Skip to main content

રાધે ક્રિષ્ના નાં હોળી ઉત્સવો ભાગ-૧


આમ તો ભારત માં દરેક તહેવારો જોર શોર થી મનાવવામાં આવે છે.પરંપરા ની વાત કરીએ તો તહેવારો  માણસને સંસ્કૃતિ થી જોડી રાખે છે ને આજના મોર્ડન જમાના નું માનીએ તો ઇટ્સ ઓલ અબાઉટ ફન બડી.. તો મને લાગે છે કે આવી જ રીતે આપણે તહેવારો ને મોર્ડન ટચ અપીને પણ મજા લેવાનું અવનારા સમય માં પણ ચાલુ જ રાખીશું…
હવે એ મજા એમાંય જો ફાગણ માહિના માં આવતા હોળી ના તહેવાર ની હોય તો જલસો બમણો થઇ જાય.કારણકે હોળી એ ફક્ત એક રિવાજી તહેવાર નથી એ તો રંગો નો તહેવાર છે.હોળી એ ફક્ત પરમ્પરાઓની ઉજવણી જ નહીં પરંતુ મસ્તી ને ઉછાડવાનો તહેવાર છે.ઇટ્સ ઓલ અબાઉટ કલર પાર્ટી બડી…
કહેવાય છે કે,હોળી ની ઉજવણી અને રંગોનું આ મહત્વ દ્વાપરયુગ માં ભગવાન શ્રીકૃષ્ણ ના સમય થી પ્રચલિત થયું છે.
પ્રેમ અને ઉત્સાહ ના પ્રતિકરૂપી આ તહેવાર ને ઉજવવા નો જાણે ભગવાને લોકો ને સંદેશો આપ્યો હોય તેવું લાગે છે.એટલે જ કાદાચ આજે પણ કૃષ્ણ જન્મભૂમિ એવા મથુરા-વૃન્દાવન-નન્દગાઉ-બરસાના માં ભારત ની સર્વશ્રેષ્ઠ અને અનોખી હોળી ની ઉજવણી થાય છે, અને એપણ પુરા એક  અઠવાડિયા સુધી.
તમે કદાચ હોળી ફક્ત એક દિવસ માટે જ ઉજવી હશે  પરંતુ અહીંયા હોળી નો તહેવાર હોળી ના મુખ્ય દિવસ ના લગભગ એક અઠવાડીયા પહેલાથી જ શરૂ થાય છે.
1. બરસાના અને નંદગાવ ની લઠ્ઠામાર હોડી
દિવસ : ફાગણ મહિનાની નવમી (નવમો દિવસ)
સ્થળ : નંદગાંવ અને બરસાના રાધાજી મંદિર
કેવી રીતે પહોચવું : મથુરા થી રીક્ષા મળી રહે છે.

બારસના માં લઠ્ઠામાર હોળી


આ દિવસે નંદગાંવ ના પુરુષ બારસના જાય છે અને ત્યાંના રાધાજી ના મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાની કોશિશ કરે છે.સામે બારસાના ની સ્ત્રીઓ વાંસ ની લાકડીઓ(લઠ્ઠા) વડે મારીને તેમને રોકવાનો અને પાછા ધકેલવાનો પ્રયાશ કરે છે.આથી જ તો આ હોળી ને લઠ્ઠામાર હોળી કહેવામાં આવે છે જેમાં પુરુષ સ્ત્રીઓ પાર બચાવ માટે પ્રહાર નથી કરી શકતો,બસ તે ફક્ત તેમના પર રંગ ઉડાડી ને રોકવાની અભિવ્યક્તિ કરે છે.બારસાના માં હોળી નું આ દ્રશ્ય જાણે શ્રીકૃષ્ણ અને રાધાજી ના એ પવિત્ર પ્રેમ ની અનુભૂતિ કરાવે છે જે હોળી ની રાસલીલા રમતા એ સમયે પ્રગટ થતો હશે.
2.વૃંદાવન ની ફૂલો ની હોળી



દિવસ : હોળી પહેલા ની એકાદશી નો દિવસ.
સ્થળ : બાકે-બિહારી મંદિર પરિસર,વૃંદાવન


વૃંદાવન માં આવેલ દરેક કૃષ્ણ મંદિર માં હોળી ની ખાસ ઉજવણી થાય છે પરંતુ આ બધા માં પણ બાકે-બિહારી (શ્રીકૃષ્ણ નું એક નામ) મંદિર માં થતી ઉજવણી મુખ્ય આકર્ષણ હોય છે.મુખ્ય હોળી ના દિવસ અગાઉ થી જ અહીંયા હોળી ના અયોજન શરૂ થઈ જાય છે.એકાદશી ના દિવસે અહીંયા એક અંનોખું અયોજન કરવામાં આવે છે જેમાં પરંપરાગત રંગો અને પાણી ને બદલે ફૂલો વડે સૂકી હોળી રમવામાં આવે છે.સાંજના સમયે 4 વાગ્યે મંદિર ના દ્વાર હોળી રમવા માટે ખુલ્લા મુકવામાં આવે છે.મંદિર ના પૂજારીઓ દ્વારા ભક્તો પર ફૂલો ની વર્ષા કરી ઉત્સવ નો પ્રારંભ કરવામાં  આવે છે.ફૂલો ની આ હોળી નું આકર્ષણ વર્ષોવર્ષ વધતું જઈ રહ્યું છે અને મોટી સંખ્યા માં સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓ પણ આ હોળી ને માણવા આવી રહ્યા છે.
3.વૃંદાવન માં વિધવાઓ દ્વારા હોળી

દિવસ : મુખ્ય હોળી ના બે દિવસ પહેલા
સ્થળ : પાગલબાબા વિધવા આશ્રમ, વૃંદાવન
ભારતમાં ઘણી ખરી જગ્યાઓ માં વિધવાઓ ને સમાજ માં થી દુર કરવાની ભાવના જોવા મળે છે તથા તેમને સામાજિક જીવન ત્યજી ને સન્યાસી જીવન વ્યતીત કરવા માટે આશ્રમો માં આશરો લેવા મોકલી આપવામાં આવે છે,આવું કરતા વિધવા સ્ત્રીઓ ના જીવન નિરાશાજનક બની જાય છે.તેઓ ને સફેદ કપડાં પહેરવા અને રંગો ત્યજી દેવા માટે કહેવાય છે

Comments

Popular posts from this blog

ક્રિષ્નાની પટરાણીઓ

ભગવાન શ્રીકૃષ્ણ વિશે એવું કહેવામાં આવે છે કે, તેમની સોળ હજાર એક સો આઠ પત્નીઓ હતી. કારણ એ છે કે, નરકાસુરની કેદમાં હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણે મુક્ત કરાવી ત્યારે બધી જ રાજકુમારીઓએ શ્રીકૃષ્ણને પોતાના પતિ માની લીધા અને શ્રીકૃષ્ણે પણ તે રાજકુમારીઓને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. આ માટે જ કૃષ્ણની પત્નીઓની સંખ્યા હજારોમાં છે. પરંતુ તેમની મુખ્ય રાણી આઠ હતી જે પટરાણી તરીકે ઓળખાતી હતી. આ આઠેય રાણીઓની અનોખી કહાણી છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શ્રીકૃષ્ણની આઠેય પટરાણીઓ વિશેની અનોખી વાત. રુકમણીઃ- દેવી રાધા ભગવાન શ્રીકૃષ્ણની પ્રેયસી બની રહી પરંતુ શ્રીકૃષ્ણની પ્રમુખ પટરાણીના સ્વરૂપમાં સૌથી પહેલાં રુકમણીનું નામ લેવામાં આવે છે. આ રાજકુમારી વિદર્ભ દેશની રાજકુમારી હતી અને મનમાંને મનમાં જ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માની ચૂકી હતી. પરંતુ તેમના ભાઈ રુકમી તેમના વિવાહ ચેદી નરેશ શિશુપાલ સાથે કરવા માંગતા હતા. આ માટે રુકમણિના પ્રેમ પત્રને વાંચીને શ્રીકૃષ્ણે રુકમણીનું હરણ કરી લીઘું અને તેમની સાથે વિવાહ કરી લીધા. કાલિંદીઃ- ભગવાન શ્રીકૃષ્ણની બીજી પટરાણી દેવી કાલિંદી માનવા...

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૧

( *અહીં જે રાધા અને કૃષ્ણની વાત કરી છે એ કઈ કોઈ પરમેશ્વરની કે ચારેય ભુવનના સ્વામીની નહી પરંતુ એક મહત્વકાંક્ષી યુવાન અને એક એવી છોકરીની કે જે એ યુવાનના પ્રેમ ને જ પોતાનું સર્વર્સ્વ માને છે, એની માટે જીવન નો પાર્યાય એનો પ્રેમ છે. એવા યુગલ ના છેલ્લા સંવાદ, છેલ્લા પ્રયત્ન અને છેલ્લી યાદ ની વાત છે.) રાધા કૃષ્ણના ગોકુળ છોડવાના સમાચાર સાંભળી ને યમુના કિનારે કદંબના વૃક્ષ નીચે મોં પર ગુસ્સોને મનમાં પારાવાર દુ:ખ લઇને બેઠી છે અને વિચારે છે ક્યારે કાનો આવે અને એને લડીને એના ગળે મળીને મન ભરીને રડીલે.અને ત્યાંજ કૃષ્ણ રાધા રાધાની બુમો પડતો આવી પહોંચે છે. કૃષ્ણ: રાધા! મને ખબર જ હતી તું અહીં જ મળીશ મને. આમેય ગામ નો ઉતાર ભાગોળે જ મળે. ખરું કે નઈ? (કૃષ્ણ એ એના એ જ મજાકિયા અંદાજ માં રાધાના મન ની વાત અને પરિસ્થિતિ જાણતો હોવા છતા કીધુ.) રાધા: હા અમે ઉતાર ને તું? મોટો રાજા નઈ? તો શું કામ આવ્યો છે આ ઉતાર પાસે બુમો પાડતો?(રાધા એ બીજી તરફ મો ફેરવી ને ઉત્તર આપ્યો)

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૨

કૃષ્ણ: અરે લે! તું તો ગુસ્સે થઇ ગઈ. પણ તને ખબર છે તું ગુસ્સામાં પણ બઉં સારી લાગે છે. તારા ગોરા ચહેરા પર આ લાલ ગુસ્સો કઈ શણગાર થી સહેજેય ઓછો નથી લાગતો.( કૃષ્ણએ એના એ જ ટીપીકલ અંદાજ માં જવાબ વાળ્યો.) રાધા: ખોટી ખોટી તારીફો નઈ કર આવું તો તું ગોકુળની બધી ગોપીઓ ને કહી વળ્યો છે મને ખબર છે એટલે તારા આ શબ્દોની રમત મારી જોડે ના રમ. જે કેવા આવ્યો છે એ કહી દે મારે મોડું થાય છે.(રાધાની ધીરજ હવે ખૂટી રહી હતી એને કાના ને લડવું હતું ને ગળે મળીને રડવું હતું  કદાચ એને અંદાજો આવી ગયો હતો કે આ એની છેલ્લી મૂલાકાત હતી) કૃષ્ણ: ક્યાં તું એ ગોપીઓ જોડે તારી જાત ને સરખાવે છે રાધા? એ તો ગોપીઓ છે ને તું રાધા,મારી રાણી.(કૃષ્ણ રાધા ના દિલ ની પરિસ્થિતિ જાણતો હોવા છતાં આવી વાતોમાં સમય વેડફતો હતો ખબર નઈ કેમ કદાચ એ રાધા ની પરીક્ષા લેતો હતો કે પછી પોતે રાધા જોડે છેલ્લી મુલાકાત ને થાય એટલી વધારી ને એને પણ મનમાં યાદોંના પોટલા ભરી લેવા હતા? કે પછી કૃષ્ણ પણ પરિસ્થિતિનો સામનો કરવા કરતા એનાથી ભાગી રહ્યો હતો? ) રાધા: એ બધું છોડ શું કરવા આવ્યો છે એ બોલ.(રાધા નો સંયમ હવે ખૂટી રહ્યો હતો. એને હજુ કૃષ્ણ આવ્યો ત્યારનું એ...