Skip to main content

Posts

જો મને કૃષ્ણ મળે તો હું પુછેત કે.......

  રાધા ને એક ઝાટકે છોડી ને મથુરા મામા સાથે ભીષણ યુદ્ધ લડવા ગયા! પ્રેમ ભગ્ન લોકો તો પોતાના મગજ પર કંટ્રોલ ગુમાવી દે છે.. તમે આવા ભીષણ યુદ્ધમાં કઈ રીતે મગજ પર કંટ્રોલ રાખ્યો?   –  મથુરા નું રાજ્ય નાના ને સોંપી ને સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા જતા રહ્યા ત્યારે તમને રાધા યાદ ના આવી?    –  જરાસંઘ વધ પછી 16000 ત્યકતાને સ્વીકારી ત્યારે તમને એમ ના થયું કે રાધા ને પણ સ્વીકારી એને દ્વારિકાની મહારાણી બનાવી દઉં?   –  રુકમણી નું હરણ કર્યું ત્યારે તમારો પહેલો પ્રેમ યાદ ના આવ્યો?   –  16008 સ્ત્રીઓ સાથે માજબૂરીમાં અને તેમને રાજી રાખવા જ મેરેજ કર્યા! તો રાધા નો શું વાંક? એની સાથે પણ લગ્ન કર્યા હોત તો?   –  પળે પળે લોક કલ્યાણ માટે પત્નીથી દૂર રહયા ત્યારે તમને પત્ની-પ્રેમિકા યાદ ના આવી? એમની યાદો ભૂલવા તમે શું કરતા?   –  દ્રૌપદી અને પાંડવો ની પ્રેમભરી ગોષ્ટિ રોજ જોય તમારા મનમાં તમારી પત્ની અને રાધા યાદ નાં આવી?   –  કુરુક્ષેત્રમાં આખો દિવસ રથ હાંકી સાંજે પથારીમાં પડ્યા પડયા તમને એવું નાં થયું કે કાશ અત્યાર...

યમલાર્જુન મોક્ષ (ભાગ-૧)

પરીક્ષિત રાજા પૂછે છે- હે મહારાજ ! એ નળકૂબર અને મણિગ્રીવને નારદજીએ શાપ દીધો તેનું કારણ કહો, એ લોકોએ કયું ભુંડું કામ કર્યું હતું ? અને નારદજીએ પોતે મહાવૈષ્ણવ થઇને કોપ શા માટે કર્યો ?         શુકદેવજી કહે છે- રુદ્રનું અનુચરપણું મળવાથી બહુજ ગર્વ પામેલા એ બે કુબેરજીના પુત્રો છકેલા થઇને કૈલાસ પર્વતના સુંદર ઉપવનમાં ગંગાજીને કાંઠે ફરતા હતા. વારુણી નામની મદિરા પીવાને લીધે તેઓનાં નેત્રો મદથી ઘૂમતાં હતાં અને ફૂલવાડીમાં ફરતા હતા, ત્યાં તેઓની પાછળ સ્ત્રીઓ ગાતી આવતી હતી.         કમળોના ઘણા વનવાળા ગંગાજીના પ્રવાહમાં પ્રવેશ કરીને હાથીઓ જેમ ક્રીડા કરે તેમ તેઓ જુવાન સ્ત્રીઓની સાથે ક્રીડા કરતા હતા.           હે રાજા ! ત્યાં દૈવ ઇચ્છાથી દેર્વિષ નારદજી આવી ચડ્યા, તેઓને જોઇને આ બન્ને મદોન્મત્ત છે એમ જાણી ગયા.          વસ્ત્ર વગરની સ્ત્રીઓએ નારદજીને જોઇને લાજ આવતાં તેમના શાપની બીકથી તુરત વસ્ત્ર પહેર્યાં, પણ નગ્ન ઊભેલા તે બે જણાએ પહેર્યાં નહીં.         મદિરા પીવાથી મદોન્મત્ત બનેલા અને લક્ષ્...

કૃષ્ણ અને વાંસળીઃ એક અલૌકિક પ્રેમની અદભૂત કથા

આ જે વાત કરવી છે કૃષ્ણ અને વાંસળી વચ્ચેના સંબંધની. કૃષ્ણને વાંસળી ખૂબ પ્રિય છે. ભગવાન કૃષ્ણ વાંસળીને પોતાનાથી ક્યારેય અલગ નહોતા કરતા. ક્યારેક કનૈયાના હાથમાં વાંસળી હોય અને ક્યારેક તેમના હોઠ પાસે હોય તો કોઈકવાર કમરમાં રાખેલી હોય. પણ આ વાંસળી અને કૃષ્ણના સંબંધની પાછળ એક પ્રસિદ્ધ વાર્તા છે. દ્વાપર યુગની આ વાત છે. ભગવાન કૃષ્ણ વૃંદાવનના બગીચામાં ટહેલતા ટહેલતા દરેક વૃક્ષ પાસે જતા અને દરેક વૃક્ષને કહેતા કે હું તમને ખૂબ પ્રેમ કરૂં છું. વૃક્ષો ખૂશ થઈ જતા અને કૃષ્ણને કહેતા કે વ્હાલા અમે પણ તમને ખૂબ પ્રેમ કરીએ છીએ. એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ અચાનક દોડતા દોડતા બગીચામાં આવ્યા અને સીધાજ વાંસના વૃક્ષ પાસે ગયા. અચાનક શ્રી કૃષ્ણને આવેલા જોઈને વાંસના વૃક્ષને ખૂબ આશ્ચર્ય થયું. તેણે શ્રી કૃષ્ણને પૂછ્યું, “શું વાત છે કૃષ્ણ કે તમે આમ દોડતા મારી પાસે આવ્યા?” કૃષ્ણ બોલ્યા, “તને કહેતા બહુજ સંકોચ થાય છે.” વાંસે જવાબ આપ્યો, “પ્રભુ જો હું તમારા કામમાં કદાચ મદદરૂપ થઈ શકું તો હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનીશ.” વાંસનો લાગણી ભર્યો જવાબ સાંભળીને કૃષ્ણ લાગણીવશ થઈ ગયા અને તેમણે કહ્યું, “મને તારું જીવન જોઈએ...

કિષ્નાની ગોવર્ધનલીલા

શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધનો આ ચોવીસમો અધ્યાય અત્યંત મહત્વનો ગણાય છે. અહીં રૂઢિભંજક અને ક્રાંતિકારી શ્રી કૃષ્ણનાં દર્શન થાય છે. ગોવર્ધન પર્વતની પૂજા કરવાની અને પરંપરાથી ચાલી આવતી ઈન્દ્રપૂજાની અંધશ્રદ્ધામાંથી વ્રજવાસીઓને મુકત થવાની હાકલ કૃષ્ણે કરી.         વ્રજમાં બળદેવની સાથે રહીને ભગવાન કૃષ્ણે જોયું કે ગોવાળિયાઓ તો ઈન્દ્રયાગ કરવા તત્પર થયા છે.         ગોપબાળોને ઈન્દ્રયાગ કરતા જોઈને શ્રી કૃષ્ણે નંદરાયને પૂછ્યું, ‘આ શેનો ઉત્સવ ઊજવાય છે ? કયો યજ્ઞ કરાઈ રહ્યો છે ? એનું કયું ફળ મળશે ?’         નંદરાયે કહ્યું, ‘હે લાલા, આપણા વ્રજની એક ચાલી આવતી પરંપરા છે, રૂઢિ છે, ક્રિયાકાંડ છે કે ઈન્દ્રનું પૂજન-અર્ચન અને ઈન્દ્રયાગ કરવાથી વરુણદેવ પ્રસન્ન થઈને વરસાદ વરસાવે છે. ઈન્દ્રની કૃપાથી જ વ્રજ હર્યુંભર્યું રહે છે તેથી પ્રતિવર્ષ ઈન્દ્રયાગ કરવામાં આવે છે.’         નંદરાયનો મત જાણી સસ્મિત વદને કૃપાનિધાન શ્રી કૃષ્ણે કહ્યું, ‘હે બાબા, આ સંસારમાં જે કંઈ થાય છે તે સઘળું આપણાં કર્મોને આધિન છે અને નહીં કે કોઈ દેવની કૃપાથી થા...

શ્રીમદ્દભગવદ્દ ગીતા વિષે રોચક તથ્યો જે તમને હજુ સુધી ખબર નહીં હોય…

શ્રીમદ્દભગવદ્દ ગીતા હિન્દુઓનો સૌથી પવિત્ર ગ્રંથમાંનો એક છે. આ ગ્રંથમાં જીવનનો સૂંપૂર્ણ સાર આપવામાં આવ્યો છે. આજે આપણે ગીતા વિષે એવી જાણકારી મેળવીશું કે તમને કામ લાગશે. 1. ગીતા મહાભારતમાં છંદોનો સૌથી મહત્વપૂર્ણ સંગ્રહ છે. 2. વિશ્વ હિન્દુ ભગવદ્દગીતાથી પરિચિત છે. 3. ગીતા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા યુધ્ધ અને જીવનનો અર્થ સમજાવવા માટે અર્જુનને આપવામાં આવેલા ઉપદેશની એક શ્રૃંખલા છે. 4. આ પાંડવ રાજકુમાર અર્જૂન અને ભગવાન શ્રીકૃષ્ણ વચ્ચેનો એક મહાકાવ્ય સંવાદ છે. 5. મહાભારત એ વાતનું સમર્થન કરે છે ભગવાન શ્રીકૃષ્ણએ 3137 ઇ. પૂ. કુરુક્ષેત્રના યુધ્ધના મેદાનમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. જ્યોતિષાના મતઅનુસારા 35 વર્ષ ચાલેલા આ યુધ્ધ બાદ કળિયુગનો જન્મ થયો હતો. 6. ભગવદ્દગીતામાં 18 અધ્યાય છે જેમાં 700 છંદ છે અને આ ત્રણ ભાગમાં વિભાજિત છે જેમાં પ્રત્યેક ભાગમાં 6-6 અધ્યાય છે. 7. ભગવદ્દગીતામાં 18 નંબરનો ઘણી જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 18 નંબરનો મતલબ સંસ્કૃતમાં જયા થાય છે. જેનો શાબ્દિક અર્થ બલિદાન થાય છે. 18 તહેવાર, ગીતામાં 18 અધ્યાય, જરાસંઘનું 18 વાર આક્રમણ, એવું કહેવામાં આવે છે કે પાંડવો પાસે 11 અક...

જાણો,કૃષ્ણ પર કેમ આવ્યું હત્યા અને ચોરીનું આળ.?

સત્રાજિત યાદવ સૂર્યનો ભક્ત હતો અને સૂર્યદેવ તેના સ્વામી છતાં પણ પરમ મિત્ર થઇને રહ્યા હતા. સૂર્યે પ્રસન્ન થઇને તેને સ્યમંતક નામનો મણિ આપ્યો હતો. એક વખત એ મણિને ગળામાં બાંધી સૂર્યની પેઠે પ્રકાશિત તે સત્રાજિત દ્વારકામાં આવ્યો, ત્યાં તેજને લીધે તે ઓળખાયો નહીં. તેના તેજથી જેઓનાં નેત્રો અંજાઇ ગયાં, એવા લોકોએ દૂરથી તેને જોઇ, સૂર્યની શંકાથી ચોપાટ રમતા ભગવાનને તેમની સામે જઇને કહ્યું કે હે નારાયણ! સૂર્યદેવ તમારાં દર્શન કરવાને માટે આવે છે!! ત્રિલોકીમાં મોટા મોટા દેવતાઓ પણ આપના માર્ગને શોધે છે. હમણાં આપને યાદવોમાં ગૂઢ રીતે રહેલા જાણી, સૂર્યદેવ તમારું દર્શન કરવા આવે છે. આ પ્રમાણે અજાણ્યા માણસોનું બોલવું સાંભળી ભગવાને હસીને કહ્યું કે આ સૂર્યદેવ નથી, પણ મણિથી પ્રકાશી રહેલો સત્રાજિત છે. પછી સત્રાજિત યાદવે ઉત્સવને લીધે જેમાં મંગલ કાર્ય કર્યાં હતાં એવાં પોતાનાં ઘરમાં પ્રવેશ કરી પોતાના ઘરમાં રહેલ, દેવ મંદિરમાં બ્રાહ્મણોની પાસે તે મણિનું પ્રતિષ્ઠા વિધિથી સ્થાપન કરાવ્યું. એ મણિ દિવસે દિવસે આઠભાર સોનું આપતો હતો. તેનું જ્યાં પૂજન થતું હોય ત્યાં દુર્ભિક્ષ, અકાળ મૃત્યુ, અકલ્યાણ, સર્પ, આધિ, વ્યાધિ કે બીજાં કોઇ...

જાણો,મહાપાપી અજામિલએ પોતાનો મોક્ષ કઈ રીતે કર્યો?

માનવનું કલ્યાણ કરનાર હરિનામ છે. દુ:ખ હરનાર પણ હરિ છે. હે પરીક્ષિત ! આ અજામિલની વાત તને કહું છું તે તું ધ્યાનથી સાંભળ. અજામિલ અઠ્યાસી વર્ષના બ્રાહ્મણ હતા.તેને એક દીકરો તેનું નામ નારાયણ. અજામિલનો અંતકાળ આવી લાગ્યો. તેની નાડી તૂટવા લાગી. અજામિલને દીકરો યાદ આવ્યો. “નારાયણ-નારાયણ’- બોલતાં જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. યમરાજાએ કહ્યું,”આ પાપી બ્રાહ્મણ છે તેને નરકમાં નાખો.” યમના દૂતો અજામિલના જીવને દોરડાથી બાંધવા આવ્યા. ભગવાનના પાર્ષદો જ્યારે વિમાન લઇ આવ્યા ત્યારે ભગવાને કહ્યું કે ચિત્રગુપ્તના ચોપડામાં અજામિલનું જીવન વૃત્તાંત કાઢો. ચોપડો ખોલ્યો, તેમાં લખ્યું હતું, અજામિલ વિદ્વાન બ્રાહ્મણ હતો. તેને પત્ની અને બાળકો હતાં. ચોવીસ વર્ષની વયે અજામિલ લાકડાં લેવા વનમાં ગયો, ત્યાં તેને એક અપ્સરા મળી. અપ્સરાએ અજામિલને પોતાની સાથે લગ્ન કરવા કહ્યું. અજામિલે હા પાડી. બન્નેએ લગ્ન કર્યાં. લોકો કહેવા લાગ્યા,” આ અજામિલ જાતે બ્રાહ્મણ-પરણેલો –ઘરે પત્ની –બાળકો હોવા છતાં કેમ પરણ્યો? તેને નાત બહાર મૂકો.”અપ્સરા કહે, “હું તમને પરણી છું, હું ક્યાં જાઉં?” અજામિલ અપ્સરા જોડે રહેવા લાગ્યો. અપ્સરાએ અજામિલને કહ્યું,”તમે વ...