Skip to main content

પરમમિત્ર હોવાછતા પણ સુદામાએ શ્રીકૃષ્ણને દગો આપ્યો હતો.

સુદામા- કૃષ્ણની આ કથાનો ભાગવતપુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે

- જે વ્યક્તિ જેવા કર્મ કરે છે તે અનુસાર ફળ પ્રાપ્ત કરે છે

હિન્દૂ ધાર્મિક પુરાણોમાં કોઇને પણ દગો દેવો અથવા ખોટું બોલવાને સૌથી મોટા અપરાધોમાંથી એક માનવામાં આવે છે. આમ તો ગરુડપુરાણ અનુસાર જે વ્યક્તિ જેવા કર્મ કરે છે તે અનુસાર ફળ પ્રાપ્ત કરે છે.
પરંતુ અજાણતા અથવા તો નાનામાં નાના અપરાધનું ફળ પણ આ જીવનમાં ક્યારેક ને ક્યારેક મળે જ છે. એટલા માટે કહેવામાં આવે છે કે મનુષ્યે કોઇ પણ વ્યક્તિ સાથે કપટ ન કરવો જોઇએ. આપણા દ્વારા કરવામાં આવેલા ખરાબ વર્તનનું ફળ આપણને ભગવાન નહીં પરંતુ પ્રકૃતિ પાસેથી મળે છે.
શ્રીકૃષ્ણ અને સુદામાની આ જ કથાનું ભાગવતપુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં સુદામાએ બાળપણમાં અજાણતાં શ્રીકૃષ્ણને ખોટું બોલી ગયા હતા. કહેવામાં આવે છે મિત્રના રૂપમાં પોતાના પરમ સખા શ્રીકૃષ્ણ સાથે કપટ કરવાનું પરિણામ સુદામાને યુવાન થયા બાદ મળ્યુ હતું. કહેવાય છે કે શ્રીકૃષ્ણ સાથે અન્યાય કરવાનો દંડ સુદામાને ગરીબીના રૂપમાં મળ્યો હતો.
સુદામા અને શ્રીકૃષ્ણનું શિક્ષણ-દીક્ષા એક જ ગુરુકુલમાં મળી હતી. એક દિવસ ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો. આ દરમિયાન શ્રીકૃષ્ણ અને સુદામા ગુરુકુલથી બહાર જઇ રહ્યા હતા. વરસાદથી બચવા માટે કૃષ્ણ અને સુદામા એક ઊંચા વૃક્ષ પર ચઢી ગયા. ધીમે-ધીમે રાત થવા લાગી પરંતુ વરસાદ બંધ ન થયો. સુદામા કૃષ્ણથી ઉપરની ડાળીએ બેઠા હતા જ્યારે શ્રીકૃષ્ણ નીચેની ડાળીએ બેસીને વરસાદ થમવાની રાહ જોઇ રહ્યા હતા.
આટલામાં સુદામાને ભૂખ લાગવા લાગી. સુદામાને યાદ આવ્યુ કે ગુરુકુલમાંથી લાવેલા થેલામાં કાચા ચોખા અને ચણા રાખ્યા છે. ભૂખે સુદામાને એટલા વ્યાકૂળ કરી દીધા હતા કે તેઓ કંઇ પણ વિચારવા-સમજવાની સ્થિતિમાં ન હતા. તેમણે ચોખા-ચણાના દાણા ખાવાનું શરૂ કરી દીધુ. ચાવવાની ધ્વનિ સાંભળીને શ્રીકૃષ્ણે સુદામાને પ્રશ્ન કર્યો કે ચાવવાનો અવાજ ક્યાંથી આવી રહ્યો છે? આ સાંભળીને સુદામાએ કહ્યુ 'મિત્ર ઠંડીના કારણે મારા દાંત કડકડવા લાગ્યા છે, મને ઠંડીથી ધ્રુજારી આવવા લાગી છે.'
ભગવાન શ્રીકૃષ્ણ તો પહેલાથી જ બધુ જાણતા હતા. પોતાના મિત્રના નિખાલસ ભર્યા જવાબથી તેઓ મનમાં જ હસી રહ્યા હતા. સુદામો પોતાના હિસ્સાનું પહેલાથી જ ખાઇ ચૂક્યા હતા. પરંતુ થોડીક વાર પછી તેમને ફરીથી ભૂખે વ્યાકૂળ બનાવી દીધા. આ વખતે તેમણે પોતાના મિત્રના હિસ્સાનું પણ ખાઇ લીધુ. શ્રીકૃષ્ણે ફરીથી સુદામાને સવાલ કર્યો અને તેમણે ફરીથી એ જ જવાબ આપી દીધો.
કહેવાય છે કે શ્રીકૃષ્ણનો ભાગ કપટથી ખાઇ જવાને કારણે સુદામાને ગરીબાઇનો સામનો કરવો પડ્યો હતો. તેમની આ પરિસ્થિતિમાં ત્યારે સુધારો જોવા મળ્યો જ્યારે તેમણે શ્રીકૃષ્ણને ભેટ સ્વરૂપે ચોખા આપ્યા. શ્રીકૃષ્ણે પોતાના બાળપણના મિત્રને જોઇને ભેટી પડ્યા અને ચોખાના દાણાને ખૂબ જ પ્રેમથી સ્વીકારી લીધા. શ્રીકૃષ્ણના ચોખાના દાણા ગ્રહણ કરતા જ સુદામાની બધી ગરીબાઇ એક પળમાં દૂર થઇ ગઇ હતી.
આ જોઇને રુક્મણિએ શ્રીકૃષ્ણને સુદામાએ બાળપણમાં કરેલ અપરાધના દંડ વિશે પૂછ્યું. ત્યારે શ્રીકૃષ્ણે સ્મિત સાથે કહ્યુ હું ક્યારેય પણ પોતાના ભક્તો અથવા પ્રિયજનોને દંડ આપી જ શકતો નથી. કારણ કે તેનાથી મને જ પીડા થાય છે. કર્મોનું ફળ તો નિયતિના હાથમાં હોય છે. મેં તો પોતાના મિત્રને એ જ દિવસે માફ કરી દીધો હતો. પરંતુ નિયતિ અથવા પ્રકૃતિ બધા માટે સમાન હોય છે

Comments

Popular posts from this blog

કણ કણમાં કૃષ્ણ....

જય શ્રી રાધે કૃષ્ણ,
શુભ સવાર,
પૃથ્વીના કણકણમાં કૃષ્ણ સમાયેલ છે. પૃથ્વીની એક એક રજમાં તેનો અંશ સમાયેલ છે. જેવી રીતે વ્રજની ગોપીઓ, ગાયો, વાછરડાંઓ, બાલગોપાલ બધાં કૃષ્ણને એક નજર પામીને સુખની અનુભુતીનો અનુભવ કરતાં. પરંતુ મનમાં ઊંડે ઊંડે એક દુઃખ ડોક્યા કરતું. ગોપીઓ હંમેશા વિચારતી કે કૃષ્ણને અમે અમારી હાથે બનાવી જાત જાતના પકવાન ખવરાવીએ, અમારી જાતે માખણ ખવરાવીએ, હર હંમેશ અમારી સાથે જ રહે, તેને ખુબ વહાલ વરસાવીએ. ગાયો પણ મનમાં વિચાર કરતી કે કૃષ્ણ અમારા વાછરડાં સ્વરૂપે દર્શન આપે તો અમારું જીવન ધન્ય ધન્ય થઈ જાય. ઉપરોક્ત દરેક ઈચ્છાઓ કૃષ્ણભક્ત અને તે પણ પુર્ણ પણે પવિત્ર હોય જેમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નહી, કોઈપણ પ્રકારની લૌકિક ભાવનાનો અંશ માત્ર ના હોવો જોઈએ તો ભગવાન તે ભક્તની દરેક ઈચ્છા પુરી કરે છે. કૃષ્ણ ગાયો-વાછરડાંઓને અને બાલગોપાલ સાથે ગાયો ચરાવવા વૃંદાવનમાં ગયા. બ્રહ્માજીએ વાછરડાં અને બાલગોપાલને ઉપાડી ગયા. સંધ્યા સમયે ઘર જતાં જેટલા બાલગોપાલ અને વાછરડાંઓ દેખાતાં ન હતાં એટલા સ્વરૂપે કૃષ્ણ દરેક ગાયોના વાછરડાં અને બાલગોપાલના સ્વરૂપે હાજર થયા. ગોપીઓ અને ગાયોની કૃષ્ણભાવના શુધ્ધ અને પવિત્ર તેમજ પુર…

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૮

રાધા:હું પ્રાથના કરીશ કે તને જોઈ એ બધું જ પરમાત્મા આપે. ચાલ હવે હું જાઉં અને તારે પણ જવાનું હશે બધા તારી રાહ જોતા હશે.ફરી મળીશું ક્યારેક આવતા જનમમાં…..(અત્યારે રાધાના ચહેરા પર એક વ્યંગાત્મક હાસ્ય હતું કદાચ એ એના નસીબ પર, એના ભાગ્ય પર હસતી હશે.)

આટલું કહીં રાધા નીચું જોઈ ને ચાલવા લાગી એના ચહેરા અને ચાલમાં મક્કમતા હતી અને એક અદભૂત શાંતિ જણાતી હતી કદાચ એને સમયની ચાલ ને સ્વીકારી લીધી હતી એટલા માટે.એને એક વાર પણ પાછું વળીને નહતું જોયું. પરંતુ કૃષ્ણ નું મન હજુ અશાંત હતું એના મનમાં નવા  ઉદ્વેગોએ જન્મ લીધો હતો. એને પૂછવું હતું રાધાને કે “છેલ્લી વાર મને વળાવા નહી આવે?”  પરંતુ એનું મન સાહસ ના કરી શક્યું. રાધાએ હવે થોડું ગણું અંતર કાપી લીધું હતું પણ એ સ્પસ્ટ જોઈ શકાતી હતી કૃષ્ણ એક પલકારો પણ નહતો મારતો કદાચ એને જતી રાધાને મન ભરીને જોવી લેવી હતી છેલ્લી વાર. થોડી વાર પછી રાધા અસ્પસ્ટ થઇ હવે થોડીક જ નજીક માં એક વળાંક હતો ત્યાંથી એ વળી જવાની હતી,કૃષ્ણને હવે એને આપેલા ભોગ ની કિંમત સમજાઈ હતી એને મન થયું કે એ દોડી ને રાધાને રોકી લે પરંતુ ખબર નહી કેમ એના પગ ઉપડ્યા જ નઈ. શું હતું એનું કારણ?………

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૭

કૃષ્ણ રાધાની આંખો માં જોઈ ના શક્યા, એમણે પોતાની આંખો નીચી કરી લીધી કદાચ એ જવાબ શોધતા હશે. થોડી વાર પછી એમને રાધા સામે ભીખ માંગતા હોય એમ આજીજીવળી નજરોથી રાધા તરફ ફરીથી જોયું.

<script async src="//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script> <script> (adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-6566520096856573", enable_page_level_ads: true }); </script>
રાધા: રહેવા દે કાના નઈ મળે તને આ પ્રશ્નોના જવાબ અને મારે માગીને તને ક્ષોભમાં પણ નથી મુકવો. જા કાના તું જા અને કરીલે તારી ઇચ્છાઓ પૂરી અને હા મારી ચિંતા ના કરતો હું જીવી લઈશ તારા વગર તારી યાદોમાં.હું રડીશ નહિ કાના(રાધા એ આંસુઓ લૂછતાં કહ્યું) કારણ કે મેં પ્રેમ કર્યો છે તને સાચા દિલથી અને પ્રેમ કોઈ દિવસ દુ:ખી ના કરે. મેં તારી જોડે ગાળેલી એ યમુનાના કાંઠેની સવારો, તારા બાહુપાશ માં ગાળેલી એ સાંજો અને રાસ રમતા ગાળેલી એ રાતો પુરતી છે આ જીવન ગાળવા. તારી સાથેની પ્રત્યેક ક્ષણ મારી માટે જીવન હતી અને છે કાના. પરંતુ એટલું યાદ રાખજે કાના આ મારુ બલિ…