Skip to main content

શ્રીમદ્દભગવદ્દ ગીતા વિષે રોચક તથ્યો જે તમને હજુ સુધી ખબર નહીં હોય…

શ્રીમદ્દભગવદ્દ ગીતા હિન્દુઓનો સૌથી પવિત્ર ગ્રંથમાંનો એક છે. આ ગ્રંથમાં જીવનનો સૂંપૂર્ણ સાર આપવામાં આવ્યો છે. આજે આપણે ગીતા વિષે એવી જાણકારી મેળવીશું કે તમને કામ લાગશે.
1. ગીતા મહાભારતમાં છંદોનો સૌથી મહત્વપૂર્ણ સંગ્રહ છે.
2. વિશ્વ હિન્દુ ભગવદ્દગીતાથી પરિચિત છે.
3. ગીતા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા યુધ્ધ અને જીવનનો અર્થ સમજાવવા માટે અર્જુનને આપવામાં આવેલા ઉપદેશની એક શ્રૃંખલા છે.
4. આ પાંડવ રાજકુમાર અર્જૂન અને ભગવાન શ્રીકૃષ્ણ વચ્ચેનો એક મહાકાવ્ય સંવાદ છે.
5. મહાભારત એ વાતનું સમર્થન કરે છે ભગવાન શ્રીકૃષ્ણએ 3137 ઇ. પૂ. કુરુક્ષેત્રના યુધ્ધના મેદાનમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. જ્યોતિષાના મતઅનુસારા 35 વર્ષ ચાલેલા આ યુધ્ધ બાદ કળિયુગનો જન્મ થયો હતો.
6. ભગવદ્દગીતામાં 18 અધ્યાય છે જેમાં 700 છંદ છે અને આ ત્રણ ભાગમાં વિભાજિત છે જેમાં પ્રત્યેક ભાગમાં 6-6 અધ્યાય છે.
7. ભગવદ્દગીતામાં 18 નંબરનો ઘણી જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 18 નંબરનો મતલબ સંસ્કૃતમાં જયા થાય છે. જેનો શાબ્દિક અર્થ બલિદાન થાય છે. 18 તહેવાર, ગીતામાં 18 અધ્યાય, જરાસંઘનું 18 વાર આક્રમણ, એવું કહેવામાં આવે છે કે પાંડવો પાસે 11 અક્ષૌહણી સેના હતી જ્યારે કૌરવો પાસે 7 અક્ષૌહણી સેના હતી જેનો કુલ આંક 18 થાય છે.
8. ભગવદ્દગીતાનો પ્રથમ અંગ્રેજી અનુવાદ 1785માં કરવામાં આવ્યો હતો.
9. ભગવદ્દગીતાનો ઉપદેશ અર્જૂન સિવાય બીજા ત્રણ લોકોએ સાંભળ્યો હતો. જેમાં સંજય, હનુમાનજી તેમજ બર્બરીક (ઘટોત્કચનો પુત્ર)નો સમાવેશ થાય છે.
10. ભગવદ્દગીતા મૂળ શાસ્ત્રીય સંસ્કૃત ભાષામાં લખવામાં આવી છે પરંતુ તેનો અત્યાર સુધી 175 ભાષામાં ભાષાંતર કરાયું છે.

Comments

Popular posts from this blog

ક્રિષ્નાની પટરાણીઓ

ભગવાન શ્રીકૃષ્ણ વિશે એવું કહેવામાં આવે છે કે, તેમની સોળ હજાર એક સો આઠ પત્નીઓ હતી. કારણ એ છે કે, નરકાસુરની કેદમાં હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણે મુક્ત કરાવી ત્યારે બધી જ રાજકુમારીઓએ શ્રીકૃષ્ણને પોતાના પતિ માની લીધા અને શ્રીકૃષ્ણે પણ તે રાજકુમારીઓને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. આ માટે જ કૃષ્ણની પત્નીઓની સંખ્યા હજારોમાં છે. પરંતુ તેમની મુખ્ય રાણી આઠ હતી જે પટરાણી તરીકે ઓળખાતી હતી. આ આઠેય રાણીઓની અનોખી કહાણી છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શ્રીકૃષ્ણની આઠેય પટરાણીઓ વિશેની અનોખી વાત. રુકમણીઃ- દેવી રાધા ભગવાન શ્રીકૃષ્ણની પ્રેયસી બની રહી પરંતુ શ્રીકૃષ્ણની પ્રમુખ પટરાણીના સ્વરૂપમાં સૌથી પહેલાં રુકમણીનું નામ લેવામાં આવે છે. આ રાજકુમારી વિદર્ભ દેશની રાજકુમારી હતી અને મનમાંને મનમાં જ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માની ચૂકી હતી. પરંતુ તેમના ભાઈ રુકમી તેમના વિવાહ ચેદી નરેશ શિશુપાલ સાથે કરવા માંગતા હતા. આ માટે રુકમણિના પ્રેમ પત્રને વાંચીને શ્રીકૃષ્ણે રુકમણીનું હરણ કરી લીઘું અને તેમની સાથે વિવાહ કરી લીધા. કાલિંદીઃ- ભગવાન શ્રીકૃષ્ણની બીજી પટરાણી દેવી કાલિંદી માનવા...

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૧

( *અહીં જે રાધા અને કૃષ્ણની વાત કરી છે એ કઈ કોઈ પરમેશ્વરની કે ચારેય ભુવનના સ્વામીની નહી પરંતુ એક મહત્વકાંક્ષી યુવાન અને એક એવી છોકરીની કે જે એ યુવાનના પ્રેમ ને જ પોતાનું સર્વર્સ્વ માને છે, એની માટે જીવન નો પાર્યાય એનો પ્રેમ છે. એવા યુગલ ના છેલ્લા સંવાદ, છેલ્લા પ્રયત્ન અને છેલ્લી યાદ ની વાત છે.) રાધા કૃષ્ણના ગોકુળ છોડવાના સમાચાર સાંભળી ને યમુના કિનારે કદંબના વૃક્ષ નીચે મોં પર ગુસ્સોને મનમાં પારાવાર દુ:ખ લઇને બેઠી છે અને વિચારે છે ક્યારે કાનો આવે અને એને લડીને એના ગળે મળીને મન ભરીને રડીલે.અને ત્યાંજ કૃષ્ણ રાધા રાધાની બુમો પડતો આવી પહોંચે છે. કૃષ્ણ: રાધા! મને ખબર જ હતી તું અહીં જ મળીશ મને. આમેય ગામ નો ઉતાર ભાગોળે જ મળે. ખરું કે નઈ? (કૃષ્ણ એ એના એ જ મજાકિયા અંદાજ માં રાધાના મન ની વાત અને પરિસ્થિતિ જાણતો હોવા છતા કીધુ.) રાધા: હા અમે ઉતાર ને તું? મોટો રાજા નઈ? તો શું કામ આવ્યો છે આ ઉતાર પાસે બુમો પાડતો?(રાધા એ બીજી તરફ મો ફેરવી ને ઉત્તર આપ્યો)

કૃષ્ણ તારા સ્વપ્નમાં

હે કૃષ્ણ, તારા સ્વપ્નમાં, તારા સ્વપ્નમાં હોવું એટલે શું? તારી હાજરી ન હોવા છતાં તારી હયાતી ની મુલાકાત, એક એવી મુલાકાત કે જેમાં નથી સમાજનો ડર કે નથી કોઇ પરવા, જ્યારે સમાજના બંધનોને કારણે હું તને નથી મળી શકતી ત્યારે હું તને સ્વપ્નમાં રૂબરૂ થાવ છું. જ્યારે હું તને વિચાર કરતી કરતી તારામય થાઉં છું ત્યારે ત્યારે હું તને મારી પાસે પામું છું. લોકો કહે છેકે સ્વપ્નો જોવા માટે શાંતિ જરૂરી છે. જ્યારે મારો શાંતિનો સ્ત્રોત જ તું છે. મને શાંતિ અર્પે છે ત્યારે ત્યારે જ મને તારી સ્વપ્નમાં મુલાકાત થાય છે. અજીબ વાત છે ને તારી મુલાકાત કરવા માટે પણ તારી ઈચ્છા જોઈએ છે.જેમ ચકોરી ચંદ્રને કોઈ પણ ઇચ્છા કે પામવાની અપેક્ષા વગર ચાહે છે તેમ હું તને ઝંખું છું, કદાચ એ જ મારી ઝંખના મારો પ્રેમ છે.જેમ હું તને સ્વપ્નમાં ઝંખું છું એવી જ રીતે જાગ્રત અવસ્થામાં પણ ઝંખું એવી જ મારી મનથી તને પ્રાર્થના છે. અને જેમ તને અત્યારે ચાહું છું એવું હરજનમ તને ચાહું ચકોરી ની જેમ એવી મારી અપેક્ષા છે. ©કોપીરાઈટ આરક્ષિત <script data-ad-client="ca-pub-6566520096856573" async src="https://pagead2.goo...