Skip to main content

Posts

Showing posts from April, 2018

જો મને કૃષ્ણ મળે તો હું પુછેત કે.......

  રાધા ને એક ઝાટકે છોડી ને મથુરા મામા સાથે ભીષણ યુદ્ધ લડવા ગયા! પ્રેમ ભગ્ન લોકો તો પોતાના મગજ પર કંટ્રોલ ગુમાવી દે છે.. તમે આવા ભીષણ યુદ્ધમાં કઈ રીતે મગજ પર કંટ્રોલ રાખ્યો?   –  મથુરા નું રાજ્ય નાના ને સોંપી ને સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા જતા રહ્યા ત્યારે તમને રાધા યાદ ના આવી?    –  જરાસંઘ વધ પછી 16000 ત્યકતાને સ્વીકારી ત્યારે તમને એમ ના થયું કે રાધા ને પણ સ્વીકારી એને દ્વારિકાની મહારાણી બનાવી દઉં?   –  રુકમણી નું હરણ કર્યું ત્યારે તમારો પહેલો પ્રેમ યાદ ના આવ્યો?   –  16008 સ્ત્રીઓ સાથે માજબૂરીમાં અને તેમને રાજી રાખવા જ મેરેજ કર્યા! તો રાધા નો શું વાંક? એની સાથે પણ લગ્ન કર્યા હોત તો?   –  પળે પળે લોક કલ્યાણ માટે પત્નીથી દૂર રહયા ત્યારે તમને પત્ની-પ્રેમિકા યાદ ના આવી? એમની યાદો ભૂલવા તમે શું કરતા?   –  દ્રૌપદી અને પાંડવો ની પ્રેમભરી ગોષ્ટિ રોજ જોય તમારા મનમાં તમારી પત્ની અને રાધા યાદ નાં આવી?   –  કુરુક્ષેત્રમાં આખો દિવસ રથ હાંકી સાંજે પથારીમાં પડ્યા પડયા તમને એવું નાં થયું કે કાશ અત્યારે રાધા-રુકમણી પગ-માથું દબાવી દ્યે તો હું ફ્રેશ થઈ જાવ! આવા સમયે તમે શું કરતા?   –