Skip to main content

કૃષ્ણ અને વાંસળીઃ એક અલૌકિક પ્રેમની અદભૂત કથા


જે વાત કરવી છે કૃષ્ણ અને વાંસળી વચ્ચેના સંબંધની. કૃષ્ણને વાંસળી ખૂબ પ્રિય છે. ભગવાન કૃષ્ણ વાંસળીને પોતાનાથી ક્યારેય અલગ નહોતા કરતા. ક્યારેક કનૈયાના હાથમાં વાંસળી હોય અને ક્યારેક તેમના હોઠ પાસે હોય તો કોઈકવાર કમરમાં રાખેલી હોય. પણ આ વાંસળી અને કૃષ્ણના સંબંધની પાછળ એક પ્રસિદ્ધ વાર્તા છે.


દ્વાપર યુગની આ વાત છે. ભગવાન કૃષ્ણ વૃંદાવનના બગીચામાં ટહેલતા ટહેલતા દરેક વૃક્ષ પાસે જતા અને દરેક વૃક્ષને કહેતા કે હું તમને ખૂબ પ્રેમ કરૂં છું. વૃક્ષો ખૂશ થઈ જતા અને કૃષ્ણને કહેતા કે વ્હાલા અમે પણ તમને ખૂબ પ્રેમ કરીએ છીએ.
એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ અચાનક દોડતા દોડતા બગીચામાં આવ્યા અને સીધાજ વાંસના વૃક્ષ પાસે ગયા. અચાનક શ્રી કૃષ્ણને આવેલા જોઈને વાંસના વૃક્ષને ખૂબ આશ્ચર્ય થયું. તેણે શ્રી કૃષ્ણને પૂછ્યું, “શું વાત છે કૃષ્ણ કે તમે આમ દોડતા મારી પાસે આવ્યા?” કૃષ્ણ બોલ્યા, “તને કહેતા બહુજ સંકોચ થાય છે.” વાંસે જવાબ આપ્યો, “પ્રભુ જો હું તમારા કામમાં કદાચ મદદરૂપ થઈ શકું તો હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનીશ.” વાંસનો લાગણી ભર્યો જવાબ સાંભળીને કૃષ્ણ લાગણીવશ થઈ ગયા અને તેમણે કહ્યું, “મને તારું જીવન જોઈએ છે. મારે તને કાપવું છે.” આ સાંભળીને વાંસ વિચારમાં પડી ગયો અને તેનાથી પૂછાઈ ગયું, કે “કૃષ્ણ આના સિવાય બીજો કોઈ ઉપાય નથી?” શ્રી કૃષ્ણએ તરતજ જવાબ આપ્યો કે “ના આ સિવાય મારી પાસે બીજો કોઈ ઉપાય નથી. મારી મનગમતી વસ્તુ પ્રાપ્ત કરવા માટે આ એકજ માર્ગ છે.” આ સાંભળીને વાંસે તરતજ કૃષ્ણને સમર્પિત થવાનો નિર્ણય લઈ લીધો.
કૃષ્ણએ વાંસના એક ટૂકડાને હાથમાં પકડ્યો અને તેમાં છીદ્રો કરવા લાગ્યા. કૃષ્ણ જ્યારે છીદ્રો કરી રહ્યા હતા ત્યારે વાંસને ખૂબ પીડા થતી હતી પરંતુ વાંસ કશું જ બોલ્યા વગર તે પીડા સહન કરતો ગયો વાંસને પોતાને થઈ રહેલા દર્દની પીડા નહોતી પરંતુ એ વાતની ખુશી હતી કે હું કૃષ્ણના કામમાં કામ આવી રહ્યો છું. અંતે છીદ્રો પાડવાનું કામ પુરૂ થયું અને તેમાં કોતરકામ શરૂ થયું આ તમામ કામ પુરૂ થતા વાંસના રંગ રૂપ બદલાઈ ગયા. વાંસ પોતાના તમામ દર્દોને ભૂલી ગયું કારણકે હવે તે વાંસમાંથી વાંસળી બની ગયું હતું, અને આ વાંસળી કૃષ્ણને અત્યંત પ્રિય બની ગઈ. સાહેબ ઈતિહાસ સાક્ષી પૂરે છે કે કૃષ્ણની સૌથી નજીક કોઈ હોય તો તે વાંસળી છે.

શંખ ચક્ર ગદા પદ્મ એ ચતુર્ભુજ વિષ્ણુ.

કૃષ્ણનું ચિત્ર એતો વાંસળી વગર અધુરું.
કહેવાય છે કે કૃષ્ણ જ્યારે વાંસળી વગાડતા ત્યારે ગોકુળના તમામ વૃક્ષો, નદીઓના નીર, પશુ અને પક્ષીઓ તમામ લોકો ભાન ભૂલીને અને પ્રસન્ન થઈને કિલ્લોલ કરવા લાગતા. એથી આગળ જો વાત કરવામાં આવે તો કૃષ્ણની વાંસળીના સૂર જ્યારે રેલાય ત્યારે કૃષ્ણના ગામથી દૂર બીજા ગામમાં રહેતી રાધા પણ પોતાનું ભાન ભૂલી જતી અને પોતાના તમામ કામો છોડીને કૃષ્ણમય બની જતી. આ છે કૃષ્ણની વાંસળીમાંથી રેલાતા સૂરની તાકાત.
એક લોકવાયકા અનુસાર, એકવાર ગોપીઓને વાંસળીની મીઠી ઈર્ષા આવી. અને ગોપીઓએ વાંસળીને સવાલ કર્યો કે હે વાંસળી, અમે કૃષ્ણને અમારી જાત કરતા પણ વધારે પ્રેમ કરીએ છીએ છતા પણ કૃષ્ણની આટલી નજીક રહેવાનો અધીકાર માત્ર તને શાં માટે? વાંસળીએ ખૂબ સારો જવાબ આપ્યો કે હે ગોપીઓ હું કૃષ્ણની સતત સાથે એટલા માટે રહું છું કારણ કે હું મારા શરીરે વીંધાણી છું અર્થાત મે મને વાંસમાંથી એક વાંસળી બનવામાં બહુ દર્દ પડ્યું છે અને એટલે જ કૃષ્ણએ હંમેશાં મને પોતાની સાથે રાખી છે, મને ક્યારેય પોતાનાથી અલગ કરી નથી.
દર્દ સહન કરવા માટે પણ પાત્રતાની જરૂર પડે છે. જ્યારે પણ જીવનમાં તકલીફ પડે, જ્યારે પણ દર્દ આવે ત્યારે ચોક્કસ ઈશ્વર પર ભરોસો રાખીને એટલું વીચારવું જોઈએ કે, ચોક્કસ ભગવાન મને સફળ બનાવવા માટેનો મસ્ત પ્લાનીંગ કરી રહ્યા છે. કારણ કે એક પત્થરને પણ હિરો બનવું હોય ને તો ખૂબ ઘસાવું પડે છે. પોતાની જાત અડધી થઈ જાયને ત્યારે એક સામાન્ય પત્થર હિરો બની શકતો હોય છે. એટલે ઈશ્વર પર ભરોસો રાખવો અને સતત વિશ્વાસ કરવો મારા ભગવાન હંમેશા મારી સાથે છે અને તેઓ ક્યારેય મારૂ અહિત નહી થવા દે. અને જીવનમાં આવતી તકલીફો એ માત્ર તકલીફો નથી હોતી મીત્રો, પરંતુ તમારા વ્યક્તિત્વનું ઘડતર હોય છે. આ સમયમાં જે ઘડાઈ જાય ને તેના જીવનમાં ઈશ્વર દુનિયાનું તમામ સુખ મુકી દે છે. પરંતુ શરત એ છે કે ઈશ્વરને ક્યારે ન ભૂલવા અને તેમની ભક્તી ક્યારેય ન છોડવી

Comments

Popular posts from this blog

ક્રિષ્નાની પટરાણીઓ

ભગવાન શ્રીકૃષ્ણ વિશે એવું કહેવામાં આવે છે કે, તેમની સોળ હજાર એક સો આઠ પત્નીઓ હતી. કારણ એ છે કે, નરકાસુરની કેદમાં હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણે મુક્ત કરાવી ત્યારે બધી જ રાજકુમારીઓએ શ્રીકૃષ્ણને પોતાના પતિ માની લીધા અને શ્રીકૃષ્ણે પણ તે રાજકુમારીઓને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. આ માટે જ કૃષ્ણની પત્નીઓની સંખ્યા હજારોમાં છે. પરંતુ તેમની મુખ્ય રાણી આઠ હતી જે પટરાણી તરીકે ઓળખાતી હતી. આ આઠેય રાણીઓની અનોખી કહાણી છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શ્રીકૃષ્ણની આઠેય પટરાણીઓ વિશેની અનોખી વાત. રુકમણીઃ- દેવી રાધા ભગવાન શ્રીકૃષ્ણની પ્રેયસી બની રહી પરંતુ શ્રીકૃષ્ણની પ્રમુખ પટરાણીના સ્વરૂપમાં સૌથી પહેલાં રુકમણીનું નામ લેવામાં આવે છે. આ રાજકુમારી વિદર્ભ દેશની રાજકુમારી હતી અને મનમાંને મનમાં જ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માની ચૂકી હતી. પરંતુ તેમના ભાઈ રુકમી તેમના વિવાહ ચેદી નરેશ શિશુપાલ સાથે કરવા માંગતા હતા. આ માટે રુકમણિના પ્રેમ પત્રને વાંચીને શ્રીકૃષ્ણે રુકમણીનું હરણ કરી લીઘું અને તેમની સાથે વિવાહ કરી લીધા. કાલિંદીઃ- ભગવાન શ્રીકૃષ્ણની બીજી પટરાણી દેવી કાલિંદી માનવા...

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૧

( *અહીં જે રાધા અને કૃષ્ણની વાત કરી છે એ કઈ કોઈ પરમેશ્વરની કે ચારેય ભુવનના સ્વામીની નહી પરંતુ એક મહત્વકાંક્ષી યુવાન અને એક એવી છોકરીની કે જે એ યુવાનના પ્રેમ ને જ પોતાનું સર્વર્સ્વ માને છે, એની માટે જીવન નો પાર્યાય એનો પ્રેમ છે. એવા યુગલ ના છેલ્લા સંવાદ, છેલ્લા પ્રયત્ન અને છેલ્લી યાદ ની વાત છે.) રાધા કૃષ્ણના ગોકુળ છોડવાના સમાચાર સાંભળી ને યમુના કિનારે કદંબના વૃક્ષ નીચે મોં પર ગુસ્સોને મનમાં પારાવાર દુ:ખ લઇને બેઠી છે અને વિચારે છે ક્યારે કાનો આવે અને એને લડીને એના ગળે મળીને મન ભરીને રડીલે.અને ત્યાંજ કૃષ્ણ રાધા રાધાની બુમો પડતો આવી પહોંચે છે. કૃષ્ણ: રાધા! મને ખબર જ હતી તું અહીં જ મળીશ મને. આમેય ગામ નો ઉતાર ભાગોળે જ મળે. ખરું કે નઈ? (કૃષ્ણ એ એના એ જ મજાકિયા અંદાજ માં રાધાના મન ની વાત અને પરિસ્થિતિ જાણતો હોવા છતા કીધુ.) રાધા: હા અમે ઉતાર ને તું? મોટો રાજા નઈ? તો શું કામ આવ્યો છે આ ઉતાર પાસે બુમો પાડતો?(રાધા એ બીજી તરફ મો ફેરવી ને ઉત્તર આપ્યો)

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૨

કૃષ્ણ: અરે લે! તું તો ગુસ્સે થઇ ગઈ. પણ તને ખબર છે તું ગુસ્સામાં પણ બઉં સારી લાગે છે. તારા ગોરા ચહેરા પર આ લાલ ગુસ્સો કઈ શણગાર થી સહેજેય ઓછો નથી લાગતો.( કૃષ્ણએ એના એ જ ટીપીકલ અંદાજ માં જવાબ વાળ્યો.) રાધા: ખોટી ખોટી તારીફો નઈ કર આવું તો તું ગોકુળની બધી ગોપીઓ ને કહી વળ્યો છે મને ખબર છે એટલે તારા આ શબ્દોની રમત મારી જોડે ના રમ. જે કેવા આવ્યો છે એ કહી દે મારે મોડું થાય છે.(રાધાની ધીરજ હવે ખૂટી રહી હતી એને કાના ને લડવું હતું ને ગળે મળીને રડવું હતું  કદાચ એને અંદાજો આવી ગયો હતો કે આ એની છેલ્લી મૂલાકાત હતી) કૃષ્ણ: ક્યાં તું એ ગોપીઓ જોડે તારી જાત ને સરખાવે છે રાધા? એ તો ગોપીઓ છે ને તું રાધા,મારી રાણી.(કૃષ્ણ રાધા ના દિલ ની પરિસ્થિતિ જાણતો હોવા છતાં આવી વાતોમાં સમય વેડફતો હતો ખબર નઈ કેમ કદાચ એ રાધા ની પરીક્ષા લેતો હતો કે પછી પોતે રાધા જોડે છેલ્લી મુલાકાત ને થાય એટલી વધારી ને એને પણ મનમાં યાદોંના પોટલા ભરી લેવા હતા? કે પછી કૃષ્ણ પણ પરિસ્થિતિનો સામનો કરવા કરતા એનાથી ભાગી રહ્યો હતો? ) રાધા: એ બધું છોડ શું કરવા આવ્યો છે એ બોલ.(રાધા નો સંયમ હવે ખૂટી રહ્યો હતો. એને હજુ કૃષ્ણ આવ્યો ત્યારનું એ...