Skip to main content

વાહ,દોસ્તી હોય તો આવી.....

કૃષ્ણ-સુદામાની ભાઈબંધી ખૂબ જાણીતી છે.

        એક વખત તેઓ બંન્ને જણા જંગલમાં લાકડા કાપવા માટે ગયાં ત્યારે ત્યાં જબરજસ્ત તોફાન આવ્યુ. તે દરમિયાન તે બંન્ને છુટા પડી ગયાં.

        તે વખતે તેઓને સાંદિપની ઋષિની પત્નીએ ખાવા માટે ભાત આપ્યાં હતાં જે સુદામા પાસે હતાં અને તેઓને ખુબ જ ભુખ લાગી તો તેઓ બધા ભાત ખાઈ ગયાં.

        જ્યારે તોફાન શાંત થઈ ગયું ત્યારે તેઓ બંન્ને આશ્રમમાં પાછા ફર્યાં.

        ત્યાર બાદ કૃષ્ણને ખુબ જ ભુખ લાગી હતી તો તેમણે ગુરુમાતા પાસે જમવાનું માગ્યું, ગુરૂમાતાએ કહ્યું કે મેં તો તમારા બંને માટે ભાત આપ્યા હતા.

        જ્યારે તેમણે ખબર પડી કે સુદામા બધા ભાત ખાઈ ગયા તો તેમણે સુદામાને શ્રાપ આપ્યો કે કૃષ્ણના ભાગનું જમવાનું તુ ખાઈ ગયો છે તો તું હંમેશા દરિદ્ર જ રહીશ.

        સુદામાએ ગુરૂમાતા પાસે માફી માગી અને ખૂબ વિનતી કરી ત્યારે તેમણે કહ્યું કે જેને કારણે તને શ્રાપ મળ્યો છે તે જ તને તેમાંથી મુક્તિ અપાવશે.

        જ્યારે તેઓનું ભણવાનું પુરૂ થઈ ગયું ત્યાર બાદ તેઓ પોતપોતાના રસ્તે જતાં રહ્યાં.

        કૃષ્ણ ભગવાને રુકમણી સાથે લગ્ન કર્યા અને તેઓ દ્વારકાના રાજા બનીને ખુબ જ ખુશીથી પોતાની જીંદગી પસાર કરતાં હતાં.

        બીજી બાજુ સુદામા પણ ગરીબ બ્રાહ્મણ છોકરી સાથે લગન કરીને તે પણ ખુબ જ ખુશીથી પોતાની જીંદગી પસાર કરતાં હતાં.
        પણ પોતાનાં બાળકોને પૂરું ખવડાવી શકે એટલા પણ સુદામા પાસે પૈસા નહોતા. સુદામાની પત્નીએ કહ્યું, "આપણે ભલે ભૂખ્યાં રહીએ, પણ છોકરાંને તો પૂરું ખવડાવવું જોઈએ ને?" બોલતાં બોલતાં તેની આંખમાં આંસુ આવ્યાં.

        સુદામાને ખૂબ લાગી આવ્યું. તે બોલ્યો, "શું કરીએ ? કોઈની પાસે માંગવા ન જવાય."
        પત્નીએ સુદામાને કહ્યું, "તમે કૃષ્ણની વાત તો વારંવાર કરો છો. તમારે તેની સાથે ખૂબ ભાઈબંધી છે એમ કહો છો. એ તો દ્વારકાના રાજા છે. ત્યાં કેમ જતા નથી? જાઓને! ત્યાં કંઇ માંગવું નહીં પડે !"

        સુદામાને પત્નીની વાત ખરી લાગી. સુદામાએ દ્વારકા જવાનું નક્કી કર્યું. પત્નીને કહ્યું, "ભલે, હું કૃષ્ણ પાસે જઈશ. પણ એના છોકરાં માટે શું લઇ જાઉં?"

        સુદામાની પત્ની પડોશમાંથી પૌંઆ લઇ આવી. તેને ફાટેલા કપડામાં બાંધીને તેની પોટલી કરી. સુદામા એ પોટલી લઈને દ્વારકા જવા ઊપડ્યા.

        દ્વારકા જોઈને સુદામા તો છક થઇ ગયા. આખી નગરી સોનાની હતી. લોકો ખૂબ સુખી હતા. સુદામા પૂછતા પૂછતા કૃષ્ણના મહેલ પાસે ગયા. દરવાને આ બાવા જેવા લાગતા સુદામાને પૂછ્યું, "એય, અહીં શું કામ છે?"

        સુદામાએ જવાબ આપ્યો, "મારે કૃષ્ણને મળવું છે. એ મારો મિત્ર છે. અંદર જઈને કહો કે સુદામા તમને મળવા આવ્યો છે."

        સુદામાનો વેશ જોઈને દરવાનને હસવું આવ્યું. તેણે જઈને કૃષ્ણને વાત કહી. સુદામાનું નામ સાંભળતાં જ કૃષ્ણ ઊભા થઇ ગયા! સુદામાને મળવા દોડયા. બધા આશ્ચર્યથી જોઈ રહ્યા! ક્યાં રાજા અને ક્યાં આવો બાવો?

        કૃષ્ણ સુદામાને મહેલમાં લઇ ગયા. સાંદીપનિ ઋષિના ગુરુકુળના દિવસોની યાદ તાજી કરી. સુદામા કૃષ્ણની શ્રીમંતાઈ જોઈ શરમાયો.

        સુદામાએ પૌંઆની પોટલી સંતાડવા માંડી, પણ કૃષ્ણે તે ખેંચી લીધી. કૃષ્ણે તેમાંથી પૌંઆ કાઢ્યા.

        ખાતાં ખાતાં કૃષ્ણ બોલ્યા, "આવો અમૃત જેવો સ્વાદ મને બીજા કશામાં નથી મળ્યો."

        પછી બંને જમવા બેઠા. સોનાની થાળીમાં સારું ભોજન પીરસ્યું હતું. સુદામાનું હૃદય ભરાઈ આવ્યું. ઘેર છોકરાંને પૂરું ખાવા નથી મળતું તે યાદ આવ્યું. સુદામા બે દિવસ ત્યાં રહ્યા.

        એ કૃષ્ણ પાસે કશું માંગી ન શક્યા. ત્રીજે દિવસે પાછા ઘરે જવા નીકળ્યા. કૃષ્ણ સુદામાને ભેટ્યા, થોડે સુધી મૂકવા ગયા.

        ઘરે જતાં સુદામાને વિચાર આવ્યો, "ઘેર પત્ની પૂછશે કે શું લાવ્યા? શો જવાબ આપીશ?"

        સુદામા ઘર પહોંચ્યા. ત્યાં તેણે પોતાનું ઝૂપડું જ ન જોયું! એટલામાં તો સુંદર ઘરમાંથી પત્ની બહાર આવી. તેણે સુંદર કપડાં પહેર્યા હતાં.

        પત્નીએ સુદામાને કહ્યું, "જોયોને કૃષ્ણનો પ્રતાપ! આપણી ગરીબાઈ ગઈ કૃષ્ણે આપણાં બધાં દુ:ખ ભાંગ્યાં. સુદામાને કૃષ્ણનો પ્રેમ યાદ આવ્યો. તેની આંખમાં આનંદનાં આંસુ આવ્યાં.

        જોયું મિત્રો, કૃષ્ણ અને સુદામાનો પ્રેમ એટલે સાચો મિત્રપ્રેમ.તો મિત્રો, સાચા પ્રેમમાં નથી ઊંચ - નીચ જોવાતી કે નથી જોવાતી અમીરી- ગરીબી.

        માટે જ આજે યુગો પછી પણ દુનિયા કૃષ્ણ સુદામાની ભાઇબંધીને સાચા મિત્ર પ્રેમના પ્રતિક તરીકે યાદ કરે છે.

Comments

Popular posts from this blog

ક્રિષ્નાની પટરાણીઓ

ભગવાન શ્રીકૃષ્ણ વિશે એવું કહેવામાં આવે છે કે, તેમની સોળ હજાર એક સો આઠ પત્નીઓ હતી. કારણ એ છે કે, નરકાસુરની કેદમાં હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણે મુક્ત કરાવી ત્યારે બધી જ રાજકુમારીઓએ શ્રીકૃષ્ણને પોતાના પતિ માની લીધા અને શ્રીકૃષ્ણે પણ તે રાજકુમારીઓને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. આ માટે જ કૃષ્ણની પત્નીઓની સંખ્યા હજારોમાં છે. પરંતુ તેમની મુખ્ય રાણી આઠ હતી જે પટરાણી તરીકે ઓળખાતી હતી. આ આઠેય રાણીઓની અનોખી કહાણી છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શ્રીકૃષ્ણની આઠેય પટરાણીઓ વિશેની અનોખી વાત. રુકમણીઃ- દેવી રાધા ભગવાન શ્રીકૃષ્ણની પ્રેયસી બની રહી પરંતુ શ્રીકૃષ્ણની પ્રમુખ પટરાણીના સ્વરૂપમાં સૌથી પહેલાં રુકમણીનું નામ લેવામાં આવે છે. આ રાજકુમારી વિદર્ભ દેશની રાજકુમારી હતી અને મનમાંને મનમાં જ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માની ચૂકી હતી. પરંતુ તેમના ભાઈ રુકમી તેમના વિવાહ ચેદી નરેશ શિશુપાલ સાથે કરવા માંગતા હતા. આ માટે રુકમણિના પ્રેમ પત્રને વાંચીને શ્રીકૃષ્ણે રુકમણીનું હરણ કરી લીઘું અને તેમની સાથે વિવાહ કરી લીધા. કાલિંદીઃ- ભગવાન શ્રીકૃષ્ણની બીજી પટરાણી દેવી કાલિંદી માનવા

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૮

રાધા:હું પ્રાથના કરીશ કે તને જોઈ એ બધું જ પરમાત્મા આપે. ચાલ હવે હું જાઉં અને તારે પણ જવાનું હશે બધા તારી રાહ જોતા હશે.ફરી મળીશું ક્યારેક આવતા જનમમાં…..(અત્યારે રાધાના ચહેરા પર એક વ્યંગાત્મક હાસ્ય હતું કદાચ એ એના નસીબ પર, એના ભાગ્ય પર હસતી હશે.) આટલું કહીં રાધા નીચું જોઈ ને ચાલવા લાગી એના ચહેરા અને ચાલમાં મક્કમતા હતી અને એક અદભૂત શાંતિ જણાતી હતી કદાચ એને સમયની ચાલ ને સ્વીકારી લીધી હતી એટલા માટે.એને એક વાર પણ પાછું વળીને નહતું જોયું. પરંતુ કૃષ્ણ નું મન હજુ અશાંત હતું એના મનમાં નવા  ઉદ્વેગોએ જન્મ લીધો હતો. એને પૂછવું હતું રાધાને કે “છેલ્લી વાર મને વળાવા નહી આવે?”  પરંતુ એનું મન સાહસ ના કરી શક્યું. રાધાએ હવે થોડું ગણું અંતર કાપી લીધું હતું પણ એ સ્પસ્ટ જોઈ શકાતી હતી કૃષ્ણ એક પલકારો પણ નહતો મારતો કદાચ એને જતી રાધાને મન ભરીને જોવી લેવી હતી છેલ્લી વાર. થોડી વાર પછી રાધા અસ્પસ્ટ થઇ હવે થોડીક જ નજીક માં એક વળાંક હતો ત્યાંથી એ વળી જવાની હતી,કૃષ્ણને હવે એને આપેલા ભોગ ની કિંમત સમજાઈ હતી એને મન થયું કે એ દોડી ને રાધાને રોકી લે પરંતુ ખબર નહી કેમ એના પગ ઉપડ્યા જ નઈ. શું હતું એનું કારણ?………

જાણો કેમ કરી હતી ક્રિષ્નાએ માખણની ચોરી?

કૃષ્ણ એ ઘણી બધી  અદભૂત  લીલા ઓ કરી  છે તેમાં એક  વિખ્યાત માખણચોરી ની લીલા પણ  છે. વળી એમ પણ વિચાર થતો હશે કે ભગવાન ને ચોરીકરવાની જરૂર કેમ પડી?   આ લીલા નું વિસ્તારપૂર્વક વર્ણન  શ્રીમદ્  ભાગવત   નાં  દશમ  સ્કંધ  માં  આપેલું  છે. શ્રીમદ્ ભાગવત માં  આ આખી લીલા ફક્ત ૪ શ્લોક માં આપેલીછે.         **********         કૃષ્ણ બહુજ નટખટ છે.  કૃષ્ણ જયારે પાપા પગલી માંડતા હતા તેટલા નાના હતા, ત્યારે ગોપીઓ યશોદામાતા ને કહે છે કે “ તારો લાલન  ખુબ  જ નટખટ છે અનેઅત્યારે તો હજુ ચાલતાં  જ નથી શીખ્યો ત્યાં તો કેટલી કૂદમકૂદી કરે છે. પગલી માંડવાની ઉંમર નું બાળક ૨-૩ વર્ષ નાં બાળક ની જેમ વર્તે  છે .”         **********         આ માખણ ચોરીલીલા કેવળ ચોરીની વાત નથી. તેમાં કેટલાક ગૂઢ સિદ્ધાન્તો સમાયેલાં છે. જે દરેક માનવી એ પોતાના જીવનમાં લેવા જેવા છે. ભગવાન બધે જછે. તેમના માટે કશું પોતાનું કે પારકુ નથી.         કૃષ્ણ એ જોયું કે વ્રજ ના પ્રજાજનો શારીરિક, નાણાંકીય અથવા આધ્યાત્મિક રીતે મજબુત નથી. તે માટે કૃષ્ણ એ લોકો ને સુધારવા  માટેનો  ઉપાય શોધ્યો.  વ્રજવાસીઓ મથુરા વાસીઓને અનાજ  આપતા  હતાં અને  ત્યાંથી રોજીર