Skip to main content

કિષ્નાની ગોવર્ધનલીલા

શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધનો આ ચોવીસમો અધ્યાય અત્યંત મહત્વનો ગણાય છે. અહીં રૂઢિભંજક અને ક્રાંતિકારી શ્રી કૃષ્ણનાં દર્શન થાય છે. ગોવર્ધન પર્વતની પૂજા કરવાની અને પરંપરાથી ચાલી આવતી ઈન્દ્રપૂજાની અંધશ્રદ્ધામાંથી વ્રજવાસીઓને મુકત થવાની હાકલ કૃષ્ણે કરી.

        વ્રજમાં બળદેવની સાથે રહીને ભગવાન કૃષ્ણે જોયું કે ગોવાળિયાઓ તો ઈન્દ્રયાગ કરવા તત્પર થયા છે.

        ગોપબાળોને ઈન્દ્રયાગ કરતા જોઈને શ્રી કૃષ્ણે નંદરાયને પૂછ્યું, ‘આ શેનો ઉત્સવ ઊજવાય છે ? કયો યજ્ઞ કરાઈ રહ્યો છે ? એનું કયું ફળ મળશે ?’
        નંદરાયે કહ્યું, ‘હે લાલા, આપણા વ્રજની એક ચાલી આવતી પરંપરા છે, રૂઢિ છે, ક્રિયાકાંડ છે કે ઈન્દ્રનું પૂજન-અર્ચન અને ઈન્દ્રયાગ કરવાથી વરુણદેવ પ્રસન્ન થઈને વરસાદ વરસાવે છે. ઈન્દ્રની કૃપાથી જ વ્રજ હર્યુંભર્યું રહે છે તેથી પ્રતિવર્ષ ઈન્દ્રયાગ કરવામાં આવે છે.’

        નંદરાયનો મત જાણી સસ્મિત વદને કૃપાનિધાન શ્રી કૃષ્ણે કહ્યું, ‘હે બાબા, આ સંસારમાં જે કંઈ થાય છે તે સઘળું આપણાં કર્મોને આધિન છે અને નહીં કે કોઈ દેવની કૃપાથી થાય છે.

        કર્મ જ આપણો ગુરુ છે, કર્મની જ પૂજા કરો. ચાર વર્ણોની રચના પણ કર્મ કરવા માટે થઈ છે. વરસાદ કોઈની કૃપાથી નહીં, પણ પ્રકૃતિની રચનાથી વરસે છે. વાદળોનો ગુણ છે કે એ વરસે જ. વળી આપણે તો વનવાસી છીએ તેથી પૂજા કરવી હોય તો બ્રાહ્મણ, ગાયમાતા અને પર્વતની કરવી જોઈએ.

        માટે એવા યજ્ઞનો પ્રારંભ કરો. આટલું કહ્યા પછી શ્રી કૃષ્ણે નંદબાબાને કહ્યું, ‘સૌ વ્રજવાસીઓના ઘરેથી મિષ્ટ ભોજનસામગ્રી મંગાવો, હવનની તૈયારી કરાવો, બ્રહ્મભોજન કરાવો અને યજ્ઞપ્રસાદને કોઈ પણ પ્રકારના જાતિભેદ વગર સૌને આપો. આ પ્રસાદના અધિકારી પશુ-પંખીઓ અને ઈશ્વરે સર્જેલા તમામ જીવો છે.’

        અને પછી કૃષ્ણના ક્રાંતિકારી વિચારો આવે છે. અત્યાર સુધી રૂઢિના દાસ બનીને, ગતાનુગતિકપણાને વળગી રહેનાર વ્રજવાસીઓને સંબોધીને જાણે કહેતા હોય તેમ શ્રીકૃષ્ણ બોલ્યા, ‘ઈન્દ્રયાગનો ત્યાગ કરો અને ગોવર્ધન પર્વતની પૂજા આરંભો.

        ગોવર્ધનની પરિક્રમા કરો અને ગોવર્ધનની પરિક્રમા કરો અને ગોવર્ધનનાથજીનો ઉત્સવ ઊજવો.’ અને કૃષ્ણ બોલ્યા, ‘હું ગિરિરાજ છું.’
        આટલું કહીને ગોવર્ધન પર્વતમાં પ્રભુએ પોતાનું ‘અન્યતમ’ રૂપ પ્રગટ કર્યું અને ગોવાળિયાઓએ ધરાવેલા અન્નકૂટ આરોગવા લાગ્યા.
        આવા દશ્યને જોઈને જ કવિએ ગાયું છે ‘ભાતના ઢગલામાં ગિરિરાજ ગોવર્ધનજી છૂપાઈ ગયા છે.’

        ભગવાન પોતે પણ ગિરિરાજને નમ્યા અને સૌ વ્રજવાસીઓને સંબોધીને તેમણે કહ્યું, ‘હે વ્રજવાસીઓ, ગોવર્ધન પર્વતની પૂજા કરો, વ્રજભૂમિની પૂજા કરો અને વ્રજની માટીનું તિલક કરો. ગાયની સેવા કરો, પશુપાલન કરો.

        સ્વર્ગના ઈન્દ્રને કોણે જોયા છે ? આપણી દષ્ટિ સમક્ષ તો આ ગોવર્ધન છે. આ ગિરિરાજ તો દેવોના રાજા ઈન્દ્રથી પણ મહાન છે.’

        ભગવાનની આવી અદ્દભુત વાણીથી પ્રભાવિત થયેલા વ્રજવાસીઓએ ગોવર્ધનની પૂજા કરી અને સૌ એકસાથે બોલી ઊઠ્યા, ‘શ્રી કૃષ્ણ-બળરામ કી જય.’

        ગોવર્ધન લીલા સમાપ્ત.

Comments

Popular posts from this blog

કણ કણમાં કૃષ્ણ....

જય શ્રી રાધે કૃષ્ણ,
શુભ સવાર,
પૃથ્વીના કણકણમાં કૃષ્ણ સમાયેલ છે. પૃથ્વીની એક એક રજમાં તેનો અંશ સમાયેલ છે. જેવી રીતે વ્રજની ગોપીઓ, ગાયો, વાછરડાંઓ, બાલગોપાલ બધાં કૃષ્ણને એક નજર પામીને સુખની અનુભુતીનો અનુભવ કરતાં. પરંતુ મનમાં ઊંડે ઊંડે એક દુઃખ ડોક્યા કરતું. ગોપીઓ હંમેશા વિચારતી કે કૃષ્ણને અમે અમારી હાથે બનાવી જાત જાતના પકવાન ખવરાવીએ, અમારી જાતે માખણ ખવરાવીએ, હર હંમેશ અમારી સાથે જ રહે, તેને ખુબ વહાલ વરસાવીએ. ગાયો પણ મનમાં વિચાર કરતી કે કૃષ્ણ અમારા વાછરડાં સ્વરૂપે દર્શન આપે તો અમારું જીવન ધન્ય ધન્ય થઈ જાય. ઉપરોક્ત દરેક ઈચ્છાઓ કૃષ્ણભક્ત અને તે પણ પુર્ણ પણે પવિત્ર હોય જેમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નહી, કોઈપણ પ્રકારની લૌકિક ભાવનાનો અંશ માત્ર ના હોવો જોઈએ તો ભગવાન તે ભક્તની દરેક ઈચ્છા પુરી કરે છે. કૃષ્ણ ગાયો-વાછરડાંઓને અને બાલગોપાલ સાથે ગાયો ચરાવવા વૃંદાવનમાં ગયા. બ્રહ્માજીએ વાછરડાં અને બાલગોપાલને ઉપાડી ગયા. સંધ્યા સમયે ઘર જતાં જેટલા બાલગોપાલ અને વાછરડાંઓ દેખાતાં ન હતાં એટલા સ્વરૂપે કૃષ્ણ દરેક ગાયોના વાછરડાં અને બાલગોપાલના સ્વરૂપે હાજર થયા. ગોપીઓ અને ગાયોની કૃષ્ણભાવના શુધ્ધ અને પવિત્ર તેમજ પુર…

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૮

રાધા:હું પ્રાથના કરીશ કે તને જોઈ એ બધું જ પરમાત્મા આપે. ચાલ હવે હું જાઉં અને તારે પણ જવાનું હશે બધા તારી રાહ જોતા હશે.ફરી મળીશું ક્યારેક આવતા જનમમાં…..(અત્યારે રાધાના ચહેરા પર એક વ્યંગાત્મક હાસ્ય હતું કદાચ એ એના નસીબ પર, એના ભાગ્ય પર હસતી હશે.)

આટલું કહીં રાધા નીચું જોઈ ને ચાલવા લાગી એના ચહેરા અને ચાલમાં મક્કમતા હતી અને એક અદભૂત શાંતિ જણાતી હતી કદાચ એને સમયની ચાલ ને સ્વીકારી લીધી હતી એટલા માટે.એને એક વાર પણ પાછું વળીને નહતું જોયું. પરંતુ કૃષ્ણ નું મન હજુ અશાંત હતું એના મનમાં નવા  ઉદ્વેગોએ જન્મ લીધો હતો. એને પૂછવું હતું રાધાને કે “છેલ્લી વાર મને વળાવા નહી આવે?”  પરંતુ એનું મન સાહસ ના કરી શક્યું. રાધાએ હવે થોડું ગણું અંતર કાપી લીધું હતું પણ એ સ્પસ્ટ જોઈ શકાતી હતી કૃષ્ણ એક પલકારો પણ નહતો મારતો કદાચ એને જતી રાધાને મન ભરીને જોવી લેવી હતી છેલ્લી વાર. થોડી વાર પછી રાધા અસ્પસ્ટ થઇ હવે થોડીક જ નજીક માં એક વળાંક હતો ત્યાંથી એ વળી જવાની હતી,કૃષ્ણને હવે એને આપેલા ભોગ ની કિંમત સમજાઈ હતી એને મન થયું કે એ દોડી ને રાધાને રોકી લે પરંતુ ખબર નહી કેમ એના પગ ઉપડ્યા જ નઈ. શું હતું એનું કારણ?………

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૭

કૃષ્ણ રાધાની આંખો માં જોઈ ના શક્યા, એમણે પોતાની આંખો નીચી કરી લીધી કદાચ એ જવાબ શોધતા હશે. થોડી વાર પછી એમને રાધા સામે ભીખ માંગતા હોય એમ આજીજીવળી નજરોથી રાધા તરફ ફરીથી જોયું.

<script async src="//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script> <script> (adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-6566520096856573", enable_page_level_ads: true }); </script>
રાધા: રહેવા દે કાના નઈ મળે તને આ પ્રશ્નોના જવાબ અને મારે માગીને તને ક્ષોભમાં પણ નથી મુકવો. જા કાના તું જા અને કરીલે તારી ઇચ્છાઓ પૂરી અને હા મારી ચિંતા ના કરતો હું જીવી લઈશ તારા વગર તારી યાદોમાં.હું રડીશ નહિ કાના(રાધા એ આંસુઓ લૂછતાં કહ્યું) કારણ કે મેં પ્રેમ કર્યો છે તને સાચા દિલથી અને પ્રેમ કોઈ દિવસ દુ:ખી ના કરે. મેં તારી જોડે ગાળેલી એ યમુનાના કાંઠેની સવારો, તારા બાહુપાશ માં ગાળેલી એ સાંજો અને રાસ રમતા ગાળેલી એ રાતો પુરતી છે આ જીવન ગાળવા. તારી સાથેની પ્રત્યેક ક્ષણ મારી માટે જીવન હતી અને છે કાના. પરંતુ એટલું યાદ રાખજે કાના આ મારુ બલિ…