Skip to main content

રાધે ક્રિષ્નાની કલયુગ માં છે હયાતી

 ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓમાં સૌથી સુંદર પ્રસંગ રાધા કૃષ્ણનું મિલન અને પ્રેમનો છે. શ્રીકૃષ્ણની લીલા એટલે પરમ કૃપાળુ પરમાત્માની લીલા, ધર્મને સ્થાપવા માટે, દુષ્ટનો નાશ કરવા, જગતમાં પ્રેમની નદી વહેતી રાખવા વિષ્ણુએ પૃથ્વી પર કૃષ્ણ અવતાર લીધો છે. નિર્મળ પ્રેમ એટલે રાધા-કૃષ્ણ જેવો પ્રેમ. રાધા કૃષ્ણનો પ્રેમ એટલે અમર આત્માનો પ્રેમ. રાધાને કાનાનો વિરહ રડાવે છે, છતાં નથી કહી શકતા કે નથી સહન કરી શકતાં. પ્રેમ નીત નવો વધતો જતો હોય આવા પ્રેમને રાધા-કૃષ્ણનાં પ્રેમ જેવો કહે છે. દ્વાપર યુગના આ પ્રેમને આજે પણ લોકો યાદ કરે છે. આ પ્રેમ અમર છે. આજે પણ આ પ્રેમની નિશાની વર્તમાન સમયમાં પણ જોવા મળે છે. વર્તમાન સમયમાં પણ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં રાધા-કૃષ્ણ આજે પણ મળે છે તેવી લોકવાયકાઓ જાણવા મળે છે. આજે આ લેખમાં તમે જાણી શકશો ભારતની એવી 10 જગ્યાઓ વિશે જ્યાં આજે પણ રાધા-કૃષ્ણ મળે છે.


ભંડીર વનઃ-

બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ અહીં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાની પહેલી અલૌકિક મુલાકાત થઇ હતી. એકવાર શ્રીકૃષ્ણને ખોળામાં લઇને વસુદેવજી અહીંથી પસાર થઇ રહ્યા હતાં. આ સમયે ત્યાં દેવી રાધા ત્યાં પ્રકટ થઈ અને બ્રહ્માજીને પુરોહિત (બ્રાહ્મણ) બનાવીને શ્રીકૃષ્ણ સાથે વિવાહ કર્યા હતાં. આ ઘટનાનો સંપૂર્ણ ઉલ્લેખ બ્રહ્મવૈવર્ત પુરાણમાં મળી આવે છે.

નિધિવનઃ-

વૃંદાવનની ગલિઓમાં ભગવાન શ્રીકૃષ્ણ રાધા અને અન્ય સખિઓની સાથે પ્રેમ લીલા કરતા હતાં, આ વાતની સાબિતી આપે છે યમુના તટ પર સ્થિત આ નિધિવન. એવું કહેવામાં આવે છે કે આ વનમાં જેટલાં વૃક્ષ છે તે બધા જ ગોપિઓ છે જે રાતના સમયે પોતાના વાસ્તવિક સ્વરૂપમાં આવીને રાસ લીલા કરે છે. કારણ કે, અહીં ભગવાન શ્રીકૃષ્ણે કાર્તિક પૂર્ણિમાના દિવસે રાસનું આયોજન કર્યું હતું.

આ વન આજે પણ એક રહસ્ય છે. એવું કહેવામાં આવે છે કે આ જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણે રાસ રચાવ્યો હતો. દરરોજ રાત્રે રાધા સંગ ગિરિધારી ભગવાન શ્રી કૃષ્ણ અહીં પધારે છે. આ સાથે જ દરરોજ સવારે મંદિરમાં રહેલું દાતણ ભીનું મળી આવે છે. મંદિરમાં રાખેલો પલંગને પણ જોઇને એવું લાગે કે, તેમાં રાત્રે કોઇ સુતું હશે.

નંદગામઃ-

એક કથા એવી પણ છે કે બાળ કૃષ્ણ સાથે વિવાહ પહેલાં દેવી રાધા શ્રીકૃષ્ણને લૌકિકરૂપમાં મળી ચૂકી હતી. આ અવસર હતો શ્રીકૃષ્ણના જન્મનો ઉત્સવ. આ સમયે શ્રીરાધાજી જન્મોત્સવમાં સામેલ થવા માટે પોતાની માતા કીર્તિની સાથે નંદગામ આવી હતી. અહીં શ્રીકૃષ્ણ પારણામાં ઝૂલી રહ્યા હતા અને રાધા તેમની માતાના ખોળામાં હતાં. તે સમયે બાળક શ્રીકૃષ્ણ એક દિવસના અને દેવી રાધા અગિયાર મહિનાની હતી.

આ નંદગામમાં નંદ રાયજીનું મંદિર પણ છે. કંશથી કૃષ્ણની રક્ષા માટે વાસુદેવજી નવજાત શ્રીકૃષ્ણને લઇને યમુના પાર નંદગામમાં લઇને આવી ગયા હતાં. અહીં વાસુદેવજીના મિત્ર નંદરાય અને તેમની પત્ની યશોદાએ શ્રીકૃષ્ણનું લાલન-પાલન કર્યું હતું. આ ઘટનાની યાદ અપાવે છે આ ભવ્ય મંદિર.

સંકેતઃ-

સંકેતમાં સ્થિત છે સંકેત બિહારીજી. નંદગામથી ચાર માઇલના અંતર પર વસેલું છે બરસાના ગામ. બરસાના રાધાજીની જન્મસ્થળી છે. નંદગામ અને બરસાનાની વચ્ચેમાં એક ગામ છે સંકેત. એવું કહેવામાં આવે છે કે આ સ્થાને જ શ્રીકૃષ્ણ અને રાધાનો લૌકિક પ્રેમ શરૂ થયો હતો. આ માટે આ સ્થાન રાધા કૃષ્ણના ભક્તો માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

માનગઢઃ-

બરસાનામાં સ્થિત છે માનગઢ. એવું કહેવામાં આવે છે કે આ સ્થાને એક વાર રાધા એવી રિસાઈ હતી કે શ્રીકૃષ્ણના મનાવવાના બધા જ પ્રયત્નો બેકાર ગયા હતાં. અંતમાં શ્રીકૃષ્ણે રાધાની સખીઓની મદદથી રિસાયેલી રાધાને મનાવી હતી. આ માટે આ સ્થાનને માનગઢના નામે ઓળખવામાં આવે છે.

મોર કુટીઃ-

બરસાનાની પાસે એક નાનું સ્થાન છે મોર કુટી. એવું કહેવામાં આવે છે કે અહીં પર ભગવાન શ્રીકૃષ્ણે રાધાના કહેવા પર મોરની સાથે નૃત્ય પ્રતિયોગિતા કરી હતી.

ગહવર વનઃ-

આ વનને દેવી રાધાએ પોતાના હાથેથી સજાવ્યું હતું. અહીં પર દેવી રાધા અને શ્રીકૃષ્ણ મળતાં હતાં. આ વન ભગવાન શ્રીકૃષ્ણને અતિપ્રિય હતું.

કુમુદની કુંડ (વિહાર કુંડ)-

કુમુદની કુંડ જેને વિહાર કુંડ પણ કહેવામાં આવે છે. અહીં ગાય ચરાવતાં શ્રીકૃષ્ણ અને રાધાજી મળતાં હતાં. આ કુંડમાં સખા અને સખીઓની દ્રષ્ટિથી સંતાઇને રાધા-કૃષ્ણ જળક્રિડા કરતાં રહેતાં હતાં. કૃષ્ણ જ્યાં સુધી નંદગામમાં રહ્યાં ત્યાં સુધી રાધા કૃષ્ણની મુલાકાત થતી રહી અને તેમના ઘણાં મિલન સ્થળ રહ્યાં. પરંતુ નંદગામથી જતાં રહ્યાં પછી શ્રીકૃષ્ણ અને રાધાના મિલન પછી માત્ર તેઓ એકવાર જ તેઓ મળ્યાં હતાં.

કુરૂક્ષેત્રઃ-

નંદગામથી જ્યારે શ્રીકૃષ્ણ મથુરા આવ્યાં ત્યારે તે સમયે રાધાને વચન આપ્યું હતું કે હવે તેમની મુલાકાત કુરૂક્ષેત્રમાં થશે. સૂર્યગ્રહણના સમયે દેવી રાધા અને માતા યશોદા કુરૂક્ષેત્રમાં સ્નાન માટે આવ્યાં હતાં. તે સમયે રાધા અને કૃષ્ણ ફરી મળ્યા હતાં. આ વાતની સાબિતી આપે એક તમાલનું વૃક્ષ.

Comments

Popular posts from this blog

ક્રિષ્નાની પટરાણીઓ

ભગવાન શ્રીકૃષ્ણ વિશે એવું કહેવામાં આવે છે કે, તેમની સોળ હજાર એક સો આઠ પત્નીઓ હતી. કારણ એ છે કે, નરકાસુરની કેદમાં હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણે મુક્ત કરાવી ત્યારે બધી જ રાજકુમારીઓએ શ્રીકૃષ્ણને પોતાના પતિ માની લીધા અને શ્રીકૃષ્ણે પણ તે રાજકુમારીઓને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. આ માટે જ કૃષ્ણની પત્નીઓની સંખ્યા હજારોમાં છે. પરંતુ તેમની મુખ્ય રાણી આઠ હતી જે પટરાણી તરીકે ઓળખાતી હતી. આ આઠેય રાણીઓની અનોખી કહાણી છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શ્રીકૃષ્ણની આઠેય પટરાણીઓ વિશેની અનોખી વાત. રુકમણીઃ- દેવી રાધા ભગવાન શ્રીકૃષ્ણની પ્રેયસી બની રહી પરંતુ શ્રીકૃષ્ણની પ્રમુખ પટરાણીના સ્વરૂપમાં સૌથી પહેલાં રુકમણીનું નામ લેવામાં આવે છે. આ રાજકુમારી વિદર્ભ દેશની રાજકુમારી હતી અને મનમાંને મનમાં જ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માની ચૂકી હતી. પરંતુ તેમના ભાઈ રુકમી તેમના વિવાહ ચેદી નરેશ શિશુપાલ સાથે કરવા માંગતા હતા. આ માટે રુકમણિના પ્રેમ પત્રને વાંચીને શ્રીકૃષ્ણે રુકમણીનું હરણ કરી લીઘું અને તેમની સાથે વિવાહ કરી લીધા. કાલિંદીઃ- ભગવાન શ્રીકૃષ્ણની બીજી પટરાણી દેવી કાલિંદી માનવા...

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૧

( *અહીં જે રાધા અને કૃષ્ણની વાત કરી છે એ કઈ કોઈ પરમેશ્વરની કે ચારેય ભુવનના સ્વામીની નહી પરંતુ એક મહત્વકાંક્ષી યુવાન અને એક એવી છોકરીની કે જે એ યુવાનના પ્રેમ ને જ પોતાનું સર્વર્સ્વ માને છે, એની માટે જીવન નો પાર્યાય એનો પ્રેમ છે. એવા યુગલ ના છેલ્લા સંવાદ, છેલ્લા પ્રયત્ન અને છેલ્લી યાદ ની વાત છે.) રાધા કૃષ્ણના ગોકુળ છોડવાના સમાચાર સાંભળી ને યમુના કિનારે કદંબના વૃક્ષ નીચે મોં પર ગુસ્સોને મનમાં પારાવાર દુ:ખ લઇને બેઠી છે અને વિચારે છે ક્યારે કાનો આવે અને એને લડીને એના ગળે મળીને મન ભરીને રડીલે.અને ત્યાંજ કૃષ્ણ રાધા રાધાની બુમો પડતો આવી પહોંચે છે. કૃષ્ણ: રાધા! મને ખબર જ હતી તું અહીં જ મળીશ મને. આમેય ગામ નો ઉતાર ભાગોળે જ મળે. ખરું કે નઈ? (કૃષ્ણ એ એના એ જ મજાકિયા અંદાજ માં રાધાના મન ની વાત અને પરિસ્થિતિ જાણતો હોવા છતા કીધુ.) રાધા: હા અમે ઉતાર ને તું? મોટો રાજા નઈ? તો શું કામ આવ્યો છે આ ઉતાર પાસે બુમો પાડતો?(રાધા એ બીજી તરફ મો ફેરવી ને ઉત્તર આપ્યો)

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૨

કૃષ્ણ: અરે લે! તું તો ગુસ્સે થઇ ગઈ. પણ તને ખબર છે તું ગુસ્સામાં પણ બઉં સારી લાગે છે. તારા ગોરા ચહેરા પર આ લાલ ગુસ્સો કઈ શણગાર થી સહેજેય ઓછો નથી લાગતો.( કૃષ્ણએ એના એ જ ટીપીકલ અંદાજ માં જવાબ વાળ્યો.) રાધા: ખોટી ખોટી તારીફો નઈ કર આવું તો તું ગોકુળની બધી ગોપીઓ ને કહી વળ્યો છે મને ખબર છે એટલે તારા આ શબ્દોની રમત મારી જોડે ના રમ. જે કેવા આવ્યો છે એ કહી દે મારે મોડું થાય છે.(રાધાની ધીરજ હવે ખૂટી રહી હતી એને કાના ને લડવું હતું ને ગળે મળીને રડવું હતું  કદાચ એને અંદાજો આવી ગયો હતો કે આ એની છેલ્લી મૂલાકાત હતી) કૃષ્ણ: ક્યાં તું એ ગોપીઓ જોડે તારી જાત ને સરખાવે છે રાધા? એ તો ગોપીઓ છે ને તું રાધા,મારી રાણી.(કૃષ્ણ રાધા ના દિલ ની પરિસ્થિતિ જાણતો હોવા છતાં આવી વાતોમાં સમય વેડફતો હતો ખબર નઈ કેમ કદાચ એ રાધા ની પરીક્ષા લેતો હતો કે પછી પોતે રાધા જોડે છેલ્લી મુલાકાત ને થાય એટલી વધારી ને એને પણ મનમાં યાદોંના પોટલા ભરી લેવા હતા? કે પછી કૃષ્ણ પણ પરિસ્થિતિનો સામનો કરવા કરતા એનાથી ભાગી રહ્યો હતો? ) રાધા: એ બધું છોડ શું કરવા આવ્યો છે એ બોલ.(રાધા નો સંયમ હવે ખૂટી રહ્યો હતો. એને હજુ કૃષ્ણ આવ્યો ત્યારનું એ...