Skip to main content

ભગવાનની ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી.

ઈશ્વર ક્યારેક ક્યારેક એવાં કામ કરેછે કે માનવ તેની લીલાને સમજી શકતો નથી, શાસ્ત્રો, પંડિતો અને સંતોનાં મંતવ્ય પ્રમાણે ઈશ્વરની ઇચ્છા વિના એક પાંદડું પણ હલી શકતું નથી.
સદાએ ભ્રમણ કરવાનો શ્રાપ બ્રહ્માજી દ્વારા મળ્યો હોવા છતાં કોઈ કારણસર નારદજી એક વખત સમાધિમાં બેસી ગયા. ઇન્દ્રને પણ શ્રાપ હતો કે તેને સદાએ પોતાનું ઇંન્દ્રાસન ઝુંટવાઇ જવાનો ડર રહેતો. જેવા નારદજી સમાધિમાં બેઠા કે ઇન્દ્રદેવ ગભરાયા, તેમણે કામદેવને નારદજીની તપસ્યા ભંગ કરવા મોકલ્યા, નારદજીની તપસ્યા તો ભંગ થઈ, પણ તેમણે કામદેવને ક્ષમા આપીને જવા દીધા.
પણ મનમાં અભિમાન થયું કે મેં કામને જીત્યો, અને શંકર ભગવાને તો કામને બાળી નાખ્યો હતો, (જ્યારે કામદેવનાં પત્ની રતિ આક્રંદ કરવા લાગ્યાં ત્યારે ભગવાન વિષ્ણુએ રતિને વચન આપ્યું કે, કામદેવ અનેક જગ્યાએ સૂક્ષ્મ રૂપે વાસ કરશે, અને જ્યારે પ્રભુ કૃષ્ણ અવતાર ધારણ કરશે ત્યારે કામદેવ તેમના પુત્ર પ્રદ્યુમ્ન રૂપે પુનર્જીવિત થશે અને તમારું ફરીને મિલન થશે.) પણ મેં કામને જવા દીધો. અને પાછા આ ઘટના શિવજીને પણ પોતાની બડાઈ બતાવવા માટે વધારી ચડાવીને કહી અને વધારે ફુલાયા.
ભગવાન પોતાના પ્રિય ભક્તનું અભિમાન રહેવા દેતા નથી. તરત જ નારદજીના વિચરવાના માર્ગમાં જ એક અલૌકિક ઐશ્વર્ય ધરાવતી માયા નગરી બનાવી, જેનો રાજા શીલનિધિ, તેની પુત્રી વિશ્વમોહિનીના સ્વયંવરનો પ્રસંગ ચાલતો હતો, નારદજી પણ આ કન્યાને જોઈને લલચાઈ ગયા, વિચાર્યું કે જો વિષ્ણુ ભગવાન જેવું રૂપ હોય તો આ કન્યા સ્વયંવરમાં મને જ પસંદ કરે. એ આશયે નારદજીએ ભગવાન ને પ્રાર્થના કરી, અને પ્રભુ તો રાહ જ જોતા હતા, તરત પ્રગટ થયા, નારદજીએ બધી વાત કરીને પ્રભુના રૂપની માગણી કરી. ત્યારે ભગવાને યથા યોગ્ય કરવાનું વચન આપ્યું.
મનમાં પોતાને અતિ સુંદર સમજતા નારદજી પાંસેથી વિશ્વમોહિની મર્મમાં હસીને પસાર થઈ ગઈ, ત્યારે બાજુમાં વિપ્રના વેશમાં બેઠેલા શિવજીના ગણોએ દર્પણમાં મુખ જોવાની ટકોર કરી, નારદજીએ જળની અંદર જોતાં પોતાનું મુખ વાંદરા જેવું દેખાણું. નારદજીએ શિવ ગણોનેતો શ્રાપ આપ્યો પણ સાથે સાથે ભગવાનને પણ શ્રાપ આપ્યો કે આપે મને વાનર જેવો બનાવીને છેતર્યો છે, પણ રામ અવતાર વખતે રીંછ અને વાનરો જ તમને કામ આવશે.
આવી છે ભગવાનની માયા. આ બધી ઈશ્વરની લીલાને સમજવી અઘરી છે, બસ હરિ નામ ભજ્યાકરો, ભજન કરો. સાચા રસ્તે ધન વાપરો, નામ કમાવા માટે દાન ન કરો, મોટાં મોટાં મંદિરો બાંધીને ભગવાનને એ.સી.માં બિરાજમાન કરવા કરતાં
સાચે જ જે ભૂખ્યાં છે તેમને ભોજન આપો.•

Comments

Popular posts from this blog

ક્રિષ્નાની પટરાણીઓ

ભગવાન શ્રીકૃષ્ણ વિશે એવું કહેવામાં આવે છે કે, તેમની સોળ હજાર એક સો આઠ પત્નીઓ હતી. કારણ એ છે કે, નરકાસુરની કેદમાં હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણે મુક્ત કરાવી ત્યારે બધી જ રાજકુમારીઓએ શ્રીકૃષ્ણને પોતાના પતિ માની લીધા અને શ્રીકૃષ્ણે પણ તે રાજકુમારીઓને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. આ માટે જ કૃષ્ણની પત્નીઓની સંખ્યા હજારોમાં છે. પરંતુ તેમની મુખ્ય રાણી આઠ હતી જે પટરાણી તરીકે ઓળખાતી હતી. આ આઠેય રાણીઓની અનોખી કહાણી છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શ્રીકૃષ્ણની આઠેય પટરાણીઓ વિશેની અનોખી વાત. રુકમણીઃ- દેવી રાધા ભગવાન શ્રીકૃષ્ણની પ્રેયસી બની રહી પરંતુ શ્રીકૃષ્ણની પ્રમુખ પટરાણીના સ્વરૂપમાં સૌથી પહેલાં રુકમણીનું નામ લેવામાં આવે છે. આ રાજકુમારી વિદર્ભ દેશની રાજકુમારી હતી અને મનમાંને મનમાં જ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માની ચૂકી હતી. પરંતુ તેમના ભાઈ રુકમી તેમના વિવાહ ચેદી નરેશ શિશુપાલ સાથે કરવા માંગતા હતા. આ માટે રુકમણિના પ્રેમ પત્રને વાંચીને શ્રીકૃષ્ણે રુકમણીનું હરણ કરી લીઘું અને તેમની સાથે વિવાહ કરી લીધા. કાલિંદીઃ- ભગવાન શ્રીકૃષ્ણની બીજી પટરાણી દેવી કાલિંદી માનવા...

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૧

( *અહીં જે રાધા અને કૃષ્ણની વાત કરી છે એ કઈ કોઈ પરમેશ્વરની કે ચારેય ભુવનના સ્વામીની નહી પરંતુ એક મહત્વકાંક્ષી યુવાન અને એક એવી છોકરીની કે જે એ યુવાનના પ્રેમ ને જ પોતાનું સર્વર્સ્વ માને છે, એની માટે જીવન નો પાર્યાય એનો પ્રેમ છે. એવા યુગલ ના છેલ્લા સંવાદ, છેલ્લા પ્રયત્ન અને છેલ્લી યાદ ની વાત છે.) રાધા કૃષ્ણના ગોકુળ છોડવાના સમાચાર સાંભળી ને યમુના કિનારે કદંબના વૃક્ષ નીચે મોં પર ગુસ્સોને મનમાં પારાવાર દુ:ખ લઇને બેઠી છે અને વિચારે છે ક્યારે કાનો આવે અને એને લડીને એના ગળે મળીને મન ભરીને રડીલે.અને ત્યાંજ કૃષ્ણ રાધા રાધાની બુમો પડતો આવી પહોંચે છે. કૃષ્ણ: રાધા! મને ખબર જ હતી તું અહીં જ મળીશ મને. આમેય ગામ નો ઉતાર ભાગોળે જ મળે. ખરું કે નઈ? (કૃષ્ણ એ એના એ જ મજાકિયા અંદાજ માં રાધાના મન ની વાત અને પરિસ્થિતિ જાણતો હોવા છતા કીધુ.) રાધા: હા અમે ઉતાર ને તું? મોટો રાજા નઈ? તો શું કામ આવ્યો છે આ ઉતાર પાસે બુમો પાડતો?(રાધા એ બીજી તરફ મો ફેરવી ને ઉત્તર આપ્યો)

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૨

કૃષ્ણ: અરે લે! તું તો ગુસ્સે થઇ ગઈ. પણ તને ખબર છે તું ગુસ્સામાં પણ બઉં સારી લાગે છે. તારા ગોરા ચહેરા પર આ લાલ ગુસ્સો કઈ શણગાર થી સહેજેય ઓછો નથી લાગતો.( કૃષ્ણએ એના એ જ ટીપીકલ અંદાજ માં જવાબ વાળ્યો.) રાધા: ખોટી ખોટી તારીફો નઈ કર આવું તો તું ગોકુળની બધી ગોપીઓ ને કહી વળ્યો છે મને ખબર છે એટલે તારા આ શબ્દોની રમત મારી જોડે ના રમ. જે કેવા આવ્યો છે એ કહી દે મારે મોડું થાય છે.(રાધાની ધીરજ હવે ખૂટી રહી હતી એને કાના ને લડવું હતું ને ગળે મળીને રડવું હતું  કદાચ એને અંદાજો આવી ગયો હતો કે આ એની છેલ્લી મૂલાકાત હતી) કૃષ્ણ: ક્યાં તું એ ગોપીઓ જોડે તારી જાત ને સરખાવે છે રાધા? એ તો ગોપીઓ છે ને તું રાધા,મારી રાણી.(કૃષ્ણ રાધા ના દિલ ની પરિસ્થિતિ જાણતો હોવા છતાં આવી વાતોમાં સમય વેડફતો હતો ખબર નઈ કેમ કદાચ એ રાધા ની પરીક્ષા લેતો હતો કે પછી પોતે રાધા જોડે છેલ્લી મુલાકાત ને થાય એટલી વધારી ને એને પણ મનમાં યાદોંના પોટલા ભરી લેવા હતા? કે પછી કૃષ્ણ પણ પરિસ્થિતિનો સામનો કરવા કરતા એનાથી ભાગી રહ્યો હતો? ) રાધા: એ બધું છોડ શું કરવા આવ્યો છે એ બોલ.(રાધા નો સંયમ હવે ખૂટી રહ્યો હતો. એને હજુ કૃષ્ણ આવ્યો ત્યારનું એ...