Skip to main content

યમલાર્જુન મોક્ષ (ભાગ-૧)

પરીક્ષિત રાજા પૂછે છે- હે મહારાજ ! એ નળકૂબર અને મણિગ્રીવને નારદજીએ શાપ દીધો તેનું કારણ કહો, એ લોકોએ કયું ભુંડું કામ કર્યું હતું ? અને નારદજીએ પોતે મહાવૈષ્ણવ થઇને કોપ શા માટે કર્યો ?

        શુકદેવજી કહે છે- રુદ્રનું અનુચરપણું મળવાથી બહુજ ગર્વ પામેલા એ બે કુબેરજીના પુત્રો છકેલા થઇને કૈલાસ પર્વતના સુંદર ઉપવનમાં ગંગાજીને કાંઠે ફરતા હતા. વારુણી નામની મદિરા પીવાને લીધે તેઓનાં નેત્રો મદથી ઘૂમતાં હતાં અને ફૂલવાડીમાં ફરતા હતા, ત્યાં તેઓની પાછળ સ્ત્રીઓ ગાતી આવતી હતી.

        કમળોના ઘણા વનવાળા ગંગાજીના પ્રવાહમાં પ્રવેશ કરીને હાથીઓ જેમ ક્રીડા કરે તેમ તેઓ જુવાન સ્ત્રીઓની સાથે ક્રીડા કરતા હતા.

          હે રાજા ! ત્યાં દૈવ ઇચ્છાથી દેર્વિષ નારદજી આવી ચડ્યા, તેઓને જોઇને આ બન્ને મદોન્મત્ત છે એમ જાણી ગયા.

         વસ્ત્ર વગરની સ્ત્રીઓએ નારદજીને જોઇને લાજ આવતાં તેમના શાપની બીકથી તુરત વસ્ત્ર પહેર્યાં, પણ નગ્ન ઊભેલા તે બે જણાએ પહેર્યાં નહીં.

        મદિરા પીવાથી મદોન્મત્ત બનેલા અને લક્ષ્મીના મદથી અંધ બનેલા એ બે દેવકુમારોને જોઇ તેઓના પર અનુગ્રહ કરવા સારુ શાપ દેવાનો નિશ્ચય કરીને નારદજી આ પ્રમાણે બોલ્યા.

         નારદજી કહે છે પ્રિય વિષયોને સેવનાર પુરુષને એક લક્ષ્મીના મદ વિના કુલીનપણાથી કે વિદ્વાનપણાથી ઉત્પન્ન થયેલો બીજા કોઇ પણ પ્રકારનો મદ અથવા રજોગુણનું કાર્ય બુદ્ધિને ભ્રષ્ટ કરનાર નથી, પણ લક્ષ્મીનો મદ જ બુદ્ધિને ભ્રષ્ટ કરનાર છે, કે જે લક્ષ્મીના મદની સાથે સ્ત્રીઓનું, જુગારનું અને મદિરા પીવાનું વ્યસન રહે છે.

          આ ક્ષણભંગુર દેહને લક્ષ્મીના મદને લીધે અજર અને અમર માનનાર અજિતેંદ્રિય લોકો નિર્દય થઇને પશુઓને મારે છે.

         નરદેવ અને ભૂદેવ કહેવાતો હોય છતાં પણ જે આ દેહ છેલ્લીવારે સડી જાય તો કીડારૂપ, ખવાઇ જાય તો વિષ્ટારૂપ, અને બાળીનાખવામાં આવે તો ભસ્મરૂપ થનાર છે, આવા નાશવંત દેહને રાજી રાખવા સારુ પ્રાણીઓનો દ્રોહ કરનાર પુરુષ પોતાના મોક્ષરૂપી સ્વાર્થને શું જાણે છે ? નથી જ જાણતો. કેમકે પ્રાણીઓનો દ્રોહ કરવાથી તો નરક જ મળે છે.

         વાસ્તવિક રીતે આ દેહ કોનો છે ? અન્નદાતાનો કહીએ તોપણ ખોટું નથી, પિતાનો કહીએ તોપણ ખોટું નથી, માતાનો કહીએ તોપણ ખોટું નથી, કોઇ બળવાન પુરુષ દાસ કરી લે તો તેનો છે એમ કહેવામાં પણ ખોટું નથી, વેચાતો લેનારનો કહીએ તોપણ ખોટું નથી, છેલ્લીવારે બાળી નાખે છે તેથી અગ્નિનો કહીએ તોપણ ખોટું નથી. અને સમયપર કૂતરાં ખાઇ જાય તેથી કૂતરાંનો કહીએ તોપણ ખોટું ન કહેવાય.

       

Comments

Popular posts from this blog

ક્રિષ્નાની પટરાણીઓ

ભગવાન શ્રીકૃષ્ણ વિશે એવું કહેવામાં આવે છે કે, તેમની સોળ હજાર એક સો આઠ પત્નીઓ હતી. કારણ એ છે કે, નરકાસુરની કેદમાં હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણે મુક્ત કરાવી ત્યારે બધી જ રાજકુમારીઓએ શ્રીકૃષ્ણને પોતાના પતિ માની લીધા અને શ્રીકૃષ્ણે પણ તે રાજકુમારીઓને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. આ માટે જ કૃષ્ણની પત્નીઓની સંખ્યા હજારોમાં છે. પરંતુ તેમની મુખ્ય રાણી આઠ હતી જે પટરાણી તરીકે ઓળખાતી હતી. આ આઠેય રાણીઓની અનોખી કહાણી છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શ્રીકૃષ્ણની આઠેય પટરાણીઓ વિશેની અનોખી વાત. રુકમણીઃ- દેવી રાધા ભગવાન શ્રીકૃષ્ણની પ્રેયસી બની રહી પરંતુ શ્રીકૃષ્ણની પ્રમુખ પટરાણીના સ્વરૂપમાં સૌથી પહેલાં રુકમણીનું નામ લેવામાં આવે છે. આ રાજકુમારી વિદર્ભ દેશની રાજકુમારી હતી અને મનમાંને મનમાં જ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માની ચૂકી હતી. પરંતુ તેમના ભાઈ રુકમી તેમના વિવાહ ચેદી નરેશ શિશુપાલ સાથે કરવા માંગતા હતા. આ માટે રુકમણિના પ્રેમ પત્રને વાંચીને શ્રીકૃષ્ણે રુકમણીનું હરણ કરી લીઘું અને તેમની સાથે વિવાહ કરી લીધા. કાલિંદીઃ- ભગવાન શ્રીકૃષ્ણની બીજી પટરાણી દેવી કાલિંદી માનવા...

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૧

( *અહીં જે રાધા અને કૃષ્ણની વાત કરી છે એ કઈ કોઈ પરમેશ્વરની કે ચારેય ભુવનના સ્વામીની નહી પરંતુ એક મહત્વકાંક્ષી યુવાન અને એક એવી છોકરીની કે જે એ યુવાનના પ્રેમ ને જ પોતાનું સર્વર્સ્વ માને છે, એની માટે જીવન નો પાર્યાય એનો પ્રેમ છે. એવા યુગલ ના છેલ્લા સંવાદ, છેલ્લા પ્રયત્ન અને છેલ્લી યાદ ની વાત છે.) રાધા કૃષ્ણના ગોકુળ છોડવાના સમાચાર સાંભળી ને યમુના કિનારે કદંબના વૃક્ષ નીચે મોં પર ગુસ્સોને મનમાં પારાવાર દુ:ખ લઇને બેઠી છે અને વિચારે છે ક્યારે કાનો આવે અને એને લડીને એના ગળે મળીને મન ભરીને રડીલે.અને ત્યાંજ કૃષ્ણ રાધા રાધાની બુમો પડતો આવી પહોંચે છે. કૃષ્ણ: રાધા! મને ખબર જ હતી તું અહીં જ મળીશ મને. આમેય ગામ નો ઉતાર ભાગોળે જ મળે. ખરું કે નઈ? (કૃષ્ણ એ એના એ જ મજાકિયા અંદાજ માં રાધાના મન ની વાત અને પરિસ્થિતિ જાણતો હોવા છતા કીધુ.) રાધા: હા અમે ઉતાર ને તું? મોટો રાજા નઈ? તો શું કામ આવ્યો છે આ ઉતાર પાસે બુમો પાડતો?(રાધા એ બીજી તરફ મો ફેરવી ને ઉત્તર આપ્યો)

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૨

કૃષ્ણ: અરે લે! તું તો ગુસ્સે થઇ ગઈ. પણ તને ખબર છે તું ગુસ્સામાં પણ બઉં સારી લાગે છે. તારા ગોરા ચહેરા પર આ લાલ ગુસ્સો કઈ શણગાર થી સહેજેય ઓછો નથી લાગતો.( કૃષ્ણએ એના એ જ ટીપીકલ અંદાજ માં જવાબ વાળ્યો.) રાધા: ખોટી ખોટી તારીફો નઈ કર આવું તો તું ગોકુળની બધી ગોપીઓ ને કહી વળ્યો છે મને ખબર છે એટલે તારા આ શબ્દોની રમત મારી જોડે ના રમ. જે કેવા આવ્યો છે એ કહી દે મારે મોડું થાય છે.(રાધાની ધીરજ હવે ખૂટી રહી હતી એને કાના ને લડવું હતું ને ગળે મળીને રડવું હતું  કદાચ એને અંદાજો આવી ગયો હતો કે આ એની છેલ્લી મૂલાકાત હતી) કૃષ્ણ: ક્યાં તું એ ગોપીઓ જોડે તારી જાત ને સરખાવે છે રાધા? એ તો ગોપીઓ છે ને તું રાધા,મારી રાણી.(કૃષ્ણ રાધા ના દિલ ની પરિસ્થિતિ જાણતો હોવા છતાં આવી વાતોમાં સમય વેડફતો હતો ખબર નઈ કેમ કદાચ એ રાધા ની પરીક્ષા લેતો હતો કે પછી પોતે રાધા જોડે છેલ્લી મુલાકાત ને થાય એટલી વધારી ને એને પણ મનમાં યાદોંના પોટલા ભરી લેવા હતા? કે પછી કૃષ્ણ પણ પરિસ્થિતિનો સામનો કરવા કરતા એનાથી ભાગી રહ્યો હતો? ) રાધા: એ બધું છોડ શું કરવા આવ્યો છે એ બોલ.(રાધા નો સંયમ હવે ખૂટી રહ્યો હતો. એને હજુ કૃષ્ણ આવ્યો ત્યારનું એ...