Skip to main content

કણ કણમાં કૃષ્ણ....

જય શ્રી રાધે કૃષ્ણ,
શુભ સવાર,
પૃથ્વીના કણકણમાં કૃષ્ણ સમાયેલ છે. પૃથ્વીની એક એક રજમાં તેનો અંશ સમાયેલ છે. જેવી રીતે વ્રજની ગોપીઓ, ગાયો, વાછરડાંઓ, બાલગોપાલ બધાં કૃષ્ણને એક નજર પામીને સુખની અનુભુતીનો અનુભવ કરતાં. પરંતુ મનમાં ઊંડે ઊંડે એક દુઃખ ડોક્યા કરતું. ગોપીઓ હંમેશા વિચારતી કે કૃષ્ણને અમે અમારી હાથે બનાવી જાત જાતના પકવાન ખવરાવીએ, અમારી જાતે માખણ ખવરાવીએ, હર હંમેશ અમારી સાથે જ રહે, તેને ખુબ વહાલ વરસાવીએ. ગાયો પણ મનમાં વિચાર કરતી કે કૃષ્ણ અમારા વાછરડાં સ્વરૂપે દર્શન આપે તો અમારું જીવન ધન્ય ધન્ય થઈ જાય. ઉપરોક્ત દરેક ઈચ્છાઓ કૃષ્ણભક્ત અને તે પણ પુર્ણ પણે પવિત્ર હોય જેમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નહી, કોઈપણ પ્રકારની લૌકિક ભાવનાનો અંશ માત્ર ના હોવો જોઈએ તો ભગવાન તે ભક્તની દરેક ઈચ્છા પુરી કરે છે. કૃષ્ણ ગાયો-વાછરડાંઓને અને બાલગોપાલ સાથે ગાયો ચરાવવા વૃંદાવનમાં ગયા. બ્રહ્માજીએ વાછરડાં અને બાલગોપાલને ઉપાડી ગયા. સંધ્યા સમયે ઘર જતાં જેટલા બાલગોપાલ અને વાછરડાંઓ દેખાતાં ન હતાં એટલા સ્વરૂપે કૃષ્ણ દરેક ગાયોના વાછરડાં અને બાલગોપાલના સ્વરૂપે હાજર થયા. ગોપીઓ અને ગાયોની કૃષ્ણભાવના શુધ્ધ અને પવિત્ર તેમજ પુર્ણપણે લૌકિક હોવાથી કૃષ્ણએ પોતાના ભક્તોની ઈચ્છા પુર્ણ કરવા માટે વાછરડાં અને બાલગોપાલ સ્વરૂપમાં રહીને દરેકનો ઉધ્ધાર કર્યો. કૃષ્ણની જીવન ગાથાના અજાણ્યા પ્રસંગોને જાણવા અને માણવા માટે મેળવો “કૃષ્ણથી દ્રારકાધીશ”      
© કોપીરાઈટ આરક્ષિત  
જય શ્રી રાધે કૃષ્ણ
કલ્પેશ ઉમરેટીયા

Book inquiry
WhatsApp:(+91)9067367627
https://www.facebook.com/profile.php?id=100010546632061

Comments

Popular posts from this blog

ક્રિષ્નાની પટરાણીઓ

ભગવાન શ્રીકૃષ્ણ વિશે એવું કહેવામાં આવે છે કે, તેમની સોળ હજાર એક સો આઠ પત્નીઓ હતી. કારણ એ છે કે, નરકાસુરની કેદમાં હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણે મુક્ત કરાવી ત્યારે બધી જ રાજકુમારીઓએ શ્રીકૃષ્ણને પોતાના પતિ માની લીધા અને શ્રીકૃષ્ણે પણ તે રાજકુમારીઓને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. આ માટે જ કૃષ્ણની પત્નીઓની સંખ્યા હજારોમાં છે. પરંતુ તેમની મુખ્ય રાણી આઠ હતી જે પટરાણી તરીકે ઓળખાતી હતી. આ આઠેય રાણીઓની અનોખી કહાણી છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શ્રીકૃષ્ણની આઠેય પટરાણીઓ વિશેની અનોખી વાત. રુકમણીઃ- દેવી રાધા ભગવાન શ્રીકૃષ્ણની પ્રેયસી બની રહી પરંતુ શ્રીકૃષ્ણની પ્રમુખ પટરાણીના સ્વરૂપમાં સૌથી પહેલાં રુકમણીનું નામ લેવામાં આવે છે. આ રાજકુમારી વિદર્ભ દેશની રાજકુમારી હતી અને મનમાંને મનમાં જ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માની ચૂકી હતી. પરંતુ તેમના ભાઈ રુકમી તેમના વિવાહ ચેદી નરેશ શિશુપાલ સાથે કરવા માંગતા હતા. આ માટે રુકમણિના પ્રેમ પત્રને વાંચીને શ્રીકૃષ્ણે રુકમણીનું હરણ કરી લીઘું અને તેમની સાથે વિવાહ કરી લીધા. કાલિંદીઃ- ભગવાન શ્રીકૃષ્ણની બીજી પટરાણી દેવી કાલિંદી માનવા...

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૧

( *અહીં જે રાધા અને કૃષ્ણની વાત કરી છે એ કઈ કોઈ પરમેશ્વરની કે ચારેય ભુવનના સ્વામીની નહી પરંતુ એક મહત્વકાંક્ષી યુવાન અને એક એવી છોકરીની કે જે એ યુવાનના પ્રેમ ને જ પોતાનું સર્વર્સ્વ માને છે, એની માટે જીવન નો પાર્યાય એનો પ્રેમ છે. એવા યુગલ ના છેલ્લા સંવાદ, છેલ્લા પ્રયત્ન અને છેલ્લી યાદ ની વાત છે.) રાધા કૃષ્ણના ગોકુળ છોડવાના સમાચાર સાંભળી ને યમુના કિનારે કદંબના વૃક્ષ નીચે મોં પર ગુસ્સોને મનમાં પારાવાર દુ:ખ લઇને બેઠી છે અને વિચારે છે ક્યારે કાનો આવે અને એને લડીને એના ગળે મળીને મન ભરીને રડીલે.અને ત્યાંજ કૃષ્ણ રાધા રાધાની બુમો પડતો આવી પહોંચે છે. કૃષ્ણ: રાધા! મને ખબર જ હતી તું અહીં જ મળીશ મને. આમેય ગામ નો ઉતાર ભાગોળે જ મળે. ખરું કે નઈ? (કૃષ્ણ એ એના એ જ મજાકિયા અંદાજ માં રાધાના મન ની વાત અને પરિસ્થિતિ જાણતો હોવા છતા કીધુ.) રાધા: હા અમે ઉતાર ને તું? મોટો રાજા નઈ? તો શું કામ આવ્યો છે આ ઉતાર પાસે બુમો પાડતો?(રાધા એ બીજી તરફ મો ફેરવી ને ઉત્તર આપ્યો)

કૃષ્ણ તારા સ્વપ્નમાં

હે કૃષ્ણ, તારા સ્વપ્નમાં, તારા સ્વપ્નમાં હોવું એટલે શું? તારી હાજરી ન હોવા છતાં તારી હયાતી ની મુલાકાત, એક એવી મુલાકાત કે જેમાં નથી સમાજનો ડર કે નથી કોઇ પરવા, જ્યારે સમાજના બંધનોને કારણે હું તને નથી મળી શકતી ત્યારે હું તને સ્વપ્નમાં રૂબરૂ થાવ છું. જ્યારે હું તને વિચાર કરતી કરતી તારામય થાઉં છું ત્યારે ત્યારે હું તને મારી પાસે પામું છું. લોકો કહે છેકે સ્વપ્નો જોવા માટે શાંતિ જરૂરી છે. જ્યારે મારો શાંતિનો સ્ત્રોત જ તું છે. મને શાંતિ અર્પે છે ત્યારે ત્યારે જ મને તારી સ્વપ્નમાં મુલાકાત થાય છે. અજીબ વાત છે ને તારી મુલાકાત કરવા માટે પણ તારી ઈચ્છા જોઈએ છે.જેમ ચકોરી ચંદ્રને કોઈ પણ ઇચ્છા કે પામવાની અપેક્ષા વગર ચાહે છે તેમ હું તને ઝંખું છું, કદાચ એ જ મારી ઝંખના મારો પ્રેમ છે.જેમ હું તને સ્વપ્નમાં ઝંખું છું એવી જ રીતે જાગ્રત અવસ્થામાં પણ ઝંખું એવી જ મારી મનથી તને પ્રાર્થના છે. અને જેમ તને અત્યારે ચાહું છું એવું હરજનમ તને ચાહું ચકોરી ની જેમ એવી મારી અપેક્ષા છે. ©કોપીરાઈટ આરક્ષિત <script data-ad-client="ca-pub-6566520096856573" async src="https://pagead2.goo...