Skip to main content

રાધાના ક્રિષ્ના માટેનાં વિચાર -૨

હે કૃષ્ણ,
જીવનનો કેટલો બધો સમય મેં વેડફી નાખ્યો. તને મળવામાં બહુ સમય ગુમાવ્યો તેનું દુઃખ હંમેશા મારા હદયને પલ પલ કોરી ખાય છે. તું તો અણુએ અણુમાં બિરાજમાન છો. તું મારા જીવનની દરેક પળ પળમાં મારી સાથ જ છો. જયારે જયારે હું દુનિયાથી થાક્યો ત્યારે ત્યારે તે મારો હાથ થામ્યો. તું જ મારો તારણહાર, તું જ મારો સર્જનહાર, તું જ મારા જીવવનરૂપી રથનો સારથી.
હે કૃષ્ણ,
તારી દુનિયા દીવાને છે, પણ હું તો તારી જ દીવાની છું. મારો એક એક શ્વાસ તારા નામનું જ રટણ કરે છે. મારી સવાર પણ તારી સાથે અને મારી રાત પણ તારી સાથે મારી દુનિયા જ તું. મારા રગ રગ વહેતું એક એક કણ પણ તારા જ નામનું રટણ કરે છે. મારા મનમાં તું, મારી આસપાસ તું, મારી નજરમાં તું, ફૂલોની ક્યારીમાં તું, ચકલીઓની ચીં...ચીં... માં તું, ઉગતાં સુરજના કિરણોમાં તું, આથમતા સુર્યના ફેલાયેલા રંગમાં તું, મારી નજર જ્યાં પણ પડે સર્વસ્વ બસ તું....તું....તું...તું...તું...
હે કૃષ્ણ,
તારો પ્રેમ અજર અમર છે, જે હંમેશ મને તારામાં બાંધીને ઝકડી રાખે છે. સવારે ઉઠું તો તું મારી પાસે જ હોય છે. મારા દરેક કાર્યમાં તું અખંડ હોય છે, મારી પ્રિતમાં પણ તું છે તો મારા ગુસ્સામાં પણ તું પદ્માસન વાળીને અઠંગ યોગીની જેમ બેઠો હોય છે. મારા માથાના ગજરાની વેણીમાં તું સુગંધ બનીને મહેકે છે, તો મારા ભોજનમાં પણ તું મીઠાશ બનીને સંતોષનો અહેસાસ અપાવે છે. આ તે તારો કેવો પ્રેમ હું તને બોલવું કે બોલવતા ભુલી જાવ પણ તું મને ક્યારેય ભૂલતો નથી. તારો આજ નિસ્વાર્થ પ્રેમ મને તારી ઔર નજીક... ઔર નજીક... ઔર નજીક... ઔર નજીક... લાવે છે.
હે કૃષ્ણ,
તને મળવું પણ શક્ય નથી, તારાથી દુર રહેવું પણ શક્ય નથી, નથી તારી પાસે રહેવાનું બની શકે એમ, તું અને તારી ઈચ્છાએ કેવીએ એવી તો તરસરૂપી આશ જગાવી છે કે, એક એક પલ પણ હવે તો એક એક યુગ જેવો લાગે છે. તારા દર્શનની અતૃપ્ત ઈચ્છા માટે મારી આંખો જાણે ચાતકની જેમ કાગ ડોળે તારી રાહ જુએ છે, મારું મન જાણે છેલ્લો શ્વાસ સાથે અબઘડી વિરામ લેશો તો ! એ આશા ધીરજ ધરીને તારાજ નામની માળા જપે છે. મારા હાથમાં રહેલી પેન તારા જ નામનું આંકન કરે છે મારા કાન તારી મોરલીના સુર સાંભળવાને તળપી રહ્યા છે, તેના સિવાયની દુનિયા તો જાણે શુન્ય થઈ ગઈ છે.

Comments

Popular posts from this blog

કણ કણમાં કૃષ્ણ....

જય શ્રી રાધે કૃષ્ણ,
શુભ સવાર,
પૃથ્વીના કણકણમાં કૃષ્ણ સમાયેલ છે. પૃથ્વીની એક એક રજમાં તેનો અંશ સમાયેલ છે. જેવી રીતે વ્રજની ગોપીઓ, ગાયો, વાછરડાંઓ, બાલગોપાલ બધાં કૃષ્ણને એક નજર પામીને સુખની અનુભુતીનો અનુભવ કરતાં. પરંતુ મનમાં ઊંડે ઊંડે એક દુઃખ ડોક્યા કરતું. ગોપીઓ હંમેશા વિચારતી કે કૃષ્ણને અમે અમારી હાથે બનાવી જાત જાતના પકવાન ખવરાવીએ, અમારી જાતે માખણ ખવરાવીએ, હર હંમેશ અમારી સાથે જ રહે, તેને ખુબ વહાલ વરસાવીએ. ગાયો પણ મનમાં વિચાર કરતી કે કૃષ્ણ અમારા વાછરડાં સ્વરૂપે દર્શન આપે તો અમારું જીવન ધન્ય ધન્ય થઈ જાય. ઉપરોક્ત દરેક ઈચ્છાઓ કૃષ્ણભક્ત અને તે પણ પુર્ણ પણે પવિત્ર હોય જેમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નહી, કોઈપણ પ્રકારની લૌકિક ભાવનાનો અંશ માત્ર ના હોવો જોઈએ તો ભગવાન તે ભક્તની દરેક ઈચ્છા પુરી કરે છે. કૃષ્ણ ગાયો-વાછરડાંઓને અને બાલગોપાલ સાથે ગાયો ચરાવવા વૃંદાવનમાં ગયા. બ્રહ્માજીએ વાછરડાં અને બાલગોપાલને ઉપાડી ગયા. સંધ્યા સમયે ઘર જતાં જેટલા બાલગોપાલ અને વાછરડાંઓ દેખાતાં ન હતાં એટલા સ્વરૂપે કૃષ્ણ દરેક ગાયોના વાછરડાં અને બાલગોપાલના સ્વરૂપે હાજર થયા. ગોપીઓ અને ગાયોની કૃષ્ણભાવના શુધ્ધ અને પવિત્ર તેમજ પુર…

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૮

રાધા:હું પ્રાથના કરીશ કે તને જોઈ એ બધું જ પરમાત્મા આપે. ચાલ હવે હું જાઉં અને તારે પણ જવાનું હશે બધા તારી રાહ જોતા હશે.ફરી મળીશું ક્યારેક આવતા જનમમાં…..(અત્યારે રાધાના ચહેરા પર એક વ્યંગાત્મક હાસ્ય હતું કદાચ એ એના નસીબ પર, એના ભાગ્ય પર હસતી હશે.)

આટલું કહીં રાધા નીચું જોઈ ને ચાલવા લાગી એના ચહેરા અને ચાલમાં મક્કમતા હતી અને એક અદભૂત શાંતિ જણાતી હતી કદાચ એને સમયની ચાલ ને સ્વીકારી લીધી હતી એટલા માટે.એને એક વાર પણ પાછું વળીને નહતું જોયું. પરંતુ કૃષ્ણ નું મન હજુ અશાંત હતું એના મનમાં નવા  ઉદ્વેગોએ જન્મ લીધો હતો. એને પૂછવું હતું રાધાને કે “છેલ્લી વાર મને વળાવા નહી આવે?”  પરંતુ એનું મન સાહસ ના કરી શક્યું. રાધાએ હવે થોડું ગણું અંતર કાપી લીધું હતું પણ એ સ્પસ્ટ જોઈ શકાતી હતી કૃષ્ણ એક પલકારો પણ નહતો મારતો કદાચ એને જતી રાધાને મન ભરીને જોવી લેવી હતી છેલ્લી વાર. થોડી વાર પછી રાધા અસ્પસ્ટ થઇ હવે થોડીક જ નજીક માં એક વળાંક હતો ત્યાંથી એ વળી જવાની હતી,કૃષ્ણને હવે એને આપેલા ભોગ ની કિંમત સમજાઈ હતી એને મન થયું કે એ દોડી ને રાધાને રોકી લે પરંતુ ખબર નહી કેમ એના પગ ઉપડ્યા જ નઈ. શું હતું એનું કારણ?………

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૭

કૃષ્ણ રાધાની આંખો માં જોઈ ના શક્યા, એમણે પોતાની આંખો નીચી કરી લીધી કદાચ એ જવાબ શોધતા હશે. થોડી વાર પછી એમને રાધા સામે ભીખ માંગતા હોય એમ આજીજીવળી નજરોથી રાધા તરફ ફરીથી જોયું.

<script async src="//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script> <script> (adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-6566520096856573", enable_page_level_ads: true }); </script>
રાધા: રહેવા દે કાના નઈ મળે તને આ પ્રશ્નોના જવાબ અને મારે માગીને તને ક્ષોભમાં પણ નથી મુકવો. જા કાના તું જા અને કરીલે તારી ઇચ્છાઓ પૂરી અને હા મારી ચિંતા ના કરતો હું જીવી લઈશ તારા વગર તારી યાદોમાં.હું રડીશ નહિ કાના(રાધા એ આંસુઓ લૂછતાં કહ્યું) કારણ કે મેં પ્રેમ કર્યો છે તને સાચા દિલથી અને પ્રેમ કોઈ દિવસ દુ:ખી ના કરે. મેં તારી જોડે ગાળેલી એ યમુનાના કાંઠેની સવારો, તારા બાહુપાશ માં ગાળેલી એ સાંજો અને રાસ રમતા ગાળેલી એ રાતો પુરતી છે આ જીવન ગાળવા. તારી સાથેની પ્રત્યેક ક્ષણ મારી માટે જીવન હતી અને છે કાના. પરંતુ એટલું યાદ રાખજે કાના આ મારુ બલિ…