાર બનો.

© કો…

સર્વસ્વ કૃષ્ણ

જય શ્રી રાધે કૃષ્ણ, શુભ સવાર,
બુક: " #કૃષ્ણથી_દ્વારકાધીશ " (ભાગ-૧) લેખક: કલ્પેશ ઉમરેટીયા


કૃષ્ણ એટલે દરેકના હદયની મીઠી, મધુરી, સુરોથી પણ સુરીલી ધુન. તેની નટખટ લીલાઓથી દરેકના દિલમાં પોતાની એક અલગ જગ્યા હંમેશને માટે કંડારનાર, કારાગૃહમાં જન્મ લઈને પણ મુક્ત મને મુક્તિમાં જીવન જીવનાર, તેમનું નામ લેનારને પણ મુક્તિના માર્ગ પર દોરનાર, રાધાનો દીવાનો મીરાંનો ભગવાન, નંદ અને યશોદાનો કૃષ્ણ, બાલગોપાલનો ચહીતો મિત્ર, ગાયોનો ગોવાળ, કાલીયાને નાથ નાર, કુબ્જાને રૂપ આપનાર. કૃષ્ણની લીલાઓ તો અપરંપાર છે. કૃષ્ણને જેટલો જાણીએ એટલું જીવન સંસારમાં રહીને પણ મોહ, માયાથી પર થાતું જાય. કૃષ્ણ વિશે ગુઢાર્થ જ્ઞાનની વધારે જાણકારી માટે બહુ ઝડપી તમારા હાથમાં હશે “કૃષ્ણથી દ્વારકાધીશ” વાંચો, વંચાવો અને જ્ઞાનની ગંગામાં તરબોળ થાવો.    © કોપીરાઈટ આરક્ષિત     જય શ્રી રાધે કૃષ્ણ કલ્પેશ ઉમરેટીયા
Book inquiry WhatsApp:(+91)9067367627

https://www.facebook.com/profile.php?id=100010546632061

પ્રેમમય કૃષ્ણ......

જય શ્રી રાધે કૃષ્ણ,
શુભ સવાર,

બુક: " #કૃષ્ણથી_દ્વારકાધીશ " (ભાગ-૧)
લેખક: કલ્પેશ ઉમરેટીયા


કૃષ્ણ એટલે ઉપદેશ નહી. ઉમંગ છે. ભરપુર આત્મવિશ્વાસથી છલકતો હાસ્યથી લથપથ જોનારને પણ ચેપ લગાડે જ. સુખની ઉત્તમ વ્યાખ્યા, દરેક દુઃખોથી પર, મોહ, માયાથી પર, પિતા હોવા છતાં બ્રહ્મચારી, સંસારમાં રહીને પણ સંસારથી  વિમુખ સોનાની નગરીમાં રહેનાર, બાલ્યાવસ્થામાં અનેક લીલાઓ કરીને દરેકના મન મોહનાર, સુરીલી મોરલીના અધિપતિ મોરલીના સુરોની ધુન ગોપીઓની જ નહી ગાયો, ગોવાળો, વાછરડાંઓ અને પ્રકૃતિને પણ સુરમગ્ન બનાવી શુધ્ધ બુધ્ધ ખોઈને ભાન ભુલવા કૃષ્ણમય કરી દેતી. આવી જ રીતે કૃષ્ણમય પ્રેમભક્તિ સાથે રાધાની લીલાઓ વિશે વધારે જાણકારી મેળવવા માટે “કૃષ્ણથી દ્વારકાધીશ” બુકને હસ્તગત કરો અને ભક્તિના રંગે રંગાવો.
© કોપીરાઈટ આરક્ષિત  
જય શ્રી રાધે કૃષ્ણ
કલ્પેશ ઉમરેટીયા

Book inquiry
WhatsApp:(+91)9067367627
https://www.facebook.com/profile.php?id=100010546632061

કણ કણમાં કૃષ્ણ....

જય શ્રી રાધે કૃષ્ણ,
શુભ સવાર,
પૃથ્વીના કણકણમાં કૃષ્ણ સમાયેલ છે. પૃથ્વીની એક એક રજમાં તેનો અંશ સમાયેલ છે. જેવી રીતે વ્રજની ગોપીઓ, ગાયો, વાછરડાંઓ, બાલગોપાલ બધાં કૃષ્ણને એક નજર પામીને સુખની અનુભુતીનો અનુભવ કરતાં. પરંતુ મનમાં ઊંડે ઊંડે એક દુઃખ ડોક્યા કરતું. ગોપીઓ હંમેશા વિચારતી કે કૃષ્ણને અમે અમારી હાથે બનાવી જાત જાતના પકવાન ખવરાવીએ, અમારી જાતે માખણ ખવરાવીએ, હર હંમેશ અમારી સાથે જ રહે, તેને ખુબ વહાલ વરસાવીએ. ગાયો પણ મનમાં વિચાર કરતી કે કૃષ્ણ અમારા વાછરડાં સ્વરૂપે દર્શન આપે તો અમારું જીવન ધન્ય ધન્ય થઈ જાય. ઉપરોક્ત દરેક ઈચ્છાઓ કૃષ્ણભક્ત અને તે પણ પુર્ણ પણે પવિત્ર હોય જેમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નહી, કોઈપણ પ્રકારની લૌકિક ભાવનાનો અંશ માત્ર ના હોવો જોઈએ તો ભગવાન તે ભક્તની દરેક ઈચ્છા પુરી કરે છે. કૃષ્ણ ગાયો-વાછરડાંઓને અને બાલગોપાલ સાથે ગાયો ચરાવવા વૃંદાવનમાં ગયા. બ્રહ્માજીએ વાછરડાં અને બાલગોપાલને ઉપાડી ગયા. સંધ્યા સમયે ઘર જતાં જેટલા બાલગોપાલ અને વાછરડાંઓ દેખાતાં ન હતાં એટલા સ્વરૂપે કૃષ્ણ દરેક ગાયોના વાછરડાં અને બાલગોપાલના સ્વરૂપે હાજર થયા. ગોપીઓ અને ગાયોની કૃષ્ણભાવના શુધ્ધ અને પવિત્ર તેમજ પુર…

કૃષ્ણ એ કરેલ કલયુગની ભવિષ્યવાણી...

એકવખત યુધિષ્ઠીર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા હતા. ચારે પાંડવોએ કળયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે અને કળીયુગમાં કેવી સ્થિતી પ્રવર્તતી હશે એ જાણવાની ઇચ્છા બતાવી એટલે ભગવાન શ્રીકૃષ્ણએ ચારે દિશાઓમાં એક એક બાણ છોડ્યુ અને પછી ચારે ભાઇઓને એ બાણ શોધી લાવવા માટે આજ્ઞા કરી.

અર્જુન જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એણે એક વિચિત્ર ઘટના જોઇ. એક કોયલ મધુર અવાજે ગીતો ગાતી હતી. અર્જુનના પગ થંભી ગયા એણે કોયલ તરફ જોયુ તો આશ્વર્યથી આંખો પહોળી થઇ ગઇ. મધુર કંઠે ગીતો ગાનારી કોયલ એક સસલાનું માંસ પણ ખાતી જતી હતી. સસલુ દર્દથી કણસતુ હતુ અને કોયલ ગીત ગાતા ગાતા એનું માંસ ખાતી હતી.

ભીમ જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એને પણ એક કૌતુક જોયુ. એક જગ્યાએ પાંચ કુવાઓ હતા. ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા. આ ચારે કુવાની બરોબર વચ્ચે પાંચમો કુવો હતો જે સાવ ખાલી હતો. ભીમને એ ન સમજાણું કે ચાર કુવાઓ ઉભરાય છે તો વચ્ચેનો પાંચમો કુવો સાવ ખાલી કેમ છે ?

નકુલ જે દિશામાં બાણ લેવા ગયો હતો ત્યાં તેણે એક ગાયને બચ્ચાને જન્મ આપતા જોઇ. બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય એને ચાટવા લાગી. થોડીવારમાં બચ્ચાના શરીર પરની ગંદકી સાફ થઇ ગઇ આમછતા…