Skip to main content

જાણો, શા માટે છે રાધે ક્રિષ્નાનો પ્રેમ અમર?

ત્રણે લોકોમાં રાધાજીની સ્તુતિ થતી જોઈને દેવર્ષિ નારદ ખીજાઈ ગયા. તેમની એક જ ફરિયાદ હતી કે પોતે કૃષ્ણને ખૂબ જ પ્રેમ કરે છે, તો પછી મારું નામ કોઈ કેમ નથી લેતું? દરેક ભક્ત ‘રાધે-રાધે’શા માટે કહે છે? તેઓ પોતાની આ વ્યથા લઈને શ્રીકૃષ્ણની પાસે પહોંચ્યા.
નારદજીએ જોયું કે ભગવાન શ્રીકૃષ્ણ ભયંકર માથાના દુખાવાથી કણસી રહ્યા હતા. ભગવાનની આ પીડા દેવર્ષિથી ન જોઈ શકાઈ અને તેમણે પૂછયું, ‘ભગવાન! શું આ માથાના દુખાવાનો કોઈ ઉપચાર છે? મારા હૃદયના રક્તથી આ દુખાવો શાંત થઈ જાય તો હું મારું રક્ત દાન કરી શકું છું.’
આ સાંભળી શ્રીકૃષ્ણએ ઉત્તર આપ્યો, ‘નારદજી, મને કોઈના રક્તની જરૂર નથી, પરંતુ જો મારો કોઈ ભક્ત પોતાનું ચરણામૃત એટલે કે પોતાના પગ ધોઈને તે પાણી પીવડાવી દે તો મારો માથાનો દુખાવો શાંત થઈ શકે છે.’
નારદજી મનમાં વિચારવા લાગ્યા કે ભક્તનું ચરણામૃત, તે પણ ભગવાનના શ્રીમુખમાં. આમ કરનારને તો ઘોર નરક ભોગવવું પડશે. આ વાત જાણવા છતાં કોઈ નરક ભોગવવા શા માટે તૈયાર થાય?’ શ્રીકૃષ્ણએ નારજીને કહ્યું કે તેઓ રુક્મિણી પાસે જઈને આ બધી જ વાત કરે તો શક્ય છે કે રુક્મિણી પોતાનું ચરણામૃત આપવા તૈયાર થઈ જાય.
નારદજી રુક્મિણી પાસે ગયા અને તેમને સમગ્ર વૃત્તાંત સંભળાવ્યો. રુક્મિણી બોલ્યાં, ‘ના, ના, હું આ પાપ ન કરી શકું.’ નારદજીએ પાછા ફરીને રુક્મિણીની વાત શ્રીકૃષ્ણને જણાવી. હવે શ્રીકૃષ્ણએ નારદજીને રાધાજી પાસે મોકલ્યા. રાધાજીએ શ્રીકૃષ્ણની પીડા વિશે જાણ્યું કે તરત જ એક પાત્રમાં જળ લઈને આવ્યાં અને તેમાં પોતાના બંને પગ ડુબાડ્યાં.
પછી તેમણે નારદજીને કહ્યું, ‘દેવર્ષિ, આ ચરણામૃતને ઝડપથી શ્રીકૃષ્ણ પાસે લઈ જાઓ. હું જાણું છું કે ભગવાનને પોતાના પગ ધોઈને પીવડાવવાથી મને રૌરવ નામના નરકમાં પણ સ્થાન નહીં મળે, પરંતુ મારા પ્રિયતમના સુખ માટે, તેમની પીડા શાંત કરવા માટે હું અનંત યુગો સુધી નરકની યાતનાઓ ભોગવવા તૈયાર છું.’ દેવર્ષિના પ્રશ્નનું સમાધાન થઈ ગયું.
તેઓ સમજી ગયા કે ત્રણે લોકોમાં રાધાના પ્રેમનાં સ્તુતિગાન શા માટે થઈ રહ્યાં છે? નારદજીએ પોતાની વીણા હાથમાં લીધી અને રાધાજીની સ્તુતિ ગાવા લાગ્યા.•


Comments

Popular posts from this blog

ક્રિષ્નાની પટરાણીઓ

ભગવાન શ્રીકૃષ્ણ વિશે એવું કહેવામાં આવે છે કે, તેમની સોળ હજાર એક સો આઠ પત્નીઓ હતી. કારણ એ છે કે, નરકાસુરની કેદમાં હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણે મુક્ત કરાવી ત્યારે બધી જ રાજકુમારીઓએ શ્રીકૃષ્ણને પોતાના પતિ માની લીધા અને શ્રીકૃષ્ણે પણ તે રાજકુમારીઓને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. આ માટે જ કૃષ્ણની પત્નીઓની સંખ્યા હજારોમાં છે. પરંતુ તેમની મુખ્ય રાણી આઠ હતી જે પટરાણી તરીકે ઓળખાતી હતી. આ આઠેય રાણીઓની અનોખી કહાણી છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શ્રીકૃષ્ણની આઠેય પટરાણીઓ વિશેની અનોખી વાત. રુકમણીઃ- દેવી રાધા ભગવાન શ્રીકૃષ્ણની પ્રેયસી બની રહી પરંતુ શ્રીકૃષ્ણની પ્રમુખ પટરાણીના સ્વરૂપમાં સૌથી પહેલાં રુકમણીનું નામ લેવામાં આવે છે. આ રાજકુમારી વિદર્ભ દેશની રાજકુમારી હતી અને મનમાંને મનમાં જ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માની ચૂકી હતી. પરંતુ તેમના ભાઈ રુકમી તેમના વિવાહ ચેદી નરેશ શિશુપાલ સાથે કરવા માંગતા હતા. આ માટે રુકમણિના પ્રેમ પત્રને વાંચીને શ્રીકૃષ્ણે રુકમણીનું હરણ કરી લીઘું અને તેમની સાથે વિવાહ કરી લીધા. કાલિંદીઃ- ભગવાન શ્રીકૃષ્ણની બીજી પટરાણી દેવી કાલિંદી માનવા...

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૧

( *અહીં જે રાધા અને કૃષ્ણની વાત કરી છે એ કઈ કોઈ પરમેશ્વરની કે ચારેય ભુવનના સ્વામીની નહી પરંતુ એક મહત્વકાંક્ષી યુવાન અને એક એવી છોકરીની કે જે એ યુવાનના પ્રેમ ને જ પોતાનું સર્વર્સ્વ માને છે, એની માટે જીવન નો પાર્યાય એનો પ્રેમ છે. એવા યુગલ ના છેલ્લા સંવાદ, છેલ્લા પ્રયત્ન અને છેલ્લી યાદ ની વાત છે.) રાધા કૃષ્ણના ગોકુળ છોડવાના સમાચાર સાંભળી ને યમુના કિનારે કદંબના વૃક્ષ નીચે મોં પર ગુસ્સોને મનમાં પારાવાર દુ:ખ લઇને બેઠી છે અને વિચારે છે ક્યારે કાનો આવે અને એને લડીને એના ગળે મળીને મન ભરીને રડીલે.અને ત્યાંજ કૃષ્ણ રાધા રાધાની બુમો પડતો આવી પહોંચે છે. કૃષ્ણ: રાધા! મને ખબર જ હતી તું અહીં જ મળીશ મને. આમેય ગામ નો ઉતાર ભાગોળે જ મળે. ખરું કે નઈ? (કૃષ્ણ એ એના એ જ મજાકિયા અંદાજ માં રાધાના મન ની વાત અને પરિસ્થિતિ જાણતો હોવા છતા કીધુ.) રાધા: હા અમે ઉતાર ને તું? મોટો રાજા નઈ? તો શું કામ આવ્યો છે આ ઉતાર પાસે બુમો પાડતો?(રાધા એ બીજી તરફ મો ફેરવી ને ઉત્તર આપ્યો)

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૨

કૃષ્ણ: અરે લે! તું તો ગુસ્સે થઇ ગઈ. પણ તને ખબર છે તું ગુસ્સામાં પણ બઉં સારી લાગે છે. તારા ગોરા ચહેરા પર આ લાલ ગુસ્સો કઈ શણગાર થી સહેજેય ઓછો નથી લાગતો.( કૃષ્ણએ એના એ જ ટીપીકલ અંદાજ માં જવાબ વાળ્યો.) રાધા: ખોટી ખોટી તારીફો નઈ કર આવું તો તું ગોકુળની બધી ગોપીઓ ને કહી વળ્યો છે મને ખબર છે એટલે તારા આ શબ્દોની રમત મારી જોડે ના રમ. જે કેવા આવ્યો છે એ કહી દે મારે મોડું થાય છે.(રાધાની ધીરજ હવે ખૂટી રહી હતી એને કાના ને લડવું હતું ને ગળે મળીને રડવું હતું  કદાચ એને અંદાજો આવી ગયો હતો કે આ એની છેલ્લી મૂલાકાત હતી) કૃષ્ણ: ક્યાં તું એ ગોપીઓ જોડે તારી જાત ને સરખાવે છે રાધા? એ તો ગોપીઓ છે ને તું રાધા,મારી રાણી.(કૃષ્ણ રાધા ના દિલ ની પરિસ્થિતિ જાણતો હોવા છતાં આવી વાતોમાં સમય વેડફતો હતો ખબર નઈ કેમ કદાચ એ રાધા ની પરીક્ષા લેતો હતો કે પછી પોતે રાધા જોડે છેલ્લી મુલાકાત ને થાય એટલી વધારી ને એને પણ મનમાં યાદોંના પોટલા ભરી લેવા હતા? કે પછી કૃષ્ણ પણ પરિસ્થિતિનો સામનો કરવા કરતા એનાથી ભાગી રહ્યો હતો? ) રાધા: એ બધું છોડ શું કરવા આવ્યો છે એ બોલ.(રાધા નો સંયમ હવે ખૂટી રહ્યો હતો. એને હજુ કૃષ્ણ આવ્યો ત્યારનું એ...