હે કૃષ્ણ, તારા સ્વપ્નમાં, તારા સ્વપ્નમાં હોવું એટલે શું? તારી હાજરી ન હોવા છતાં તારી હયાતી ની મુલાકાત, એક એવી મુલાકાત કે જેમાં નથી સમાજનો ડર કે નથી કોઇ પરવા, જ્યારે સમાજના બંધનોને કારણે હું તને નથી મળી શકતી ત્યારે હું તને સ્વપ્નમાં રૂબરૂ થાવ છું. જ્યારે હું તને વિચાર કરતી કરતી તારામય થાઉં છું ત્યારે ત્યારે હું તને મારી પાસે પામું છું. લોકો કહે છેકે સ્વપ્નો જોવા માટે શાંતિ જરૂરી છે. જ્યારે મારો શાંતિનો સ્ત્રોત જ તું છે. મને શાંતિ અર્પે છે ત્યારે ત્યારે જ મને તારી સ્વપ્નમાં મુલાકાત થાય છે. અજીબ વાત છે ને તારી મુલાકાત કરવા માટે પણ તારી ઈચ્છા જોઈએ છે.જેમ ચકોરી ચંદ્રને કોઈ પણ ઇચ્છા કે પામવાની અપેક્ષા વગર ચાહે છે તેમ હું તને ઝંખું છું, કદાચ એ જ મારી ઝંખના મારો પ્રેમ છે.જેમ હું તને સ્વપ્નમાં ઝંખું છું એવી જ રીતે જાગ્રત અવસ્થામાં પણ ઝંખું એવી જ મારી મનથી તને પ્રાર્થના છે. અને જેમ તને અત્યારે ચાહું છું એવું હરજનમ તને ચાહું ચકોરી ની જેમ એવી મારી અપેક્ષા છે. ©કોપીરાઈટ આરક્ષિત <script data-ad-client="ca-pub-6566520096856573" async src="https://pagead2.goo