Skip to main content

મૃત્યુ પછી જીવનું શું થાય?

અરુણ એક મહર્ષિ હતા. તેઓ અન્નદાન ખૂબ કરતા. તેમને ઉદ્દાલક નામનો પુત્ર હતો. મહર્ષિ અરુણના પુત્ર ઉદ્દાલકે એક વખત વિશ્વજિત નામના યજ્ઞનું આયોજન કર્યું. યજ્ઞ સંપન્ન થયા પછી તેમણે બ્રાહ્મણોને દક્ષિણા આપવા માટે ગાય મગાવી, પરંતુ એ ગાય અત્યંત દુર્બળ અને વૃદ્ધ હતી. કેટલીક તો સાવ હાડપિંજર જેવી થઈ ગયેલી હતી. એવી નિર્બળ ગાયોને જોઈ ઉદ્દાલકના નાનકડા પુત્ર નચિકેતાએ કહ્યું, “પિતાજી! દાન આપવાની ચીજ તો ઉત્તમ હોવી જોઈએ, તો તમે કનિષ્ઠ વસ્તુનું દાન કેમ આપવા માગો છો?”
ઉદ્દાલકે પૂછયું, “તો શાનું દાન આપવું જોઈએ?”
નાનકડા નચિકેતાએ કહ્યું, “જે વસ્તુ તમને સહુથી પ્રિય હોય તેનું દાન આપવું જોઈએ. એ જ દાન શ્રેષ્ઠ ગણાય.” નચિકેતાની ઉંમર નાની હોવા છતાં પોતાને સલાહ આપતો હોઈ પિતાનો અહં ઘવાયો. એમણે કહ્યું, “એમ તો તું મારો પુત્ર હોઈ તું જ મને સૌથી વધુ પ્રિય છે.”
નચિકેતા બોલ્યો, “તમારી પ્રિય વસ્તુ હું છું, તો તમે મને કોને દાનમાં આપવાનો વિચાર કર્યો છે?” પિતાથી પુત્રનું આ ડહાપણ સહન ન થયું. પિતા ઉદ્દાલક પણ એક ઋષિ હતા, પણ આવેશમાં આવી જઈને તેમણે કહ્યું, “જા, હું તને મૃત્યુના દેવ યમદેવતાને દાનમાં આપું છું.”
નાનકડો નચિકેતા સ્થિર રહ્યો. એ સીધો જ યમદેવતાના ભવન પર પહોંચી ગયો. એ ત્યાં પહોંચ્યો ત્યારે યમદેવતા ઘરે નહોતા. નચિકેતા યમદેવતાના ઘરની બહાર ત્રણ દિવસ સુધી ભૂખ્યો તરસ્યો બેસી રહ્યો. ત્રણ દિવસ પછી યમદેવતા આવ્યા ત્યારે તેમણે જોયું તો એક નાનકડો બાળક ત્રણ દિવસથી ભૂખ્યો તરસ્યો તેમના ઘરની બહાર બેઠો હતો. તેમણે કહ્યું, “તું કોણ છે?”
“હું નચિકેતા, ઋષિ ઉદ્દાલકનો પુત્ર છું. તેમણે મને તમારી પાસે દાનરૂપે મોકલી આપ્યો છે.” નચિકેતા બોલ્યો. યમદેવતાએ કહ્યું, “નચિકેતા! તું ત્રણ દિવસથી ભૂખ્યો તરસ્યો છે. તેથી તું મારી પાસેથી ત્રણ વરદાન માગી લે.”
નચિકેતાએ કહ્યું, “યમદેવતા! હું તમારા ઘરે આવવા નીકળ્યો ત્યારે મારા પિતા ક્રોધે ભરાયેલા હતા. હું ઘરે પાછો જાઉં ત્યારે તેઓ મને બહુ જ પ્રેમ આપે અને શાંત થઈ જાય એવું કરો.” “નચિકેતા, તારી ઇચ્છા પ્રમાણે જ થશે. હવે બીજું વરદાન માગ.”
નચિકેતાએ બીજું વરદાન માગતાં કહ્યું, “મેં સાંભળ્યું છે કે સ્વર્ગલોકમાં વસતા જીવોને ભય, વ્યાધિ, ભૂખ, તરસ કે વૃદ્ધત્વની અસર થતી નથી. સ્વર્ગલોકમાં રાત દિવસ સુખ અને શાંતિ હોય છે. મને એ કહો કે, સ્વર્ગલોકની પ્રાપ્તિ કેવી રીતે થાય?”
નચિકેતાના બીજા વરદાનના પ્રતિભાવમાં યમદેવતાએ નચિકેતાને વિશેષ પ્રકારે યજ્ઞનું વિધાન દર્શાવ્યું. તે પછી બોલ્યા, “હવે ત્રીજું વરદાન માગ.”
નાનકડા નચિકેતાએ ત્રીજા વરદાન રૂપે એક જિજ્ઞાાસા વ્યક્ત કરી. તે બોલ્યો, “હે યમદેવતા! મારે મૃત્યુ વિશે જાણવું છે. મૃત્યુ પછી જીવનું શું થાય છે? કોઈ કહે છે કે, મૃત્યુ પછી જીવ રહેતો નથી, તો કોઈ કહે છે કે, મૃત્યુ પછી જીવ રહે છે. એવો કોઈ માર્ગ છે કે જેથી અમરત્વ પ્રાપ્ત થાય?”
આ અઘરા પ્રશ્નથી યમદેવતા પણ મૂંઝાયા. આમેય યમદેવતા કોઈને પણ મૃત્યુ પરના વિજયનું રહસ્ય બતાવવા ઇચ્છતા નહોતા. તેમણે નચિકેતાને કહ્યું, “નચિકેતા! તને જે વિષયની જિજ્ઞાસા છે તે ઘણો ગૂઢ છે. મારા સિવાય એ રહસ્ય કોઈ જાણતું નથી. દેવો પણ આ રહસ્ય જાણવાની ઇચ્છા ધરાવે છે. તું એ વિષય પર જાણવાનો આગ્રહ છોડી દે અને બીજું કોઈ વરદાન માગી લે.”
નચિકેતા બોલ્યો, “જો દેવો પણ અમરત્વનું રહસ્ય જાણવા માગતા હોય તો એનો અર્થ એ છે કે, એ વિષય જ મહત્ત્વનો છે. નચિકેતાની દૃઢતા જોઈ યમદેવતા પ્રસન્ન થયા, પણ હજુ તેઓ જ્ઞાાન મેળવવા માગતા બાળકની લાયકાતની વધુ કસોટી કરવા ઇચ્છતા હતા. તેમણે નચિકેતાને પ્રલોભન આપતાં કહ્યું, “નચિકેતા! તારી ઇચ્છા હોય તો સો સો વર્ષના આયુષ્યવાળા પુત્રો અને પૌત્રોની માગણી કર. તને જોઈએ તેટલું સોનું, હાથી, ઘોડા અને સામ્રાજ્ય આપું. પણ મૃત્યુના રહસ્યના જ્ઞાાનની ઇચ્છા છોડી દે.”
નચિકેતાએ કહ્યું, “તમે જે પદાર્થો અને વિષયો કહ્યા તે બધા નાશવંત છે. સંપત્તિથી બહુ બહુ તો સાંસારિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે, પણ અમરત્વ પ્રાપ્ત થતું નથી. મને તો મૃત્યુ પછી જીવના વિશે જે સંશય થયો છે તેના નિવારણનું જ જ્ઞાન આપો. મારે બીજું કાંઈ જોઈતું નથી.”
તેની અડગતા જોઈ યમદેવતાને લાગ્યું કે નચિકેતાની જ્ઞાનપ્રાપ્તિ માટેની યોગ્યતા બરાબર છે. તેથી યમદેવતા કહે છે, “કેટલાક માનવીઓ મૃત્યુ પછી શરીર પામવા જુદી જુદી યોનિઓમાં પ્રવેશ કરે છે. કેટલાંક વૃક્ષ, વેલ, છોડ અથવા બીજા સ્થાવરપણાને પામે છે. મૃત્યુ પછી ખરેખર તે કેવી જાતનો જન્મ લેશે તે નક્કી નથી. દરેકના જ્ઞાન અને કર્મ પ્રમાણે બીજો જન્મ થાય છે. કોઈ પણ જીવ પરમાત્માને ઓળખ્યા વિના જન્મ અને મરણનાં ચક્રમાંથી છૂટતો નથી.
પરમાત્માને જાણવાથી માનવી સાચા અર્થમાં સુખી, શાંતિમય અને અમર બની શકે છે. અગ્નિ જેવી રીતે એક છે પણ જુદી જુદી વસ્તુઓમાં પ્રવેશીને જુદા જુદા આકાર ધારણ કરે છે, તેવી રીતે સર્વ પ્રાણીઓના અંતરાત્મા રૂપે રહેલા પરમાત્મા જુદા જુદા આકાર પ્રમાણે જન્મ આપે છે.

Comments

Popular posts from this blog

ક્રિષ્નાની પટરાણીઓ

ભગવાન શ્રીકૃષ્ણ વિશે એવું કહેવામાં આવે છે કે, તેમની સોળ હજાર એક સો આઠ પત્નીઓ હતી. કારણ એ છે કે, નરકાસુરની કેદમાં હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણે મુક્ત કરાવી ત્યારે બધી જ રાજકુમારીઓએ શ્રીકૃષ્ણને પોતાના પતિ માની લીધા અને શ્રીકૃષ્ણે પણ તે રાજકુમારીઓને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. આ માટે જ કૃષ્ણની પત્નીઓની સંખ્યા હજારોમાં છે. પરંતુ તેમની મુખ્ય રાણી આઠ હતી જે પટરાણી તરીકે ઓળખાતી હતી. આ આઠેય રાણીઓની અનોખી કહાણી છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શ્રીકૃષ્ણની આઠેય પટરાણીઓ વિશેની અનોખી વાત. રુકમણીઃ- દેવી રાધા ભગવાન શ્રીકૃષ્ણની પ્રેયસી બની રહી પરંતુ શ્રીકૃષ્ણની પ્રમુખ પટરાણીના સ્વરૂપમાં સૌથી પહેલાં રુકમણીનું નામ લેવામાં આવે છે. આ રાજકુમારી વિદર્ભ દેશની રાજકુમારી હતી અને મનમાંને મનમાં જ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માની ચૂકી હતી. પરંતુ તેમના ભાઈ રુકમી તેમના વિવાહ ચેદી નરેશ શિશુપાલ સાથે કરવા માંગતા હતા. આ માટે રુકમણિના પ્રેમ પત્રને વાંચીને શ્રીકૃષ્ણે રુકમણીનું હરણ કરી લીઘું અને તેમની સાથે વિવાહ કરી લીધા. કાલિંદીઃ- ભગવાન શ્રીકૃષ્ણની બીજી પટરાણી દેવી કાલિંદી માનવા

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૮

રાધા:હું પ્રાથના કરીશ કે તને જોઈ એ બધું જ પરમાત્મા આપે. ચાલ હવે હું જાઉં અને તારે પણ જવાનું હશે બધા તારી રાહ જોતા હશે.ફરી મળીશું ક્યારેક આવતા જનમમાં…..(અત્યારે રાધાના ચહેરા પર એક વ્યંગાત્મક હાસ્ય હતું કદાચ એ એના નસીબ પર, એના ભાગ્ય પર હસતી હશે.) આટલું કહીં રાધા નીચું જોઈ ને ચાલવા લાગી એના ચહેરા અને ચાલમાં મક્કમતા હતી અને એક અદભૂત શાંતિ જણાતી હતી કદાચ એને સમયની ચાલ ને સ્વીકારી લીધી હતી એટલા માટે.એને એક વાર પણ પાછું વળીને નહતું જોયું. પરંતુ કૃષ્ણ નું મન હજુ અશાંત હતું એના મનમાં નવા  ઉદ્વેગોએ જન્મ લીધો હતો. એને પૂછવું હતું રાધાને કે “છેલ્લી વાર મને વળાવા નહી આવે?”  પરંતુ એનું મન સાહસ ના કરી શક્યું. રાધાએ હવે થોડું ગણું અંતર કાપી લીધું હતું પણ એ સ્પસ્ટ જોઈ શકાતી હતી કૃષ્ણ એક પલકારો પણ નહતો મારતો કદાચ એને જતી રાધાને મન ભરીને જોવી લેવી હતી છેલ્લી વાર. થોડી વાર પછી રાધા અસ્પસ્ટ થઇ હવે થોડીક જ નજીક માં એક વળાંક હતો ત્યાંથી એ વળી જવાની હતી,કૃષ્ણને હવે એને આપેલા ભોગ ની કિંમત સમજાઈ હતી એને મન થયું કે એ દોડી ને રાધાને રોકી લે પરંતુ ખબર નહી કેમ એના પગ ઉપડ્યા જ નઈ. શું હતું એનું કારણ?………

જાણો કેમ કરી હતી ક્રિષ્નાએ માખણની ચોરી?

કૃષ્ણ એ ઘણી બધી  અદભૂત  લીલા ઓ કરી  છે તેમાં એક  વિખ્યાત માખણચોરી ની લીલા પણ  છે. વળી એમ પણ વિચાર થતો હશે કે ભગવાન ને ચોરીકરવાની જરૂર કેમ પડી?   આ લીલા નું વિસ્તારપૂર્વક વર્ણન  શ્રીમદ્  ભાગવત   નાં  દશમ  સ્કંધ  માં  આપેલું  છે. શ્રીમદ્ ભાગવત માં  આ આખી લીલા ફક્ત ૪ શ્લોક માં આપેલીછે.         **********         કૃષ્ણ બહુજ નટખટ છે.  કૃષ્ણ જયારે પાપા પગલી માંડતા હતા તેટલા નાના હતા, ત્યારે ગોપીઓ યશોદામાતા ને કહે છે કે “ તારો લાલન  ખુબ  જ નટખટ છે અનેઅત્યારે તો હજુ ચાલતાં  જ નથી શીખ્યો ત્યાં તો કેટલી કૂદમકૂદી કરે છે. પગલી માંડવાની ઉંમર નું બાળક ૨-૩ વર્ષ નાં બાળક ની જેમ વર્તે  છે .”         **********         આ માખણ ચોરીલીલા કેવળ ચોરીની વાત નથી. તેમાં કેટલાક ગૂઢ સિદ્ધાન્તો સમાયેલાં છે. જે દરેક માનવી એ પોતાના જીવનમાં લેવા જેવા છે. ભગવાન બધે જછે. તેમના માટે કશું પોતાનું કે પારકુ નથી.         કૃષ્ણ એ જોયું કે વ્રજ ના પ્રજાજનો શારીરિક, નાણાંકીય અથવા આધ્યાત્મિક રીતે મજબુત નથી. તે માટે કૃષ્ણ એ લોકો ને સુધારવા  માટેનો  ઉપાય શોધ્યો.  વ્રજવાસીઓ મથુરા વાસીઓને અનાજ  આપતા  હતાં અને  ત્યાંથી રોજીર