Skip to main content


બુક મેળવવા સંપર્ક કરો વોટ્સએપ:
(+91)9427906857

Comments

Popular posts from this blog

ક્રિષ્નાની પટરાણીઓ

ભગવાન શ્રીકૃષ્ણ વિશે એવું કહેવામાં આવે છે કે, તેમની સોળ હજાર એક સો આઠ પત્નીઓ હતી. કારણ એ છે કે, નરકાસુરની કેદમાં હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણે મુક્ત કરાવી ત્યારે બધી જ રાજકુમારીઓએ શ્રીકૃષ્ણને પોતાના પતિ માની લીધા અને શ્રીકૃષ્ણે પણ તે રાજકુમારીઓને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. આ માટે જ કૃષ્ણની પત્નીઓની સંખ્યા હજારોમાં છે. પરંતુ તેમની મુખ્ય રાણી આઠ હતી જે પટરાણી તરીકે ઓળખાતી હતી. આ આઠેય રાણીઓની અનોખી કહાણી છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શ્રીકૃષ્ણની આઠેય પટરાણીઓ વિશેની અનોખી વાત. રુકમણીઃ- દેવી રાધા ભગવાન શ્રીકૃષ્ણની પ્રેયસી બની રહી પરંતુ શ્રીકૃષ્ણની પ્રમુખ પટરાણીના સ્વરૂપમાં સૌથી પહેલાં રુકમણીનું નામ લેવામાં આવે છે. આ રાજકુમારી વિદર્ભ દેશની રાજકુમારી હતી અને મનમાંને મનમાં જ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માની ચૂકી હતી. પરંતુ તેમના ભાઈ રુકમી તેમના વિવાહ ચેદી નરેશ શિશુપાલ સાથે કરવા માંગતા હતા. આ માટે રુકમણિના પ્રેમ પત્રને વાંચીને શ્રીકૃષ્ણે રુકમણીનું હરણ કરી લીઘું અને તેમની સાથે વિવાહ કરી લીધા. કાલિંદીઃ- ભગવાન શ્રીકૃષ્ણની બીજી પટરાણી દેવી કાલિંદી માનવા

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૮

રાધા:હું પ્રાથના કરીશ કે તને જોઈ એ બધું જ પરમાત્મા આપે. ચાલ હવે હું જાઉં અને તારે પણ જવાનું હશે બધા તારી રાહ જોતા હશે.ફરી મળીશું ક્યારેક આવતા જનમમાં…..(અત્યારે રાધાના ચહેરા પર એક વ્યંગાત્મક હાસ્ય હતું કદાચ એ એના નસીબ પર, એના ભાગ્ય પર હસતી હશે.) આટલું કહીં રાધા નીચું જોઈ ને ચાલવા લાગી એના ચહેરા અને ચાલમાં મક્કમતા હતી અને એક અદભૂત શાંતિ જણાતી હતી કદાચ એને સમયની ચાલ ને સ્વીકારી લીધી હતી એટલા માટે.એને એક વાર પણ પાછું વળીને નહતું જોયું. પરંતુ કૃષ્ણ નું મન હજુ અશાંત હતું એના મનમાં નવા  ઉદ્વેગોએ જન્મ લીધો હતો. એને પૂછવું હતું રાધાને કે “છેલ્લી વાર મને વળાવા નહી આવે?”  પરંતુ એનું મન સાહસ ના કરી શક્યું. રાધાએ હવે થોડું ગણું અંતર કાપી લીધું હતું પણ એ સ્પસ્ટ જોઈ શકાતી હતી કૃષ્ણ એક પલકારો પણ નહતો મારતો કદાચ એને જતી રાધાને મન ભરીને જોવી લેવી હતી છેલ્લી વાર. થોડી વાર પછી રાધા અસ્પસ્ટ થઇ હવે થોડીક જ નજીક માં એક વળાંક હતો ત્યાંથી એ વળી જવાની હતી,કૃષ્ણને હવે એને આપેલા ભોગ ની કિંમત સમજાઈ હતી એને મન થયું કે એ દોડી ને રાધાને રોકી લે પરંતુ ખબર નહી કેમ એના પગ ઉપડ્યા જ નઈ. શું હતું એનું કારણ?………

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૨

કૃષ્ણ: અરે લે! તું તો ગુસ્સે થઇ ગઈ. પણ તને ખબર છે તું ગુસ્સામાં પણ બઉં સારી લાગે છે. તારા ગોરા ચહેરા પર આ લાલ ગુસ્સો કઈ શણગાર થી સહેજેય ઓછો નથી લાગતો.( કૃષ્ણએ એના એ જ ટીપીકલ અંદાજ માં જવાબ વાળ્યો.) રાધા: ખોટી ખોટી તારીફો નઈ કર આવું તો તું ગોકુળની બધી ગોપીઓ ને કહી વળ્યો છે મને ખબર છે એટલે તારા આ શબ્દોની રમત મારી જોડે ના રમ. જે કેવા આવ્યો છે એ કહી દે મારે મોડું થાય છે.(રાધાની ધીરજ હવે ખૂટી રહી હતી એને કાના ને લડવું હતું ને ગળે મળીને રડવું હતું  કદાચ એને અંદાજો આવી ગયો હતો કે આ એની છેલ્લી મૂલાકાત હતી) કૃષ્ણ: ક્યાં તું એ ગોપીઓ જોડે તારી જાત ને સરખાવે છે રાધા? એ તો ગોપીઓ છે ને તું રાધા,મારી રાણી.(કૃષ્ણ રાધા ના દિલ ની પરિસ્થિતિ જાણતો હોવા છતાં આવી વાતોમાં સમય વેડફતો હતો ખબર નઈ કેમ કદાચ એ રાધા ની પરીક્ષા લેતો હતો કે પછી પોતે રાધા જોડે છેલ્લી મુલાકાત ને થાય એટલી વધારી ને એને પણ મનમાં યાદોંના પોટલા ભરી લેવા હતા? કે પછી કૃષ્ણ પણ પરિસ્થિતિનો સામનો કરવા કરતા એનાથી ભાગી રહ્યો હતો? ) રાધા: એ બધું છોડ શું કરવા આવ્યો છે એ બોલ.(રાધા નો સંયમ હવે ખૂટી રહ્યો હતો. એને હજુ કૃષ્ણ આવ્યો ત્યારનું એનું