*.* *ક* - કંચન, કામિની ને કાયા એ ત્રણેય સંસારની માયા. *ખ* - ખાતાં, ખરચતાં, ખિજાતા શક્તિનો વિચાર કરજો. *ગ* - ગદ્ધો, ગમાર અને ગરજુ એ ત્રણે સરખાં સમજુ. *ઘ* - ઘર, ઘરેણાં ને ઘરવાળી એમાં જિંદગી આખી બાળી. *ચ* - ચોરી, ચુગલી અને ચાડી એ ત્રણેય દુર્ગતિની ખાડી. *છ* - છોરુંની ભૂલ છાવરશો તો લોહીનાં આસું સારશો. *જ* - જાગ્યાં તેનો જશ ગવાશે ઊંઘ આવી તેનેે ભવ ભટકાશે. *ઝ* - ઝાઝું દ્રવ્ય, સત્તા ને જુવાની એ ફેલને માર્ગે લઈ જવાની. *ટ* - ટોળ, ટપ્પા ને ટીખળ કરે એ પુણ્ય બાળે ને પાપ ભરે. *ઠ* - ઠાઠ, ઠઠારો ને ઠકુરાઈ એમાં અભિમાન ને અક્કડાઈ. *ડ* - ડાહ્યો જગતમાં એને ગણ્યો જે નિજ નામને ભણ્યો. *ઢ* - ઢોલ ન...