Skip to main content

આજ રસીયો ખેલે ફાગ

આવ્યો આવ્યો ગોકુળનો ગીરધારી,
એતો ખોબલીયે છાંટે ગુલાલ મારા વ્હાલા,
આજ રસીયો ખેલે ફાગ હોળી...

લીધી હાથે કનક પિચકારી,
વ્હાલો ચાલે ચટકતી ચાલ મારા વ્હાલા,
આજ રસીયો ખેલે ફાગ હોળી...

રાધા જાતી'તી જમુના જળ ભરવા,
વ્હાલે રંગ્યા છે રાધાજી ના ગાલ મારા વ્હાલા,
આજ રસીયો ખેલે ફાગ હોળી...

ભિંજી ચોળી ને નવરંગ ચુંદડી,
રંગ ઘેલો બન્યો છે ગોપાલ મારા વ્હાલા,
આજ રસીયો ખેલે ફાગ હોળી...

રાધા વિનવે કાનની કર જોડી,
મારો કેડો મેલો તમે નંદજીના લાલ મારા વ્હાલા,
આજ રસીયો ખેલે ફાગ હોળી...

પ્રેમ પાછળ પાગળ છે શ્યામળો,
એતો વૈષ્ણવના હૈયાનો હાર મારા વ્હાલા,
આજ રસીયો ખેલે ફાગ હોળી...

વ્હાલા વલ્લભના સ્વામી ને વિનવુ,
અમને દેજો વ્રજમા વાસ મારા વ્હાલા,
આજ રસીયો ખેલે ફાગ હોળી...

Comments