Skip to main content

જો મને કૃષ્ણ મળે તો હું પુછેત કે.......

  રાધા ને એક ઝાટકે છોડી ને મથુરા મામા સાથે ભીષણ યુદ્ધ લડવા ગયા! પ્રેમ ભગ્ન લોકો તો પોતાના મગજ પર કંટ્રોલ ગુમાવી દે છે.. તમે આવા ભીષણ યુદ્ધમાં કઈ રીતે મગજ પર કંટ્રોલ રાખ્યો?
  –  મથુરા નું રાજ્ય નાના ને સોંપી ને સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા જતા રહ્યા ત્યારે તમને રાધા યાદ ના આવી? 
  –  જરાસંઘ વધ પછી 16000 ત્યકતાને સ્વીકારી ત્યારે તમને એમ ના થયું કે રાધા ને પણ સ્વીકારી એને દ્વારિકાની મહારાણી બનાવી દઉં?
  –  રુકમણી નું હરણ કર્યું ત્યારે તમારો પહેલો પ્રેમ યાદ ના આવ્યો?
  –  16008 સ્ત્રીઓ સાથે માજબૂરીમાં અને તેમને રાજી રાખવા જ મેરેજ કર્યા! તો રાધા નો શું વાંક? એની સાથે પણ લગ્ન કર્યા હોત તો?
  –  પળે પળે લોક કલ્યાણ માટે પત્નીથી દૂર રહયા ત્યારે તમને પત્ની-પ્રેમિકા યાદ ના આવી? એમની યાદો ભૂલવા તમે શું કરતા?
  –  દ્રૌપદી અને પાંડવો ની પ્રેમભરી ગોષ્ટિ રોજ જોય તમારા મનમાં તમારી પત્ની અને રાધા યાદ નાં આવી?
  –  કુરુક્ષેત્રમાં આખો દિવસ રથ હાંકી સાંજે પથારીમાં પડ્યા પડયા તમને એવું નાં થયું કે કાશ અત્યારે રાધા-રુકમણી પગ-માથું દબાવી દ્યે તો હું ફ્રેશ થઈ જાવ! આવા સમયે તમે શું કરતા?
  –  પ્રભાસ-પાટણ પાસે ભાલકા તિર્થે  પારધીનું બાણ લાગતા મૃત્યુની નજીક પહોંચીને તમે એવું કેમ કહ્યું કે “રાધા ને જઇ કોઈ કહેજો કે કૃષ્ણ હવે આ દુનિયામાં નથી. આટલો પ્રેમ? તો અંતિમ પળે તેમને રૂબરૂ કેમ ના મળવા ગયા? દરેક વિકટ પરિસ્થિતિઓનો જિંદગીભર સામનો કરનાર કૃષ્ણ શું રાધાનો સામનો કરવા સક્ષમ નહોતો? (આમ તો તમે અંતર્યામી છો…રાધા ને દર્શન દઈ તમે ખુદ આ બધું જણાવી દેત… આવું કેમ નહિ?)
  કદાચ આવા ઘણા પ્રશ્નનો દ્રૌપદી જેવી પ્રિય સખી એ પીઠમાં એક ધબ્બો મારી કે રુકમણીએ માથાના વાળ પસરાવી પૂછયા હોત તો આપણ ને પ્રેમ પર એક મહાન ગ્રંથ મળત.
ગાંધીજી જેવા ત્રાની સહિત ઘણા એવું માને છે કે રાઘા-કુરુક્ષેત્ર જેવું કઇ નહોતુ આ બધી રુપક કથા છે…કૃષ્ણને કદાચ આ પુછીએ તો એ આ બધી સાચા-ખોટાની પળોજણમાં પડ્યા વગર ઉપરના પ્રશ્નોનો જવાબ જરુર આપે… 
જગત ગીતાજી ને પામી ધન્ય થયું…આજના પ્રેમભગ્નથી ડીપ્રેશનમાં આવી જતા યુવાનો માટે પ્રેમગ્રંથની પણ એટલી જ જરૂર છે..આપણને મહાજ્ઞાની કૃષ્ણ પાસે થી પ્રેમ પરનું જ્ઞાન ન મળવાનું દુઃખ જરૂર હશે.
ખેર એક આડવાત….બીજા ધર્મ નાં કટ્ટરપંથી ઓ ગીતાજીની ઉપેક્ષા કરતા હોય કે પોતાના ધર્મ ગ્રંથને લીધે વાંચતા પણ ના હોય…ગીતાજીમાં કહ્યું હતું…હું જ ભગવાન છું, હું પાછો આવીશ વગેરે વગેરે બીજા ધર્મના લોકો સહન પણ નાં કરી શકે! જો કૃષ્ણે થોડાક શ્લોકો પ્રેમ પર કહ્યા હોત તો એ શ્લોકોને વણી એક પ્રેમગ્રંથ ની રચના કરવામાં આવી હોત તો જગતની બેસ્ટ સેલર બુક બની હોત! એ ગ્રંથ નાત જાતના ભેદભાવ વગર બધા વાંચત! (કારણ કે પ્રેમને કોઈ ધર્મ નથી હોતો અને તેમાં કૃષ્ણ પોતાના નામ નો ઉલ્લેખ કર્યા વગર માત્ર પ્રેમ પર જ કહેત, જે દરેક ધર્મના લોકો પચાવી શકે 😉 )
લોકો ની માનસિકતા પ્રમાણે એક જ ઓથર ની એક સારી બુક વાંચ્યા પછી એજ ઓથર ની બીજી બુક જરૂર વાંચત…આમ કૃષ્ણ પર લખેલ પ્રેમગ્રંથ વાંચી ગીતાજી વાંચવા દરેક ધર્મનો માનવી પ્રેરાત… આડકતરી રીતે ગીતાજી અને કૃષ્ણત્વનો સમગ્ર વિશ્વમાં કોઈ પ્રચાર-પ્રશાર વગર ફેલાવો થાત. 😉
જયશ્રી કૃષ્ણ….

Comments

Popular posts from this blog

ક્રિષ્નાની પટરાણીઓ

ભગવાન શ્રીકૃષ્ણ વિશે એવું કહેવામાં આવે છે કે, તેમની સોળ હજાર એક સો આઠ પત્નીઓ હતી. કારણ એ છે કે, નરકાસુરની કેદમાં હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણે મુક્ત કરાવી ત્યારે બધી જ રાજકુમારીઓએ શ્રીકૃષ્ણને પોતાના પતિ માની લીધા અને શ્રીકૃષ્ણે પણ તે રાજકુમારીઓને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. આ માટે જ કૃષ્ણની પત્નીઓની સંખ્યા હજારોમાં છે. પરંતુ તેમની મુખ્ય રાણી આઠ હતી જે પટરાણી તરીકે ઓળખાતી હતી. આ આઠેય રાણીઓની અનોખી કહાણી છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શ્રીકૃષ્ણની આઠેય પટરાણીઓ વિશેની અનોખી વાત. રુકમણીઃ- દેવી રાધા ભગવાન શ્રીકૃષ્ણની પ્રેયસી બની રહી પરંતુ શ્રીકૃષ્ણની પ્રમુખ પટરાણીના સ્વરૂપમાં સૌથી પહેલાં રુકમણીનું નામ લેવામાં આવે છે. આ રાજકુમારી વિદર્ભ દેશની રાજકુમારી હતી અને મનમાંને મનમાં જ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માની ચૂકી હતી. પરંતુ તેમના ભાઈ રુકમી તેમના વિવાહ ચેદી નરેશ શિશુપાલ સાથે કરવા માંગતા હતા. આ માટે રુકમણિના પ્રેમ પત્રને વાંચીને શ્રીકૃષ્ણે રુકમણીનું હરણ કરી લીઘું અને તેમની સાથે વિવાહ કરી લીધા. કાલિંદીઃ- ભગવાન શ્રીકૃષ્ણની બીજી પટરાણી દેવી કાલિંદી માનવા

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૮

રાધા:હું પ્રાથના કરીશ કે તને જોઈ એ બધું જ પરમાત્મા આપે. ચાલ હવે હું જાઉં અને તારે પણ જવાનું હશે બધા તારી રાહ જોતા હશે.ફરી મળીશું ક્યારેક આવતા જનમમાં…..(અત્યારે રાધાના ચહેરા પર એક વ્યંગાત્મક હાસ્ય હતું કદાચ એ એના નસીબ પર, એના ભાગ્ય પર હસતી હશે.) આટલું કહીં રાધા નીચું જોઈ ને ચાલવા લાગી એના ચહેરા અને ચાલમાં મક્કમતા હતી અને એક અદભૂત શાંતિ જણાતી હતી કદાચ એને સમયની ચાલ ને સ્વીકારી લીધી હતી એટલા માટે.એને એક વાર પણ પાછું વળીને નહતું જોયું. પરંતુ કૃષ્ણ નું મન હજુ અશાંત હતું એના મનમાં નવા  ઉદ્વેગોએ જન્મ લીધો હતો. એને પૂછવું હતું રાધાને કે “છેલ્લી વાર મને વળાવા નહી આવે?”  પરંતુ એનું મન સાહસ ના કરી શક્યું. રાધાએ હવે થોડું ગણું અંતર કાપી લીધું હતું પણ એ સ્પસ્ટ જોઈ શકાતી હતી કૃષ્ણ એક પલકારો પણ નહતો મારતો કદાચ એને જતી રાધાને મન ભરીને જોવી લેવી હતી છેલ્લી વાર. થોડી વાર પછી રાધા અસ્પસ્ટ થઇ હવે થોડીક જ નજીક માં એક વળાંક હતો ત્યાંથી એ વળી જવાની હતી,કૃષ્ણને હવે એને આપેલા ભોગ ની કિંમત સમજાઈ હતી એને મન થયું કે એ દોડી ને રાધાને રોકી લે પરંતુ ખબર નહી કેમ એના પગ ઉપડ્યા જ નઈ. શું હતું એનું કારણ?………

જાણો કેમ કરી હતી ક્રિષ્નાએ માખણની ચોરી?

કૃષ્ણ એ ઘણી બધી  અદભૂત  લીલા ઓ કરી  છે તેમાં એક  વિખ્યાત માખણચોરી ની લીલા પણ  છે. વળી એમ પણ વિચાર થતો હશે કે ભગવાન ને ચોરીકરવાની જરૂર કેમ પડી?   આ લીલા નું વિસ્તારપૂર્વક વર્ણન  શ્રીમદ્  ભાગવત   નાં  દશમ  સ્કંધ  માં  આપેલું  છે. શ્રીમદ્ ભાગવત માં  આ આખી લીલા ફક્ત ૪ શ્લોક માં આપેલીછે.         **********         કૃષ્ણ બહુજ નટખટ છે.  કૃષ્ણ જયારે પાપા પગલી માંડતા હતા તેટલા નાના હતા, ત્યારે ગોપીઓ યશોદામાતા ને કહે છે કે “ તારો લાલન  ખુબ  જ નટખટ છે અનેઅત્યારે તો હજુ ચાલતાં  જ નથી શીખ્યો ત્યાં તો કેટલી કૂદમકૂદી કરે છે. પગલી માંડવાની ઉંમર નું બાળક ૨-૩ વર્ષ નાં બાળક ની જેમ વર્તે  છે .”         **********         આ માખણ ચોરીલીલા કેવળ ચોરીની વાત નથી. તેમાં કેટલાક ગૂઢ સિદ્ધાન્તો સમાયેલાં છે. જે દરેક માનવી એ પોતાના જીવનમાં લેવા જેવા છે. ભગવાન બધે જછે. તેમના માટે કશું પોતાનું કે પારકુ નથી.         કૃષ્ણ એ જોયું કે વ્રજ ના પ્રજાજનો શારીરિક, નાણાંકીય અથવા આધ્યાત્મિક રીતે મજબુત નથી. તે માટે કૃષ્ણ એ લોકો ને સુધારવા  માટેનો  ઉપાય શોધ્યો.  વ્રજવાસીઓ મથુરા વાસીઓને અનાજ  આપતા  હતાં અને  ત્યાંથી રોજીર