Skip to main content

જાણો, કૃષ્ણએ અર્જુનને શા માટે ભીષ્મ, દ્રોણ ,કર્ણને મારવામાં સાથ આપ્યો?

મહાભારત નું યુદ્ધ પુરું થયું
અને
ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યાં.
પટ્ટરાણી રુક્મિણી તેની પાસે આવ્યાં અને પૂછ્યું..
"હે માધવ, યુદ્ધમાં ગુરુ દ્રોણ અને ભીષ્મ પિતામહ જેવા જ્ઞાની, પુણ્યશાળી અને મહાન યોદ્ધાઓને દગાથી મારવામાં તમે કેમ સહભાગી બન્યાં ? એની મહાનતા ની કોઈ ગરિમા નહીં ? એની સારપ નું કોઈ મૂલ્ય નહીં ? આ પાપ તમે કેમ થવા દીધું ?"
પ્રથમ તો શ્રીકૃષ્ણ મૌન રહ્યાં અને ફક્ત સ્મિત આપ્યું.
પણ, રુક્મિણીએ લીધી વાત મૂકી નહીં અને ફરી ફરી આ જ પ્રશ્ન પૂછવા લાગ્યાં.
ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યાં :
'હે પ્રિયા, એ બન્ને ની મહાનતા અને સારપ વિશે કોઈ શંકા નથી પણ, એ બન્નેએ જીવનમાં ફક્ત એક જ એવું પાપ કર્યું હતું કે જેનાં કારણે એની આખી જીંદગીની તમામ સારપ અને પુણ્યકર્મો ધોવાય ગયાં..'
રુક્મિણી : કયું પાપ નાથ ?
શ્રીકૃષ્ણ : હે દેવી, એ બન્ને એ સભામાં ઉપસ્થિત હતાં કે જયાં દ્રૌપદીની લાજ લૂંટવાની કોશિશ થઈ..
એ બન્ને એ ઘટના રોકવા બધી જ રીતે સક્ષમ હતાં. પણ, એમણે મૂંગા રહીને જોયા કર્યું. જે સારાપણું એક નારીનું અપમાન થતું રોકી ન શકે તે શું કામનું ?
આ એક જ પાપ એ બન્નેની તમામ શ્રેષ્ઠતા ને ધોઈ નાખવા માટે પૂરતું હતું..
રુક્મિણી : એ સાચું સ્વામી.. પણ, કર્ણનું શું ? એક શ્રેષ્ઠ મિત્ર, મહાપરાક્રમી અને મહાદાનેશ્વરી કર્ણ નો શું દોષ હતો ? જેણે પોતાની માતા કુંતીને પણ, અર્જુન સિવાય કોઇપણ પાંડવને ન મારવાનું વચનદાન આપ્યું. ઇન્દ્રને પણ દાનમાં પોતાનાં કવચ કુંડળ આપી દીધાં એવાં મહાન દાતા ને ક્યા પાપે માર્યો ?
શ્રીકૃષ્ણ : મહારાણી, જ્યારે સાત સાત મહારથીઓ સામે સફળતાપૂર્વક એકલે હાથે લડી ને મહાવીર અભિમન્યુ નીચે પડી ગયો અને સાવ મૃત્યુની સમીપ હતો, ત્યારે તેણે અસીમ આશાથી પાસે જ ઊભેલા કર્ણ પાસે પીવાનું પાણી માંગ્યુ. તેને શ્રદ્ધા હતી કે, દુશ્મન હોવાં છતાં, મહાન દાનેશ્વરી કર્ણ એને જરૂર પાણી આપશે.
પણ,
પોતાની પાસે જ ચોખ્ખા મીઠાં પાણીનો ઝરો હોવાં છતાં, ફક્ત પોતાનો મિત્ર દુર્યોધન નારાજ ન થાય તે કારણે, કર્ણ એ મરતા અભિમન્યુ ને પાણી ન આપ્યું અને એ બાળયોદ્ધો તરસ્યો જ મરી ગયો..
હે રુક્મિણી, આ એક જ પાપ એનાં જીવન આખા દરમિયાનનાં દાનથી મળેલાં પુણ્યને નષ્ટ કરવા/ભૂંસી નાખવા માટે પૂરતું હતું. અને કાળની અકળ ગતિ જુઓ, કે એ જ પાણી નાં ઝરણાંનાં કાદવમાં એનાં રથનું પૈડું ફસાયું અને તેનાં મૃત્યુનું કારણ બન્યું..
.
.
આ જ છે કર્મનો સિદ્ધાંત..
.
કોઈને કરેલા અન્યાય ની એક જ પળ
જીવન આખાની પ્રમાણિકતાનો છેદ ઉડાડી મૂકે છે..
.
સગવડતા-સરળતા હોય ત્યારે,
અછત ન હોય ત્યારે,
કીર્તિ કમાવાનાં હેતુથી,
દંભ અને અહંકાર પોષવા,
સ્વાર્થપૂર્વક,
અયોગ્ય સમયે,
કોઈને ખુશ કરવા માટે કરેલા કર્મનું કોઈ જ ફળ નથી મળતું..
અને જો કદાચ ફળ મળતું હોય
તો પણ
ફક્ત એક જ અયોગ્ય પાપ કર્મથી
તે તમામ સંચિત ફળને નિષ્ફળ જવામાં એક ક્ષણ પણ નથી લાગતી..
.
.
હવે
'મેં કરેલા સત્કર્મોનું (!!) ફળ મને ઈશ્વરે નથી આપ્યું',
એવી ફરીયાદ કરવી નિરર્થક નથી લાગતી ??
.
હે.. જાગ ને જાદવા..
અહીં નરસૈંયો કૃષ્ણને નહીં, પણ આપણાં કૃષ્ણાત્મા ને જગાડતો હોય તેવું નથી લાગતું ?

જય શ્રી કૃષ્ણ.

Comments

Popular posts from this blog

કણ કણમાં કૃષ્ણ....

જય શ્રી રાધે કૃષ્ણ,
શુભ સવાર,
પૃથ્વીના કણકણમાં કૃષ્ણ સમાયેલ છે. પૃથ્વીની એક એક રજમાં તેનો અંશ સમાયેલ છે. જેવી રીતે વ્રજની ગોપીઓ, ગાયો, વાછરડાંઓ, બાલગોપાલ બધાં કૃષ્ણને એક નજર પામીને સુખની અનુભુતીનો અનુભવ કરતાં. પરંતુ મનમાં ઊંડે ઊંડે એક દુઃખ ડોક્યા કરતું. ગોપીઓ હંમેશા વિચારતી કે કૃષ્ણને અમે અમારી હાથે બનાવી જાત જાતના પકવાન ખવરાવીએ, અમારી જાતે માખણ ખવરાવીએ, હર હંમેશ અમારી સાથે જ રહે, તેને ખુબ વહાલ વરસાવીએ. ગાયો પણ મનમાં વિચાર કરતી કે કૃષ્ણ અમારા વાછરડાં સ્વરૂપે દર્શન આપે તો અમારું જીવન ધન્ય ધન્ય થઈ જાય. ઉપરોક્ત દરેક ઈચ્છાઓ કૃષ્ણભક્ત અને તે પણ પુર્ણ પણે પવિત્ર હોય જેમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નહી, કોઈપણ પ્રકારની લૌકિક ભાવનાનો અંશ માત્ર ના હોવો જોઈએ તો ભગવાન તે ભક્તની દરેક ઈચ્છા પુરી કરે છે. કૃષ્ણ ગાયો-વાછરડાંઓને અને બાલગોપાલ સાથે ગાયો ચરાવવા વૃંદાવનમાં ગયા. બ્રહ્માજીએ વાછરડાં અને બાલગોપાલને ઉપાડી ગયા. સંધ્યા સમયે ઘર જતાં જેટલા બાલગોપાલ અને વાછરડાંઓ દેખાતાં ન હતાં એટલા સ્વરૂપે કૃષ્ણ દરેક ગાયોના વાછરડાં અને બાલગોપાલના સ્વરૂપે હાજર થયા. ગોપીઓ અને ગાયોની કૃષ્ણભાવના શુધ્ધ અને પવિત્ર તેમજ પુર…

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૮

રાધા:હું પ્રાથના કરીશ કે તને જોઈ એ બધું જ પરમાત્મા આપે. ચાલ હવે હું જાઉં અને તારે પણ જવાનું હશે બધા તારી રાહ જોતા હશે.ફરી મળીશું ક્યારેક આવતા જનમમાં…..(અત્યારે રાધાના ચહેરા પર એક વ્યંગાત્મક હાસ્ય હતું કદાચ એ એના નસીબ પર, એના ભાગ્ય પર હસતી હશે.)

આટલું કહીં રાધા નીચું જોઈ ને ચાલવા લાગી એના ચહેરા અને ચાલમાં મક્કમતા હતી અને એક અદભૂત શાંતિ જણાતી હતી કદાચ એને સમયની ચાલ ને સ્વીકારી લીધી હતી એટલા માટે.એને એક વાર પણ પાછું વળીને નહતું જોયું. પરંતુ કૃષ્ણ નું મન હજુ અશાંત હતું એના મનમાં નવા  ઉદ્વેગોએ જન્મ લીધો હતો. એને પૂછવું હતું રાધાને કે “છેલ્લી વાર મને વળાવા નહી આવે?”  પરંતુ એનું મન સાહસ ના કરી શક્યું. રાધાએ હવે થોડું ગણું અંતર કાપી લીધું હતું પણ એ સ્પસ્ટ જોઈ શકાતી હતી કૃષ્ણ એક પલકારો પણ નહતો મારતો કદાચ એને જતી રાધાને મન ભરીને જોવી લેવી હતી છેલ્લી વાર. થોડી વાર પછી રાધા અસ્પસ્ટ થઇ હવે થોડીક જ નજીક માં એક વળાંક હતો ત્યાંથી એ વળી જવાની હતી,કૃષ્ણને હવે એને આપેલા ભોગ ની કિંમત સમજાઈ હતી એને મન થયું કે એ દોડી ને રાધાને રોકી લે પરંતુ ખબર નહી કેમ એના પગ ઉપડ્યા જ નઈ. શું હતું એનું કારણ?………

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૭

કૃષ્ણ રાધાની આંખો માં જોઈ ના શક્યા, એમણે પોતાની આંખો નીચી કરી લીધી કદાચ એ જવાબ શોધતા હશે. થોડી વાર પછી એમને રાધા સામે ભીખ માંગતા હોય એમ આજીજીવળી નજરોથી રાધા તરફ ફરીથી જોયું.

<script async src="//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script> <script> (adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-6566520096856573", enable_page_level_ads: true }); </script>
રાધા: રહેવા દે કાના નઈ મળે તને આ પ્રશ્નોના જવાબ અને મારે માગીને તને ક્ષોભમાં પણ નથી મુકવો. જા કાના તું જા અને કરીલે તારી ઇચ્છાઓ પૂરી અને હા મારી ચિંતા ના કરતો હું જીવી લઈશ તારા વગર તારી યાદોમાં.હું રડીશ નહિ કાના(રાધા એ આંસુઓ લૂછતાં કહ્યું) કારણ કે મેં પ્રેમ કર્યો છે તને સાચા દિલથી અને પ્રેમ કોઈ દિવસ દુ:ખી ના કરે. મેં તારી જોડે ગાળેલી એ યમુનાના કાંઠેની સવારો, તારા બાહુપાશ માં ગાળેલી એ સાંજો અને રાસ રમતા ગાળેલી એ રાતો પુરતી છે આ જીવન ગાળવા. તારી સાથેની પ્રત્યેક ક્ષણ મારી માટે જીવન હતી અને છે કાના. પરંતુ એટલું યાદ રાખજે કાના આ મારુ બલિ…