Skip to main content

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૬

રાધા: પણ આ ગોવાળો જે રીતે તને માન-સન્માન આપે છે એ રીતે તને બીજે નહી મળે કાના, અને કદાચ તું જાય તો એમને માઠું લગાડે ને પછી તને નહી સ્વીકારે તો? અને કાના વડવાઓ કહી ગયા છે કે જ્યાં માન ના હોય ત્યાં એક ક્ષણ પણ ના રહેવું જોઈએ. તું આટલું માન છોડી ને જઈશ?(રાધા એ બધી તરકીબો લગાવી દેવા નો નિશ્ચય કરી લીધો હતો એને કૃષ્ણને લાચાવી ને કે ડરાવી ને પણ ગોકુળમાં રાખવો હતો.)

કૃષ્ણ:રાધા મેંતો ક્યારેય માન સન્માનની પરવા કરી જ નથી, મેં જે કર્યું એ મારું કર્તવ્ય હતું અને મારું કામતો કર્મ કરવાનું છે ફળતો ઉપરવાળાના હાથમાં છે.(અત્યારે પહેલી વાર કૃષ્ણનું સ્થિતપ્રજ્ઞ વાળું રૂપ રાધાની સમક્ષ પ્રસ્તુત થયું હતું)

રાધા: લાગે છે તે ગોકુળ છોડવાનો વિચાર કરી જ  લીધો છે કાના, તો હું તને નઈ રોકું પણ તે એક વાર પણ મારો વિચાર કર્યો હતો કાના? મારું શું? મારી ખુશીઓ નું શું? આપણે સાથે જોયેલા સપનાઓ નું શું જેને હું રોજ રાત્રે મારા મનમાં સેવતી હતી? કાના, આ આંખોનું શું જે રોજ બસ માત્ર કાનાનો ચહેરો જોવા જ જીવતી હોય એમ આખો દિવસ તને શોધતી હોય છે? કાના,આ કાન નું શું જે બસ કાનાનો અવાજ સાંભળવા માટે જ ખુલતા હોય છે? આ હાથ નું શું જે માત્ર કાનાના સ્પર્શ માટે જ બન્યા હોય એમ એની ગેરહાજરીમાં માં સુન્ન થઇને પડી રહે છે? આ પગ નું શું જે માત્ર તારી પાસે આવવા માટે જ બન્યા હોય એમ તારાથી અલગ થતા જ કામ કરવાની ના પડી દે છે? અને સૌથી વધારે તો આ મન જે આખો દિવસ ને રાત માત્ર તારા નામ નો જાપ કરતા થાકતું જ નથી જાણેએ મારું નહી પરંતુ તારું હોય. આ શરીર અને આ યુવાનીની શું કિંમત કાના જો એ તારી માટે ના હોય? તે તો તારી વાત મૂકી, તારી મહત્વાકાંક્ષા, તારી જીવનની રીત,તારા કર્મો, તારું જ્ઞાન અને તારા જીવનના રંગો પણ મારું શું કાના? મારા જીવનના બધા રંગો તો ખાલી કાના માં છે બીજે ક્યાંય નહિ.  આમાં હું ક્યાં છું? (રાધા એ કૃષ્ણ ની આંખ માં આંખ નાખતા વેધક સવાલો નો એક પછી એક મારો ચલાવ્યો,એની આંખો અત્યારે ઘણા બધા પ્રશ્નો પૂછી રહી હતી પરંતુ એકનો પણ જવાબ કૃષ્ણ પાસે નહતો)

Comments

Post a Comment

Popular posts from this blog

કણ કણમાં કૃષ્ણ....

જય શ્રી રાધે કૃષ્ણ,
શુભ સવાર,
પૃથ્વીના કણકણમાં કૃષ્ણ સમાયેલ છે. પૃથ્વીની એક એક રજમાં તેનો અંશ સમાયેલ છે. જેવી રીતે વ્રજની ગોપીઓ, ગાયો, વાછરડાંઓ, બાલગોપાલ બધાં કૃષ્ણને એક નજર પામીને સુખની અનુભુતીનો અનુભવ કરતાં. પરંતુ મનમાં ઊંડે ઊંડે એક દુઃખ ડોક્યા કરતું. ગોપીઓ હંમેશા વિચારતી કે કૃષ્ણને અમે અમારી હાથે બનાવી જાત જાતના પકવાન ખવરાવીએ, અમારી જાતે માખણ ખવરાવીએ, હર હંમેશ અમારી સાથે જ રહે, તેને ખુબ વહાલ વરસાવીએ. ગાયો પણ મનમાં વિચાર કરતી કે કૃષ્ણ અમારા વાછરડાં સ્વરૂપે દર્શન આપે તો અમારું જીવન ધન્ય ધન્ય થઈ જાય. ઉપરોક્ત દરેક ઈચ્છાઓ કૃષ્ણભક્ત અને તે પણ પુર્ણ પણે પવિત્ર હોય જેમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નહી, કોઈપણ પ્રકારની લૌકિક ભાવનાનો અંશ માત્ર ના હોવો જોઈએ તો ભગવાન તે ભક્તની દરેક ઈચ્છા પુરી કરે છે. કૃષ્ણ ગાયો-વાછરડાંઓને અને બાલગોપાલ સાથે ગાયો ચરાવવા વૃંદાવનમાં ગયા. બ્રહ્માજીએ વાછરડાં અને બાલગોપાલને ઉપાડી ગયા. સંધ્યા સમયે ઘર જતાં જેટલા બાલગોપાલ અને વાછરડાંઓ દેખાતાં ન હતાં એટલા સ્વરૂપે કૃષ્ણ દરેક ગાયોના વાછરડાં અને બાલગોપાલના સ્વરૂપે હાજર થયા. ગોપીઓ અને ગાયોની કૃષ્ણભાવના શુધ્ધ અને પવિત્ર તેમજ પુર…

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૮

રાધા:હું પ્રાથના કરીશ કે તને જોઈ એ બધું જ પરમાત્મા આપે. ચાલ હવે હું જાઉં અને તારે પણ જવાનું હશે બધા તારી રાહ જોતા હશે.ફરી મળીશું ક્યારેક આવતા જનમમાં…..(અત્યારે રાધાના ચહેરા પર એક વ્યંગાત્મક હાસ્ય હતું કદાચ એ એના નસીબ પર, એના ભાગ્ય પર હસતી હશે.)

આટલું કહીં રાધા નીચું જોઈ ને ચાલવા લાગી એના ચહેરા અને ચાલમાં મક્કમતા હતી અને એક અદભૂત શાંતિ જણાતી હતી કદાચ એને સમયની ચાલ ને સ્વીકારી લીધી હતી એટલા માટે.એને એક વાર પણ પાછું વળીને નહતું જોયું. પરંતુ કૃષ્ણ નું મન હજુ અશાંત હતું એના મનમાં નવા  ઉદ્વેગોએ જન્મ લીધો હતો. એને પૂછવું હતું રાધાને કે “છેલ્લી વાર મને વળાવા નહી આવે?”  પરંતુ એનું મન સાહસ ના કરી શક્યું. રાધાએ હવે થોડું ગણું અંતર કાપી લીધું હતું પણ એ સ્પસ્ટ જોઈ શકાતી હતી કૃષ્ણ એક પલકારો પણ નહતો મારતો કદાચ એને જતી રાધાને મન ભરીને જોવી લેવી હતી છેલ્લી વાર. થોડી વાર પછી રાધા અસ્પસ્ટ થઇ હવે થોડીક જ નજીક માં એક વળાંક હતો ત્યાંથી એ વળી જવાની હતી,કૃષ્ણને હવે એને આપેલા ભોગ ની કિંમત સમજાઈ હતી એને મન થયું કે એ દોડી ને રાધાને રોકી લે પરંતુ ખબર નહી કેમ એના પગ ઉપડ્યા જ નઈ. શું હતું એનું કારણ?………

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૭

કૃષ્ણ રાધાની આંખો માં જોઈ ના શક્યા, એમણે પોતાની આંખો નીચી કરી લીધી કદાચ એ જવાબ શોધતા હશે. થોડી વાર પછી એમને રાધા સામે ભીખ માંગતા હોય એમ આજીજીવળી નજરોથી રાધા તરફ ફરીથી જોયું.

<script async src="//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script> <script> (adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-6566520096856573", enable_page_level_ads: true }); </script>
રાધા: રહેવા દે કાના નઈ મળે તને આ પ્રશ્નોના જવાબ અને મારે માગીને તને ક્ષોભમાં પણ નથી મુકવો. જા કાના તું જા અને કરીલે તારી ઇચ્છાઓ પૂરી અને હા મારી ચિંતા ના કરતો હું જીવી લઈશ તારા વગર તારી યાદોમાં.હું રડીશ નહિ કાના(રાધા એ આંસુઓ લૂછતાં કહ્યું) કારણ કે મેં પ્રેમ કર્યો છે તને સાચા દિલથી અને પ્રેમ કોઈ દિવસ દુ:ખી ના કરે. મેં તારી જોડે ગાળેલી એ યમુનાના કાંઠેની સવારો, તારા બાહુપાશ માં ગાળેલી એ સાંજો અને રાસ રમતા ગાળેલી એ રાતો પુરતી છે આ જીવન ગાળવા. તારી સાથેની પ્રત્યેક ક્ષણ મારી માટે જીવન હતી અને છે કાના. પરંતુ એટલું યાદ રાખજે કાના આ મારુ બલિ…