Skip to main content

Comments

Popular posts from this blog

અને કાનો ચોધાર આંસુડે રડવા લાગ્યો....

ને...  કાનો" ....રડી પડયો
************************
કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારે રાધા ફકત  નવ વર્ષનાં હતા…!
એ પછી કૃષ્ણ રાધાને મળ્યા જ નથી…
ગયા તે ગયા જ
એક બહુ જ સરસ "રાધા કૃષ્ણ" મિલન સંવાદ છે
એકવાર સ્વર્ગમાં વિચરણ કરતા,કરતા રાધા અને કૃષ્ણ સામસામે આવી ગયા.
રાધા કૃષ્ણને પૂછે છે :
'કેમ છો દ્વારકાધીશ..?
આ સાંભળીને કૃષ્ણ કહે :
રાધા હું તને ખૂબ યાદ કરતો હતો.
તારી યાદમાં આંખમાંથી આંસુ આવી જતા હતા..!
રાધા જવાબ આપે છે
કાના મારે તને ક્યારેય યાદ કરવો પડ્યો નથી
જે ભૂલી જાય એને યાદ કરવું પડે..કાના
હું તો તને ભૂલી જ નથી ,
મે આંખમાં આંસુ પણ નથી આવવા દીધા .!
કારણ કે મારી આંખમાં તું જ હતો…કાના
મને બીક લાગતી કે આંસુ આવશે તો આંખમાંથી આસુ સાથે તું વહી જઈશ..
તને ખબર છે...કાના ?
કાના માંથી દ્વારકાધીશ તું બન્યો એમાં તારે કેટલું બધું ગુમાવ્યું પડયું છે,
તે એક આંગળી ઉપર ભરોસો મુકીને સુદર્શન ચક્ર તો ચલાવ્યું…
પણ કાના બીજી બધી આંગળીઓથી વાગતી વાંસળીને તું ભૂલી ગયો..
દ્વારકાધીશ અને કાનામાં શું તફાવત છે એ તને કહું..? કાના
તું કાનો  જ રહ્યો હોત ને તો સુદામા ને ઘેર તું દોડીને ગયો હોત…
પણ..

જાણો, શા માટે છે રાધે ક્રિષ્નાનો પ્રેમ અમર?

ત્રણે લોકોમાં રાધાજીની સ્તુતિ થતી જોઈને દેવર્ષિ નારદ ખીજાઈ ગયા. તેમની એક જ ફરિયાદ હતી કે પોતે કૃષ્ણને ખૂબ જ પ્રેમ કરે છે, તો પછી મારું નામ કોઈ કેમ નથી લેતું? દરેક ભક્ત ‘રાધે-રાધે’શા માટે કહે છે? તેઓ પોતાની આ વ્યથા લઈને શ્રીકૃષ્ણની પાસે પહોંચ્યા. નારદજીએ જોયું કે ભગવાન શ્રીકૃષ્ણ ભયંકર માથાના દુખાવાથી કણસી રહ્યા હતા. ભગવાનની આ પીડા દેવર્ષિથી ન જોઈ શકાઈ અને તેમણે પૂછયું, ‘ભગવાન! શું આ માથાના દુખાવાનો કોઈ ઉપચાર છે? મારા હૃદયના રક્તથી આ દુખાવો શાંત થઈ જાય તો હું મારું રક્ત દાન કરી શકું છું.’ આ સાંભળી શ્રીકૃષ્ણએ ઉત્તર આપ્યો, ‘નારદજી, મને કોઈના રક્તની જરૂર નથી, પરંતુ જો મારો કોઈ ભક્ત પોતાનું ચરણામૃત એટલે કે પોતાના પગ ધોઈને તે પાણી પીવડાવી દે તો મારો માથાનો દુખાવો શાંત થઈ શકે છે.’ નારદજી મનમાં વિચારવા લાગ્યા કે ભક્તનું ચરણામૃત, તે પણ ભગવાનના શ્રીમુખમાં. આમ કરનારને તો ઘોર નરક ભોગવવું પડશે. આ વાત જાણવા છતાં કોઈ નરક ભોગવવા શા માટે તૈયાર થાય?’ શ્રીકૃષ્ણએ નારજીને કહ્યું કે તેઓ રુક્મિણી પાસે જઈને આ બધી જ વાત કરે તો શક્ય છે કે રુક્મિણી પોતાનું ચરણામૃત આપવા તૈયાર થઈ જાય. નારદજી રુક્મિણી પાસે ગયા અને…

રાધાના ક્રિષ્ના માટેનાં વિચાર -૨

હે કૃષ્ણ,
જીવનનો કેટલો બધો સમય મેં વેડફી નાખ્યો. તને મળવામાં બહુ સમય ગુમાવ્યો તેનું દુઃખ હંમેશા મારા હદયને પલ પલ કોરી ખાય છે. તું તો અણુએ અણુમાં બિરાજમાન છો. તું મારા જીવનની દરેક પળ પળમાં મારી સાથ જ છો. જયારે જયારે હું દુનિયાથી થાક્યો ત્યારે ત્યારે તે મારો હાથ થામ્યો. તું જ મારો તારણહાર, તું જ મારો સર્જનહાર, તું જ મારા જીવવનરૂપી રથનો સારથી.
હે કૃષ્ણ,
તારી દુનિયા દીવાને છે, પણ હું તો તારી જ દીવાની છું. મારો એક એક શ્વાસ તારા નામનું જ રટણ કરે છે. મારી સવાર પણ તારી સાથે અને મારી રાત પણ તારી સાથે મારી દુનિયા જ તું. મારા રગ રગ વહેતું એક એક કણ પણ તારા જ નામનું રટણ કરે છે. મારા મનમાં તું, મારી આસપાસ તું, મારી નજરમાં તું, ફૂલોની ક્યારીમાં તું, ચકલીઓની ચીં...ચીં... માં તું, ઉગતાં સુરજના કિરણોમાં તું, આથમતા સુર્યના ફેલાયેલા રંગમાં તું, મારી નજર જ્યાં પણ પડે સર્વસ્વ બસ તું....તું....તું...તું...તું...
હે કૃષ્ણ,
તારો પ્રેમ અજર અમર છે, જે હંમેશ મને તારામાં બાંધીને ઝકડી રાખે છે. સવારે ઉઠું તો તું મારી પાસે જ હોય છે. મારા દરેક કાર્યમાં તું અખંડ હોય છે, મારી પ્રિતમાં પણ તું છે તો મારા ગુસ્સામાં પણ તું …